________________
કર્મ પ્રકૃતિ
સ્ત્રીવેદ અને નપુંસકવેદ એમ ત્રણ ભેદ કરવામાં આવે તો (+૩) કુલ નવ ભેદ થાય છે.
થાય છે.
આ ૧+૯=૨૫ પ્રકૃતિઓના ઉદયથી જીવાત્માને ચારિત્રધર્મમાં અંતરાય અથવા સ્ખલના ઉત્પન્ન
પ્રકૃતિ બંધ : આયુષ્યકર્મ :
१२
णेरइयतिरिक्खाउं, मणुस्साउं तहेव य ।
देवाउयं चउत्थं तुं, आउकम्मं चउव्विहं ॥
૩૧
શબ્દાર્થ:- આડાં = આયુષ્યકર્મ પબ્લિÄ = ચાર પ્રકારનું છે ખેરન્ડ્સ = નરક-આયુષ્ય તિરિવાૐ = તિર્યંચ આયુષ્ય મળુસ્સાૐ = મનુષ્ય આયુષ્ય પત્થ = ચોથું દેવાડ – દેવ આયુષ્ય. ભાવાર્થ :- આયુષ્યકર્મના ચાર પ્રકાર છે– (૧) નરક આયુષ્ય, (૨) તિર્યંચ આયુષ્ય, (૩) મનુષ્ય આયુષ્ય અને (૪) દેવ આયુષ્યકર્મ.
વિવેચનઃ
પ્રસ્તુત ગાથામાં આયુષ્યકર્મની ચાર ઉત્તર પ્રકૃતિનું કથન છે.
જે કર્મના અસ્તિત્વથી પ્રાણી જીવિત રહે છે અને જેનો ક્ષય થાય ત્યારે પ્રાણી મૃત્યુ પામે છે તેને આયુષ્યકર્મ કહે છે. આયુષ્યકર્મની ઉત્તર પ્રકૃતિઓ ચાર છે– (૧) દેવાયુ (૨) મનુષ્યાયુ (૩) તિર્યંચાયુ (૪) નરકાયુ. પૂર્વજન્મમાં જીવ જેટલું આયુષ્ય બાંધીને આવ્યો હોય તેટલો કાલ જીવને તે તે ભવમાં રહેવું પડે છે. નરકગતિમાં રોકી રાખનાર કર્મ નરકાયુ છે. તે જ રીતે ચારે પ્રકારના આયુષ્ય સમજી લેવા જોઈએ. નામકર્મ:
१३
=
=
શબ્દાર્થ:- ગામમાંં = નામકર્મ સુહૈં - શુભ અસુરું = અશુભ હસ્સ = શુભ નામકર્મના અદૂભેયા – ઘણા ભેદો છે મેવ = એ જ રીતે અમુહસ્સ વિ = અશુભ નામકર્મના પણ ઘણા ભેદો છે. ભાવાર્થ:- નામકર્મના બે પ્રકાર છે– (૧) શુભ નામકર્મ (૨) અશુભ નામકર્મ. શુભ નામ કર્મના ઘણા ભેદ છે. આ જ રીતે અશુભ નામકર્મના પણ ઘણા ભેદ છે.
વિવેચનઃ
णामकम्मं तु दुविहं, सुहमसुहं च आहियं । सुहस्स उ बहूभेया, एमेव असुहस्स वि ॥
પ્રસ્તુત ગાથામાં નામકર્મની ઉત્તરપ્રકૃતિનું સંક્ષિપ્ત નિરૂપણ છે.
જે કર્મના પ્રભાવથી આ જીવાત્મા દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી આદિ નામોથી સંબોધિત થાય છે, તેને નામકર્મ કહે છે. તેના મુખ્ય બે ભેદ છે– શુભ નામકર્મ અને અશુભ નામકર્મ.
(૧) શુભનામ– જે નામકર્મના ઉદયથી શ્રેષ્ઠ શરીરની રચના થાય, સુંદર, મનોહર, સર્વજનોને પ્રિય શરીરાદિ પ્રાપ્ત થાય, તેને શુભ નામ કહે છે. (૨) અશુભનામ- જે નામ કર્મના ઉદયથી હીન, સર્વ જનોને અપ્રિય એવા શરીરાદિ પ્રાપ્ત થાય તેને અશુભનામ કર્મ કહે છે.