________________
સંભૂતિ, ઈક્ષુકાર, ચક્રવર્તીઓ, મૃગાપુત્ર, અનાથી મુનિના ચરિત્રો દર્શાવ્યા છે.
આ રીતે શબ્દાર્થ, ભાવાર્થ, વિવેચન સહિત પ્રથમ ભાગ પૂર્ણ કર્યો. હવે એકવીસમા અધ્યયનથી શરૂ થતો આ બીજો ભાગ સોળેકળાએ ખીલેલા શરદઋતુના ચંદ્ર સમો ઉપસ્થિત થાય છે. તેની ચાંદની જ્યાં-જ્યાં રેલાશે, જે જે વસ્તુઓ પર પડશે, તે તે વસ્તુને પ્રકાશિત કરશે. પોતે પણ પ્રકાશિત થશે અને બીજાને પણ પ્રકાશિત કરશે.
જૈન શાસનરૂપ નિર્મળ આકાશમાં સર્વજ્ઞ, સર્વદર્શી જિનેશ્વરરૂપ ચંદ્રની જ્યોત્સ્ના રેલાઈ રહી છે. ગણધરાદિ સ્થવિર ભગવંતોએ તે જ્યોત્સ્નાની શીતલધારાને ઝીલી હ્રદયરૂપ ધરતીને ધવલિત કરી છે, તેમની પાસેથી તે જ્યોત્સ્ના વહેતી વહેતી આપણી સમક્ષ આવી અને આજે આ ગ્રંથરૂપે પ્રગટ થઈ રહી છે. તેના માધ્યમે આપણે પણ જ્યોત્સ્નાને ઝીલી, હૃદયને નિર્મળ અને ધવલિત બનાવાનું છે. તો હવે નિહાળીએ સોળે કળાની જ્યોત્સનાના પ્રકાશને !
★
પ્રથમકળાના પ્રકાશથી માનો કે ધરતી પ્રકાશિત બની છે. જગતને નિહાળવા
એક મહેલની બારી ખુલ્લે છે. પાંચે ય ઇન્દ્રિયના ભોગ ભોગવી પરિતૃપ્ત થયેલો ભોગી પુરુષ પોતાને ધન્યભાગી માની રહ્યો છે, હું કેવો શક્તિશાળી અને સમર્થ છું કે મારી ઇચ્છાનુસાર સઘળું પ્રાપ્ત કરી શકું છું. આવો સુખી બીજો કોઈ છે કે નહીં ? તે જોવા સ્વને મળેલી મહામૂલી કાળી ભ્રમરસમી પારદર્શક કીકીઓનું રક્ષણ કરનાર(પાંપણ) પક્ષ્મલને ખોલી, રાજપથ પર ફેલાવી, પ્રથમ નજરે જ કરુણ દશ્ય નિહાળ્યું. દશ્ય વિચિત્ર હતું, અજાયબી પમાડે તેવું હતું, છતાં વ્યાજબી ભાવો દેખાડે તેવું હતું. બે કીકીએ કમાલ કરી. હટ્ટો-કટ્ટો માનવ, શરીરના આકારમાં અમે બન્ને સરખા. હું રાજમહેલમાં પલંગ ઉપર અને પેલો અવળા ગધેડા ઉપર, મેં સોનાની માળા પહેરી છે અને પેલાએ લાલ કરેણની માળા પહેરી છે, મારે ત્યાં બત્રીસ બદ્ઘ નાટક સહિત વાજિંત્ર વાગી રહ્યા છે અને તેની આસપાસ અનેક લોકોની વચ્ચે ફૂટેલો ઢોલ વાગી રહ્યો છે. પેલાની આંખો દયામણી છે, છોડાવો, છોડાવોની આરજૂ કરી રહી છે, રાજપુરુષોએ તેને સાંકળથી બાંધ્યો છે અને છૂટી ન શકે તેના માટે પોલીસો તેની આસપાસ ફરે છે. તેને વધ્ય સ્થાને લઈ જઈ રહ્યા છે, હજારો લોકો નિહાળે છે પણ પેલા અપરાધીને કોઈ છોડાવી શકતું નથી, તે શૂળીથી સોંસરવો વિંધાઈ જશે. અહાહા.... આવા સુંદર શરીરની વેદના કેવી અસહ્ય અને મર્મકારી હશે. લોહી-માંસ છૂટા પડી જશે, પરિવાર માટે કરેલા કાવાદાવાનો ભોગ બની બિચારો એકલો ચાલ્યો જશે ! હું પણ એવા જ સંજોગોમાં બંધાયેલો છું ને ! તેના એક ગુન્હાનું ફળ આવું ભયંકર છે તો બાકીના ગુન્હાને ભોગવવા ક્યાં જવું પડશે ? તેના ફળ કેવા ભયંકર હશે ? ત્રાહી-ત્રાહીમામ્ પોકારી જવાશે ? નહીં... નહીં મારે આ
30