________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
પ્રજ્ઞાપના સૂત્રમાં નામ કર્મના શુભ, અશુભ બે ભેદ ન કરતાં સામાન્ય રીતે ૯૩ ભેદ કરીને તત્સંબંધી નિરૂપણ કરવામાં આવ્યું છે. અન્યત્ર નામ કર્મના સંક્ષિપ્ત, વિસ્તૃત વિવિધ સંખ્યામાં વિભાજન પ્રાપ્ત થાય છે. પ્રસ્તુત ગાથામાં વદુમેયા શબ્દ પ્રયોગથી તે અનેક વિધ ભેદોનો સંકેત છે. પ્રકૃતિ બંધઃ ગોત્રકર્મ :
૩રર
गोयं कम्मं पि दुविहं, उच्च णीयं च आहियं । उच्चं अट्ठविहं होइ, एवं णीयं पि आहियं ॥
=
શબ્દાર્થ:- શોય # = ગોત્રકર્મ સત્ત્વ = ઉચ્ચ ીય - નીચ અક્રુવિન્હેં = આઠ પ્રકાર હોર્ = છે Ë - આ રીતે ખીય વિ= નીચગોત્ર પણ આઠ પ્રકારનું છે.
=
ભાવાર્થ :- ગોત્રકર્મના પણ બે પ્રકાર છે– (૧) ઉચ્ચ ગોત્રકર્મ અને (૨) નીચ ગોત્રકર્મ. પુનઃ ઉચ્ચ ગોત્રના આઠ ભેદ છે. એ જ રીતે નીચ ગોત્રના પણ આઠ પ્રકાર કહ્યા છે.
વિવેચનઃ
પ્રસ્તુત ગાથામાં ગોત્રકર્મના ભેદ-પ્રભેદનું પ્રતિપાદન છે.
ગોત્ર-કુળ. જે કર્મના પ્રભાવથી જીવ ઉચ્ચ તથા નીચ કુળમાં ઉત્પન્ન થાય તેમજ જાતિ, બલ વગેરેમાં હીનાધિકતા પ્રાપ્ત થાય, તેને ગોત્રકર્મ કહે છે. તેના બે ભેદ છે– ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર. (૧) ઉચ્ચ ગોત્ર– જે કર્મના ઉદયથી ઉચ્ચકુળમાં જન્મ થાય તેમજ શ્રેષ્ઠ જાતિ આદિ પ્રાપ્ત થાય, તેને ઉચ્ચગોત્ર કહે છે. તેના આઠ ભેદ છે– (૧) ઉચ્ચ જાતિ, (૨) ઉચ્ચ કુળ, (૩) શ્રેષ્ઠ બળ, (૪) શ્રેષ્ઠ રૂપ (૫) શ્રેષ્ઠ તપ, (૬) શ્રેષ્ઠ ઐશ્વર્ય, (૭) શ્રેષ્ઠ શ્રુત, (૮) શ્રેષ્ઠ લાભ. (૨) નીચગોત્ર- જે કર્મના ઉદયથી જીવને હલકી જાતિ, કુળ આદિ પ્રાપ્ત થાય, તેને નીચ ગોત્ર કહે છે. તેના પણ આઠ ભેદ ઉચ્ચગોત્રની સમાન છે— (૧) હીન જાતિ, (૨) હીન કુળ, (૩) હીન બળ, (૪) હીન રૂપ, (૫) હીન તપ, (૬) હીન ઐશ્વર્ય, (૭) હીન શ્રુત, (૮) હીન લાભ. ઉક્ત આઠ પ્રકારે ઉચ્ચગોત્રનું ફળ ભોગવતાં તેનો મદ-ઘમંડ ન કરવાથી ઉચ્ચ ગોત્રનો બંધ થાય છે અને મદ કરવાથી નીચ ગોત્રનો બંધ થાય છે.
પ્રકૃતિ બંધ ઃ અંતરાય :
| १५
दाणे लाभे य भोगे य, उवभोगे वीरिए तहा । पंचविहमंतरायं, समासेण वियाहियं ॥
શબ્દાર્થ:- અંતરાય = અંતરાયકર્મ સમાસેળ = સંક્ષેપથી પંચવિહ્ન = પાંચ પ્રકારનું વિયાહિય = કહ્યું છે. વાળે = દાનાંતરાય નામે = લાભાંતરાય મોને= ભોગાંતરાય વોને = ઉપભોગાંતરાય વીRિણ = વીર્યંતરાય. ભાવાર્થ :- અંતરાયકર્મ પાંચ પ્રકારનું કહ્યું છે– (૧) દાનાંતરાય (૨) લાભાંતરાય (૩) ભોગાંતરાય (૪) ઉપભોગાંતરાય અને (૫) વીર્યંતરાય.
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં અંતરાયકર્મની પાંચ ઉત્તર પ્રકૃતિનું કથન છે.
જે કર્મ આત્માની દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય રૂપ શક્તિઓનો ઘાત કરે છે, તેને