________________
| કર્મ પ્રકૃતિ
| ૩ર૭ |
અંતરાયકર્મ કહે છે. તેના પાંચ ભેદ છે– (૧) દાનાંતરાય- જે કર્મના પ્રભાવથી જીવને, દાનની ચીજો વિદ્યમાન હોવા છતાં, યોગ્ય પાત્ર ઉપસ્થિત હોવા છતાં અને દાનના ફળને જાણવા છતાં દાન કરવાનો ઉત્સાહ ન થાય તેને દાનાંતરાય કહે છે. (૨) લાભાંતરાય- જે કર્મના પ્રભાવથી, પદાર્થોના લાભમાં અંતરાય આવે; દાતામાં ઉદારતા હોય, દાનની વસ્તુ પાસે હોય અને યાચનામાં કુશળતા હોય તો પણ લાભ ન થાય, તેને લાભાંતરાય કહે છે. (૩) ભોગાતરાય- જે કર્મના પ્રભાવથી જીવની પાસે સાધન-સામગ્રી હોવા છતાં રોગાદિના કારણે ભોગ્ય પદાર્થોને ભોગવી શકે નહીં, તે ભોગતરાયકર્મ છે. (૪) ઉપભોગતરાય- જે કર્મના ઉદયથી ઉપભોગની સામગ્રી પાસે હોય, તેનો ત્યાગ પણ ન હોય, તેમ છતાં ઉપભોગ્ય વસ્તુઓનો ઉપભોગ ન કરી શકે, તેને ઉપભોગાંતરાયકર્મ કહે છે. જે પદાર્થ એકવાર ભોગવાય તેને ભોગ્ય કહે છે, જેમકે ખાવા-પીવાની વસ્તુઓ. જે પદાર્થ વારંવાર ભોગવાય તેને ઉપભોગ્ય કહે છે, જેમકે પહેરવા-ઓઢવાની વસ્તુઓ, વસ્ત્ર, મકાન, આભૂષણ આદિ. (૫) વીયતરાય- વીર્યનો અર્થ છે સામર્થ્ય-શક્તિ. જે કર્મના પ્રભાવથી જીવ બળવાન, શક્તિશાળી હોવા છતાં તે કોઈ સાધારણ કામ પણ કરી શકે નહીં, તેમજ જે કર્મના ઉદયથી સામર્થ્ય કે શક્તિની પ્રાપ્તિ થતી નથી, તેને વીર્યંતરાય કર્મ કહે છે.
કર્મબંધના કારણોનું કથન શ્રી ભગવતી સૂત્રમાં છે, અન્ય વિસ્તૃત વર્ણન શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં છે. તથા કર્મ સંબંધી સાંગોપાંગ વર્ણન કમ્મપયડી ગ્રંથમાં અને કર્મગ્રંથના છ ભાગોમાં છે. પ્રદેશ બંધઃ કર્મોના પ્રદેશાગ્ર, ક્ષેત્ર-કાલ અને ભાવ -
। एयाओ मूलपयडीओ, उत्तराओ य आहिया । १६
पएसग्ग खेत्तकाले य, भाव च उत्तर सुण ॥ શબ્દાર્થ - = આ મૂનપયહીશો = મૂળ પ્રકૃતિઓ ૩ત્તર = ઉત્તર પ્રવૃતિઓ અર્થાત્ આઠ કર્મ અને તેના પ્રભેદ આદિ = કહ્યા છે. પણ પ્રદેશાગ્ર = ક્ષેત્ર ને = કાલ ભાવ = ભાવને ઉત્તર = ઉત્તર ને સુખ = ધ્યાનપૂર્વક સાંભળો. ભાવાર્થ-આ(આઠ) કર્મોની મૂળ પ્રકૃતિઓ અને ઉત્તર પ્રવૃતિઓનું કથન કર્યું છે, હવે તેના પ્રદેશાગ્ર(દ્રવ્ય પરમાણુ પરિમાણ), ક્ષેત્ર, કાલ અને ભાવરૂપ ઉત્તર ગુણોને સાંભળો.
सव्वेसिं चेव कम्माणं, पएसग्गमणंतगं । १७
गठियसत्ताईयं, अंतो सिद्धाण आहियं ॥ શબ્દાર્થ:- સવ્વલિ = જ્ઞાનાવરણીય આદિ સર્વ સંખ્યામાં = કર્મોના પાલ = પ્રદેશાગ્ર, કર્મ પરમાણુ અગતi = અનંત છે દિયસત્તા = ગ્રંથીની સત્તાવાળા અભવ્ય જીવોથી અધિક સિદ્ધાળ = સિદ્ધ સંખ્યાથી અતો= ન્યૂન આદિ = કહ્યા છે. ભાવાર્થ- એક સમયમાં બંધ થનારા સર્વ કર્મોના પ્રદેશાગ્ર એટલે કર્મ-પરમાણુઓ અનંત હોય છે. તે અનંતનું પરિમાણ ગ્રંથિની સત્તાવાળા અર્થાતુ કયારે ય ગ્રંથિભેદ ન કરનારા અભવ્ય જીવોથી અધિક છે અને સિદ્ધોથી ન્યૂન છે.
सव्वजीवाण कम्मं तु, संगहे छद्दिसागयं । सव्वेसु वि पएसेसु, सव्वं सव्वेण बद्धगं ॥