________________
[ ૩૧૮ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
કહે છે. તે ગુણને આવરણ કરનાર કર્મ ચક્ષુદર્શનાવરણીય કર્મ કહેવાય છે. અશુદર્શનાવરણીયકર્મ- આંખ સિવાયની ચાર ઇન્દ્રિયો અને મનથી પદાર્થોનું સામાન્ય બોધ રૂપે જે પરોક્ષ દર્શન થાય તેને અચક્ષુદર્શન કહે છે. તેનું આવરણ કરનાર કર્મ અચક્ષુદર્શનાવરણીય કર્મ કહેવાય છે. અવધિદર્શનાવરણીયકર્મઇન્દ્રિય અને મનની સહાયતા વિના અવધિ દર્શનના વિષયભૂત રૂપી પદાર્થોનું સામાન્ય બોધ રૂપ દર્શન થાય, તેને અવધિદર્શન કહે છે. તેને આવરણ કરનાર કર્મને અવધિદર્શનાવરણીય કર્મ કહેવાય છે. કેવળ દર્શનાવરણીય– સંસારના રૂપી અને અરૂપી સંપૂર્ણ પદાર્થોનું સામાન્ય બોધ રૂપે દર્શન થાય, તેને કેવળ દર્શન કહે છે. તેને આવરણ કરનારું કર્મ કેવળદર્શનાવરણીય કર્મ કહેવાય છે. પ્રકૃતિ બંધઃ વેદનીયકર્મ:
वेयणीयं पि च दुविहं, सायमसायं च आहियं ।
सायस्स उ बहू भेया, एमेव असायस्स वि ॥ શબ્દાર્થ-વેચળવં = વેદનીયકર્મકાર્ય = શાતા અસાચું = અશાતા વિ૬ = બે પ્રકારનું આદિ = કહ્યું છે સાયર્સ = શાતા વેદનીયના વહુએ ઘણા ભેદ છે અને એ જ રીતે માસ વિ= અશાતા વેદનીયના પણ ઘણા ભેદ છે. ભાવાર્થ :- વેદનીય કર્મના બે પ્રકાર છે– (૧) શાતાવેદનીય (૨) અશાતાવેદનીય. શતાવેદનીયના અનેક ભેદ છે, આ જ રીતે અશાતાવેદનીયના પણ અનેક ભેદ છે. વિવેચન:
પ્રસ્તુત ગાથામાં વેદનીયકર્મની બે ઉત્તરપ્રકૃતિનું નિરૂપણ છે.
જે કર્મ આત્માને ભૌતિક સુખ-દુઃખનું વેદન કરાવે તે વેદનીયકર્મ છે. તેના બે ભેદ છે– (૧) જે કર્મના ઉદયથી જીવાત્માને પાંચે ય ઇન્દ્રિય વિષય સંબંધી સુખની તેમજ શારીરિક, માનસિક કે સાંયોગિક સર્વ પ્રકારની અનુકુળતાની પ્રાપ્તિ થાય તે શાતા વેદનીય કર્મ છે અને (૨) જે કર્મના ઉદયથી જીવાત્માને ઇષ્ટ વિયોગ અને અનિષ્ટ સંયોગનું દુઃખ અનુભવવું પડે તેમજ શારીરિક, માનસિક, સાંયોગિક સર્વ પ્રકારની પ્રતિકૂળતાની પ્રાપ્તિ થાય, તે અશાતાવેદનીય કર્મ છે. પ્રકૃતિ બંધઃ મોહનીસકર્મ- मोहणिज्जं पि दुविहं, सणे चरणे तहा ।
दसणे तिविहं वुत्तं, चरणे दुविहं भवे ॥ શબ્દાર્થ - મોદi = મોહનીયકર્મ પણ હંસ = દર્શન મોહનીય વર = ચારિત્ર મોહનીય વિદ = ત્રણ પ્રકારનું તુવ = બે પ્રકારનું ગુd = કહ્યું છે અને હોય છે. ભાવાર્થ - મોહનીય કર્મના બે ભેદ છે– (૧) દર્શનમોહનીય (૨) ચારિત્રમોહનીય. દર્શનમોહનીયના ત્રણ અને ચારિત્ર મોહનીયના બે ભેદ છે.
सम्मत्तं चेव मिच्छत्तं, सम्मामिच्छत्तमेव य । एयाओ तिण्णि पयडीओ, मोहणिज्जस्स दसणे ॥