________________
પ્રમાદસ્થાન
[ ૩૧૧ ]
સમાધિથી યુક્ત થઈને, આયુષ્યકર્મ અને ઉપલક્ષણથી વેદનીય, નામ અને ગોત્ર કર્મનો ક્ષય કરીને પરમ વિશુદ્ધ મોક્ષપદ પામે છે. કર્મજન્ય જે દુઃખો સંસારી જીવોને નિરંતર પીડા આપે છે, તેનો મોક્ષગામી જીવાત્માને કિંચિત્ માત્ર સ્પર્શ થતો નથી; તે નિરાબાધ સુખને પામી કૃતાર્થ થઈ જાય છે. ઉપસંહાર:000 अणाइकालप्पभवस्स एसो, सव्वस्स दुक्खस्स पमोक्खमग्गो ।
वियाहिओ जं समुविच्च सत्ता, कमेण अच्चंतसुही भवंति ।। त्ति बेमि ॥ શબ્દાર્થ - ગદ્દાખમવર્સ = અનાદિકાલથી ઉત્પન્ન થયેલા સવ્વસ = સમસ્ત સુરક્ષ = દુઃખોથી પમોજેમો = પ્રમોક્ષ માર્ગ, છુટકારો મેળવવાનો માર્ગ નિયાદિ = કહ્યો સવિશ્વ = સમ્યક્ પ્રકારે સ્વીકાર કરવાથી સત્તા = સત્ત્વ, જીવ મેપ = ક્રમથી અવંતસુદ = અત્યંત સુખી, અવંતિ= થઈ જાય છે. ભાવાર્થ – અનાદિકાળથી ઉત્પન્ન થતા સમસ્ત દુઃખોથી મુક્ત થવાનો આ મોક્ષ માર્ગ, જ્ઞાનીઓએ કહ્યો છે. તેનો સમ્યક્ પ્રકારે સ્વીકાર કરવાથી જીવ ક્રમશઃ અત્યંત સુખી થાય છે. વિવેચનઃ
અધ્યયનના પ્રારંભમાં સૂત્રકારે સમૂળ દુઃખોથી મુક્તિનો ઉપાય બતાવવાની પ્રતિજ્ઞા કરી છે. તદનુસાર વિષયનું નિરૂપણ કરીને આ અંતિમ ગાથામાં ઉપસંહાર કર્યો છે.
વિષયોથી વિરક્તિ, તે જ અનાદિકાલીન દુઃખ પરંપરાથી મુક્ત થવાનો માર્ગ છે. જે જીવ આ માર્ગનું અનુસરણ કરે છે, તે સદાને માટે દુઃખોથી રહિત પરમ-આનંદરૂપ મોક્ષપદ મેળવે છે. પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠા મનનો નિગ્રહ કરવો, પ્રમાદ રહિત થઈને પાંચ મહાવ્રતોનું પાલન કરવું તથા જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના કરવી, તે મોક્ષમાર્ગનો સંક્ષિપ્ત ક્રમ છે, તેનું અનુસરણ કરવું પ્રત્યેક ભવ્ય જીવને માટે પરમ આવશ્યક છે.
A બત્રીસમું અધ્યયન સંપૂર્ણ