________________
| કર્મ પ્રકૃતિ
[ ૩૧૯ ]
શબ્દાર્થ:- સન્મત્ત = સમ્યકત્વ મોહનીય નિઋત્ત = મિથ્યાત્વ મોહનીય સમિચ્છd = સમ્યત્વ- મિથ્યાત્વ(મિશ્ર) મોહનીય, અથાગો = એ નિષિ = ત્રણ પડી = પ્રકૃતિઓ વલ = દર્શન મોકાસ = મોહનીયકર્મની છે. ભાવાર્થ-સમ્યકત્વમોહનીય, મિથ્યાત્વમોહનીય અને સમ્યકત્વ-મિથ્યાત્વમોહનીય (મિશ્રમોહનીય) આ ત્રણ દર્શન મોહનીયકર્મની પ્રકૃતિઓ છે. १० चरित्तमोहणं कम्म, दुविहं तु वियाहियं ।
कसायमोहणिज्जं तु, णोकसायं तहेव य ॥ શબ્દાર્થ - ચરિત્તનોર = ચારિત્ર-મોહનીય વિયાય = કહ્યું છે વાય-નોદળ= = કષાય-મોહનીય બોય = નોકષાય-મોહનીય. ભાવાર્થ - ચારિત્ર મોહનીયકર્મના બે પ્રકાર છે– (૧) કષાય મોહનીય અને (૨) નોકષાય મોહનીય. ११ सोलसविह भेएणं, कम्मं तु कसायजं ।
सत्तविहं णवविहं वा, कम्मं च णोकसायजं ॥ શબ્દાર્થ – વસાવેલું = કષાયજ, કષાય મોહનીય નીતિવિદ એપ = સોળ પ્રકારનું છે ગોવસાયન્ન = નોકષાય મોહનીય સત્તનાં = સાત પ્રકારનું વાવ = નવ પ્રકારનું છે. ભાવાર્થ - કષાયમોહનીય કર્મના સોળ ભેદ છે અને નોકષાય મોહનીય કર્મના સાત અથવા નવભેદ છે. વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં મોહનીયકર્મની મુખ્ય બે ઉત્તરપ્રકૃતિ અને તેના ભેદ-પ્રભેદનું નિરૂપણ છે. - જે કર્મ આત્માને મૂઢ બનાવે, આત્માના સમ્યકત્વ અને ચારિત્ર ગુણનો ઘાત કરે, તેને મોહનીયકર્મ કહે છે. જે રીતે મદિરાપાન કર્યું હોય, તે વ્યક્તિ પોતાનું ભાન ભૂલી જાય છે, હિતાહિતનો વિવેક ભૂલી જાય છે, તે રીતે મોહનીયકર્મના ઉદયે જીવ પણ હિતાહિતનો વિવેક ભૂલી જાય છે. તેના બે ભેદ છે– દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. દર્શનમોહનીય – તન્વાર્થ શ્રદ્ધાન અથવા તત્વની અભિરુચિને સમ્યગુદર્શન કહે છે; તેનો ઘાત કરનારા કર્મ, દર્શનમોહનીય કહેવાય છે. દર્શન મોહનીય કર્મના ત્રણ ભેદ છે
સમ્યકત્વ મોહનીય–જે કર્મના ઉદયથી આત્માને જીવાજીવાદિ પદાર્થોમાં શ્રદ્ધા હોય, તત્ત્વરૂચિ હોય પરંતુ તેમાં કંઈક મલિનતા હોય, તેને સમ્યકત્વ મોહનીય કહે છે. જે રીતે ચશમા આંખોને આવરણરૂપ હોવા છતાં જોવામાં પ્રતિબંધક થતા નથી. તે જ રીતે સમ્યકત્વ મોહનીય કર્મ આત્માના સમ્યગુ દર્શન ગુણના આવરણરૂપ હોવા છતાં, વિશુદ્ધ હોવાના કારણે તે તત્ત્વાર્થ શ્રદ્ધાનું વિઘાતક થતું નથી.
મોહનીયના ઉદયથી આત્માને ક્ષાયિક-સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી, તેમજ તેના પ્રભાવથી સમ્યકત્વમાં થોડી મલિનતા થાય છે, તેથી સૂક્ષ્મ તત્ત્વોની વિચારણા કરવામાં અનેક પ્રકારના સંશય થાય છે અને અલ્પ સમયમાં જ તે નષ્ટ થઈ જાય છે. મિથ્યાત્વ મોહનીય કર્મના શુદ્ધ થયેલા દલિકો જ સમ્યકત્વ મોહનીય કહેવાય છે.