________________
ની પૂર્ણ તૈયારી
ભવને એળે ગુમાવી દેવો નથી. હું સુખી નથી, સુખાભાસમાં રમી રહ્યો છું, સ્નેહપાસથી બંધાઈ રહ્યો છું. આવો વિચાર કરી તેમને મળેલી પોયણા સમી આંખોને બંધ કરી આત્મદર્શન કર્યું એવા સમુદ્રપાળ, ચંપાનગરીના રહેવાસી, રૂપિણી દેવીના ભરથાર, વૈરાગી બની, સંસારનો સર્વથા ત્યાગ કરી, સંસાર સાગરમાં પોતાની સંયમ અને તપની પાળ બાંધી, સંવરભાવમાં આવી સર્વવિરતિમય બની ગયા અને મોક્ષ પ્રાપ્ત કર્યો, તેનું સુંદર ચિત્ર રજૂ કરતું એકવીસમું અધ્યયન, તેની ૨૪ ગાથા વાંચી તૃપ્ત થાઓ. * બીજી કળાના પ્રકાશે દશ્ય બીજું દષ્ટિગોચર થાય છે. તે દશ્યમાં એક સાધકની દષ્ટિ ઉન્મિલીત નેત્રવાળી, સમાધિભાવમાં તલ્લીન આત્મદર્શન કરવા માટે નિર્જન સ્થાન, રૈવતગિરિનો અડોલપહાડ, તેમાં એક ગુફા, તેની અંદર આસીન થયેલી શાંત મુદ્રા,ચિત્તની નિર્મળતા, એકાગ્રતા, જ્ઞાનનો ગુંજારવ, સ્વરૂપદશા પ્રગટે તેવી સ્વાધ્યાયની અર્થપોરસી- શાસ્ત્રના અર્થ ચિંતનનો સમય, હાથ-પગ અને ઇન્દ્રિયનો સંયમ, ભાવનાથી ભીંજાઈ રહેલું હદયકમળ, ઊંડાણમાં ઉતરવાની પ્રયત્નપૂર્વકની પૂર્ણ તૈયારી હોવા છતાંય કર્મનું ઘમસાણ ભજવતી વેદમોહનીય કર્મની પ્રકૃતિ ઉદયમાં આવી. તેમણે વાસનાને મોકલી, વાસના અંતરંગમાંથી ઉઠીને ઉપાસના કરી રહેલા મુનિરાજ પાસે આવીને કહે છે. ઊઠ, ઊભો થા, કેવું સુંદરરૂપ, લાવણ્યમય કાયાવાળી કોમલાંગી સ્ત્રી તારી સન્મુખ આવી છે. ચાલ, તેના લચીલા અવયવો તને દેખાડું, અંધારી ગુફાનો ઝળહળાટ જોઈ લે, પછી કરજે તારી ચેતના દેવી પાસે જવાની તૈયારી, હું જો ! તારી આંખમાં બેસી જાઉં છું. બેસી ગઈ ! બેસી જઈને વાસનાએ નિર્મળનેત્રને રાજસી ભાવનાથી રંગી દીધા, લાલ બનાવી દીધા. અર્ધખુલ્લા નેત્ર પૂરાં ખૂલી ગયા અને વાસનાએ સંસારનું દશ્ય દેખાયું. મુનિરાજનો કાયોત્સર્ગ તૂટી ગયો, કાયાની માયા લાગી, ઇન્દ્રિયના ગુલામ બન્યા, ઊભા થઈ બેશરમ બની પેલી દેખાતી, વરસાદથી ભીંજાયેલી, રમણીય નાજુક કાયાવાળી રત્નત્રયારાધિકા રાજેમતી સાધ્વીની સામે આવી ઊભા રહ્યા. કામાસક્ત મહાપુરુષે દીનતાપૂર્વક ભોગની ભીખ માંગી પરંતુ લીલવિલાસના ભોગથી ખરડાયેલા ભિક્ષાપાત્રના એકાએક-અચાનક વાગ્ગાણે ચૂરેચૂરા કરી નાખ્યાં, મુનિરાજે ઉપર જોયું ત્યાં દેખાણી પેલી ચારિત્રશીલા જાજ્વલ્યમાન સાધ્વી, તેના મુખકમળમાંથી બાણ છૂટીને આવ્યું હતું. મુનિરાજ સાવધાન બની ગયા, સમજી ગયા અને સમાઈ ગયા સ્વરૂપમાં ! રથનેમિના સંયમરથના બ્રહ્મચર્ય અને તારૂપી બને ચક્ર જુદા પડી ગયા હતાં, તે પાછા એક ધરીમાં વ્યવસ્થિત ગોઠવાઈ ગયા. ધન્ય હો મહાપુરુષ રથનેમિને ! અને તેના રથના ચક્રોને ધરી ઉપર ગોઠવી દેનારી આર્યા રાજેમતીજીને! યદુકુલ ભૂષણ શિવાદેવી એવ સમુદ્રવિજયના નંદન, જેઓ પશુના પોકાર સાંભળી લગ્નના માંડવડેથી પાછા ફર્યા હતા. તેવા નેમનાથના પગલે-પગલે ચાલી
કરીને કહે છે. ઊંટ ની અંતરંગમાંથી હાથ કર્મની પ્રકૃતિ