________________
[ ૩૨૦ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
મિથ્યાત્વ મોહનીય- જે કર્મના ઉદયથી આત્માને પદાર્થોનું યથાર્થ દર્શન ન થાય, પદાર્થોના સ્વરૂપને વિપરીતરૂપે જાણે, હિતને અહિત અને અહિતને હિત રૂપ સમજે, તે કર્મનું નામ મિથ્યાત્વ મોહનીય છે. મિથ્યાત્વ મોહનીય કર્મ અશુદ્ધ દલિક રૂ૫ છે.
મિશ્ર મોહનીય–જે કર્મના ઉદયથી આત્માને તત્ત્વ કે અતત્ત્વ બંને પ્રત્યે સમાન રીતે તત્ત્વ બુદ્ધિ થાય, જિનધર્મ કે અન્ય ધર્મોમાં સમાનતા લાગે, સર્વ ધર્મોને સત્યરૂપ સમજે, આ પ્રકારની મિશ્રાવસ્થા મિશ્રમોહનીય કર્મના ઉદયથી થાય છે. મિશ્રમોહનીય કર્મ મિથ્યાત્વ મોહનીય કર્મના શુદ્ધાશુદ્ધ દલિકરૂપ છે. ચારિત્રમોહનીય - આત્માના ચારિત્ર ગુણના વિઘાતક કર્મને ચારિત્ર મોહનીય કહે છે. જે કર્મના ઉદયથી આત્મા ચારિત્રના સુંદર ફળને જાણવા છતાં ચારિત્ર ગ્રહણ કરી શકતો નથી, ચારિત્ર વિષયક મૂઢતાને પ્રાપ્ત થઈ જાય તેનું નામ ચારિત્ર મોહનીય કર્મ છે. તેના બે પ્રકાર છે- કષાય ચારિત્ર મોહનીય અને નોકષાય ચારિત્ર મોહનીય.
કષાય ચારિત્ર મોહનીય– કષ એટલે સંસાર અને તેની આય એટલે પ્રાપ્તિ. જેના દ્વારા સંસારની પ્રાપ્તિ થાય તેને કષાય કહે છે; સંસારની પ્રાપ્તિરૂપ ભવભ્રમણના કારણને કષાય કહે છે. ક્રોધ, માન, માયા અને લોભ ચાર કષાય છે. જે કર્મના ઉદયથી જીવ, આ ચાર કષાયમય બની જાય છે, ક્રોધાદિ કષાય રૂપે જેનું વેદન થાય, તેને કષાય ચારિત્ર મોહનીયકર્મ કહે છે.
ક્રોધ, માન, માયા અને લોભ તે ચાર મૂળ કષાય છે. તે દરેકની તીવ્રતા, મંદતાના આધારે તેના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાનાવરણ અને સંજ્વલન, એમ ચાર-ચાર ભેદ થાય છે. જેમ કે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ; અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા અને લોભ; પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા અને લોભ; સંજ્વલન ક્રોધ, માન, માયા અને લોભ. આ રીતે કષાયના ૧૬ ભેદ થાય છે.
અનંતાનુબંધી કષાય-અનંત સંસારનો અનુબંધ કરાવનાર કષાય. જે કષાયની પરિણામ ધારાનો અંત દેખાતો નથી, જેની કોઈ સીમા કે મર્યાદા હોતી નથી તે અસીમ, અમર્યાદિત અંત વિનાના કષાયને અનંતાનુબંધી કહે છે. આ કષાયના પ્રભાવથી જીવાત્મા અનંતકાળ સુધી સંસારમાં ભ્રમણ કરતો રહે છે. તે આત્માના સમ્યત્વગુણની ઘાત કરે છે. અપ્રત્યાખ્યાન કષાય- જે કષાયના ઉદયથી જીવને કોઈ પણ પ્રકારના પ્રત્યાખ્યાનની પ્રાપ્તિ થતી નથી, તે અપ્રત્યાખ્યાન કષાય છે. પ્રત્યાખ્યાનવરણ કષાય- જે કષાયના ઉદયથી સર્વવિરતિરૂપ પ્રત્યાખ્યાન પ્રાપ્ત થઈ શકતા નથી, તેને પ્રત્યાખ્યાનાવરણ કષાય કહે છે. સંજવલન- જે કષાય આત્માને વારંવાર ક્ષણિકરૂપે સંજ્વલિત કરતો રહે છે, તેને સંજ્વલન કષાય કહે છે. તે કષાય, અનુકૂળ-પ્રતિકૂળ સંયોગ-વિયોગના પ્રસંગે મુનિઓને કિંચિત્માત્ર સંજ્વલિત કરે છે, તેને સંજ્વલન કષાય કહે છે તેમજ જે કષાયનો ઉદય યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિમાં બાધક થાય, તે સંજ્વલન કષાય છે.
નોકષાય ચારિત્ર મોહનીય– (૧) જે ભાવો ક્રોધાદિરૂપે ન દેખાતા છતાં સંસાર વર્ધક હોય છે, જે સ્વયં કષાયરૂપ ન હોય પરંતુ કષાયની ઉત્પત્તિમાં નિમિત્ત બને, કષાયના સહચારી હોય, તેને નોકષાય ચારિત્ર મોહનીય કહે છે. જેમ એક વ્યક્તિનું હાસ્ય બીજી વ્યક્તિના ક્રોધનું કારણ બને છે. હાસ્ય સ્વયં કષાય નથી પરંતુ હાસ્યના નિમિત્તથી ક્રોધ ઉત્પન્ન થાય છે, તેથી તેને નોકષાય કહે છે. (૨) જે મોહ, કષાયરૂપ નથી પણ કષાયથી ભિન્ન ચારિત્રમોહનીય કર્મનું જ એક રૂપ છે, તે નોકષાય ચારિત્રમોહ છે. સંક્ષેપમાં ચારિત્ર ગુણને આવરિત કરનાર કર્મના બે રૂપ છે- કષાય અને નોકષાય. નોકષાયના સાત અથવા નવ ભેદ છે– હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા અને વેદ, તે સાત ભેદ છે. વેદના પુરુષવેદ,