SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ | કર્મ પ્રકૃતિ [ ૩૧૭ ] ૬ લયબદ્ધતા આદિ જાળવી રાખવા માટે આ ક્રમનો વ્યુત્કમ થયો હોય, તે પણ સંભવિત છે. પ્રકૃતિ બંધઃ દર્શનાવરણીયકર્મ - णिद्दा तहेव पयला, णिहाणिद्दा पयलपयला य । तत्तो य थीणगिद्धी उ, पंचमा होइ णायव्वा ॥ चक्खुमचक्टुं ओहिस्स, दंसणे केवले य आवरणे । __ एवं तु णवविगप्पं, णायव्वं दसणावरणं ॥ શબ્દાર્થ -fણા = નિદ્રાણિ = નિદ્રા નિદ્રા પથના = પ્રચલા પવનપથના = પ્રચલાપ્રચલા તો = ત્યાર પછી થીfક્કી = ત્યાનગૃદ્ધિ હોદ્દ = છે ગાયબ્બા = જાણવી જોઈએ જહુ = ચક્ષનું અવનવું = અચક્ષુનું હિત = અવધિનું સેવને વંસને આવરને = કેવળ દર્શનનું આવરણ કરનાર પર્વ તુ = આ પ્રકારે વલણ વરખ = દર્શનાવરણીય પવવા = નવ પ્રકારનું. ભાવાર્થ:- નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા અને ત્યાનગુદ્ધિ; આ પાંચ પ્રકારની નિદ્રા જાણવી જોઈએ. ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવરણ અને કેવળદર્શનાવરણ, તે ચાર અને પૂર્વોક્ત પાંચ નિદ્રા, આ રીતે દર્શનાવરણીય કર્મના નવ ભેદ જાણવા જોઈએ. // પ-૬ો. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં દર્શનાવરણીયકર્મની નવ ઉત્તર પ્રવૃતિઓનો નામોલ્લેખ છે. આત્માના દર્શનગુણને અર્થાતુ સામાન્ય બોધને આવરિત કરનાર કર્મને દર્શનાવરણીય કર્મ કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં સર્વત્ર જ્ઞાન માટે ગાડુ- જાણવું અને દર્શન માટે પાસ – દેખવું જોવું, શબ્દ પ્રયોગ જોવા મળે છે. જાણવું એટલે વસ્તુનો વિશેષ રૂપે બોધ થવો અને દેખવું-જોવું એટલે વસ્તુનો સામાન્ય રૂપે બોધ થવો. લોકભાષામાં આંખથી દેખાય તેના માટે દેખવું, જોવું શબ્દ પ્રયોગ થાય છે પરંતુ આગમમાં પાસ દેખવું-જોવું શબ્દ પ્રયોગ હોય, ત્યાં વસ્તુનું દર્શન એટલે સામાન્ય બોધ થવો, તેવો અર્થ સમજવો. પ્રસ્તુત બે ગાથામાં દર્શનાવરણીય કર્મની ઉત્તરપ્રકૃતિઓનું કથન તેના બે વિભાગ કરીને સ્પષ્ટ કર્યું છે. જેમાં નિદ્રા આદિ પાંચ ભેદ ઉદયરૂપે દર્શન ગુણનો વિઘાત કરે છે અને શેષ ચાર ભેદ ચક્ષુ આદિના આવરણરૂપે દર્શન ગુણનો વિઘાત કરે છે. આ રીતે દર્શનાવરણીય કર્મની પ+ ૪ = ૯ પ્રકૃતિ છે. નિદ્રા આદિ પાંચ કર્મ પ્રકતિઃ- જે કર્મના ઉદયથી જીવ સખપૂર્વક સવે અને સખપુર્વક જાગી જાય તે નિદ્રા છે. જે કર્મના ઉદયથી જીવને મુશ્કેલીથી ઊંઘ આવે અને મુશ્કેલીથી જાગે તે નિદ્રાનિદ્રા છે. જે કર્મના ઉદયથી જીવને બેઠા-બેઠા કે ઊભા-ઊભા પણ ઊંઘ આવી જાય તે પ્રચલાનિદ્રા છે. જે કર્મના ઉદયથી જીવને ચાલતાં-ચાલતાં પણ ઊંઘ આવી જાય, તે પ્રચલાખચલાનિદ્રા છે. જે કર્મના ઉદયથી જીવ દિવસે ચિંતવેલું કાર્ય રાત્રે ઊંઘમાં કરી લે, તેવી ગાઢતમ નિદ્રા ત્યાનગુલિનિદ્રા કહેવાય છે. તેવી ગાઢ નિદ્રામાં જીવને ઉત્કૃષ્ટ વાસુદેવનું અર્ધબળ આવી જાય છે, જઘન્ય અને મધ્યમ બળમાં અનેક પ્રકારે હીનાધિકતા હોય છે. આ રીતે પાંચ પ્રકારની નિદ્રામાં આત્મા ક્રમશઃ ગાઢ, ગાઢતર અને ગાઢતમ બેભાન થતો જાય છે. પાંચ પ્રકારની નિદ્રામાં આત્માના દર્શન ગુણ અવરુદ્ધ થઈ જાય છે. તેથી તેનો સમાવેશ દર્શનાવરણીય કર્મમાં થાય છે. ચક્ષુદર્શનાવરણીયકર્મ– ચક્ષુ દ્વારા ચક્ષુ વિષયગત પદાર્થોનું સામાન્ય બોધ રૂપ દર્શન થાય તેને ચક્ષુદર્શન
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy