________________
૩૧૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
તેત્રીસમું અધ્યયન ક૩૯ 8 8 8 8 8 8 8 8 8 8:
પરિચય
:
પ્રસ્તુત અધ્યયનમાં ચાર પ્રકારના કર્મબંધનું વર્ણન હોવાથી તેનું કર્મપ્રકતિ નામ સાર્થક છે. સમસ્ત સંસારી જીવોનું પ્રવર્તન કર્મોથી જ થાય છે. તેથી કર્મોનો સભાવ, તે સંસાર છે અને કર્મોનો અભાવ તે મુક્તિ-સિદ્ધાવસ્થા છે. જીવના સંસાર પરિભ્રમણનું મૂળભૂત કારણ કર્મ છે. તેથી અધ્યાત્મ સાધના કરનાર સાધકોને માટે કર્મનો સિદ્ધાંત અને કર્મબંધની પ્રક્રિયાને જાણવી અત્યંત જરૂરી બની જાય છે. કર્મબંધના મૂળ કારણ કષાય અને યોગ છે. તેના નિમિત્તથી જીવ કર્મદલિકોને ગ્રહણ કરીને આત્માની સાથે એકમેક કરે છે, તે જ કર્મબંધ કહેવાય છે. તે કર્મબંધ ચાર પ્રકારે થાય છે– (૧) પ્રકૃતિબંધ (૨) સ્થિતિ બંધ (૩) અનુભાગ બંધ (૪) પ્રદેશ બંધ. પ્રકૃતિ બંધ - કર્મોનો સ્વભાવ નિશ્ચિત થાય તેને પ્રકૃતિ બંધ કહે છે. જેમ કે– જ્ઞાનને આવૃત્ત કરવું, દર્શન આવૃત્ત કરવું આદિ. સ્થિતિ બંધઃ- કર્મોની આત્મા સાથે રહેવાની કાળ મર્યાદા નિશ્ચિત થાય, તેને સ્થિતિ બંધ કહે છે. પ્રત્યેક કર્મોનો સ્થિતિબંધ જુદા-જુદો હોય છે. મોહનીયકર્મની સ્થિતિ સર્વથી અધિક એટલે ઉત્કૃષ્ટ સિત્તેર ક્રોડાકોડી સાગરોપમની છે. અનુભાગ બંધઃ- કર્મોની તીવ્ર અથવા મંદ ભાવે ફળ આપવાની શક્તિનિશ્ચિત થાય તેને અનુભાગ બંધ કહે છે. અનુભાગ બંધને રસબંધ પણ કહે છે. પ્રદેશ બંધઃ- આત્માના પ્રદેશો સાથે કર્મ પરમાણુઓ(કર્મદલિકો)નો જે બંધ થાય છે, તેને પ્રદેશ બધ કહે છે. આ ચાર પ્રકારના બંધમાં પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ યોગના આધારે તથા સ્થિતિબંધ અને અનુભાગબંધ કષાયના આધારે નિશ્ચિત થાય છે. કર્મોના ઉદય સમયે પ્રકૃતિબંધ આત્માના ગુણને આવૃત્ત કરે છે. સ્થિતિબંધ-કર્મ પ્રકૃતિ અનુસાર નિયત કાળ સુધી ફળ આપે છે. અનુભાગ બંધ-કર્મ પ્રકૃતિ અનુસાર તીવ્ર અથવા મદરૂપે ફળ આપે છે. અર્થાત્ અનુભાગ બંધ પ્રમાણે જીવ સુખ અને દુઃખનો અનુભવ કરે છે. પ્રદેશબંધ-આત્મ પ્રદેશોમાં કર્મ પુદ્ગલોનો અનુભવ કરાવે છે. આઠ કર્મોની ઉત્તર પ્રકતિ :- પ્રસ્તુત અધ્યયનમાં કર્મોની ઉત્તર પ્રવૃતિઓ આ કહી છેજ્ઞાનાવરણીય કર્મની–૫, દર્શનાવરણીય કર્મની–૯, વેદનીય કર્મની–૨, મોહનીય કર્મની–૨૮, (જેમાં દર્શન મોહનીયની-૩, કષાયમોહનીયની–૧૬ અને નોકષાય મોહનીયની–૯, કુલ મળીને મોહનીયની ૩ + ૧૬ + ૯ = ૨૮ ઉત્તર પ્રવૃતિઓ છે.) આયુષ્ય કર્મની-૪, નામકર્મની-૨, ગોત્રકર્મની-૧૬ અને અંતરાય કર્મની-૫, એમ કુલ ૭૧ ઉત્તર પ્રવૃતિઓ છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ૨૩મા પદમાં આઠ કર્મોની ૧૪૮ ઉત્તર પ્રવૃતિઓનું વર્ણન છે અને ત્યાં તે દરેક પ્રકૃતિની ભિન્ન-ભિન્ન સ્થિતિ દર્શાવી છે. પ્રસ્તુત અધ્યયનમાં મૂળ આઠ કર્મોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિનું કથન છે. જીવ કર્મબંધની પ્રક્રિયાને જાણીને સંવરની સાધના કરે, તે જ આ અધ્યયનનું પ્રયોજન છે. જે