________________
૩૦૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
'રો
અને ઉપયોગમાં તથા વ્યય અને વિયોગમાં તે અનુરાગી જીવને સુખ ક્યાંથી હોય? તેને પદાર્થના ઉપભોગ કાળમાં પણ અતૃપ્તિનું દુઃખ જ હોય છે.
भावे अतित्ते य परिग्गहम्मि, सत्तोवसत्तो ण उवेइ तुह्रि ।
__अतुट्ठिदोसेण दुही परस्स, लोभाविले आययई अदत्तं ॥ ભાવાર્થ - ભાવના(વિષય)માં અતૃપ્ત અને તેના પરિગ્રહમાં અત્યંત આસક્ત પુરુષને ક્યારે ય સંતોષ પ્રાપ્ત થતો નથી. અસંતોષના દોષથી દુઃખી અને લોભથી વ્યાકુળ બનીને અન્યના(ભાવવિષયક) પદાર્થોની ચોરી કરે છે.
तण्हाभिमूयस्स अदत्तहारिणो, भावे अतित्तस्स परिग्गहे य ।
__ मायामुस वड्डइ लोभदोसा, तत्थावि दुक्खा ण विमुच्चइ से ॥ ભાવાર્થ - તૃષ્ણાથી વ્યાપ્ત, ચોરી કરનાર, ભાવમાં એટલે વિષય-વિકારમાં અતૃપ્ત અને પરિગ્રહમાં મૂચ્છિત પુરુષ લોભના દોષથી માયા અને મૃષાવાદની વૃદ્ધિ કરે છે, તો પણ તે દુઃખથી મુક્ત થતો નથી.
मोसस्स पच्छा च पुरत्थओ य, पओगकाले य दुही दुरते ।
एवं अदत्ताणि समाययतो, भावे अतित्तो दुहिओ अणिस्सो ॥ ભાવાર્થ - અસત્ય ભાષણ પૂર્વે અને પછી તથા અસત્ય ભાષણ સમયે, વિષય-વિકારને વશીભૂત તે પ્રાણી દુઃખી થાય છે. તેનો અંત પણ દુઃખમય હોય છે. આ પ્રકારે અદત્ત ગ્રહણ કરીને ભાવથી અતપ્ત વ્યક્તિ દુઃખી અને અસહાય થઈ જાય છે.
भावाणुरत्तस्स णरस्स एवं, कत्तो सुहं होज्ज कयाइ किंचि ।
तत्थोवभोगे वि किलेसदुक्खं, णिव्वत्तइ जस्स कएण दुक्ख ॥ ભાવાર્થ :- આ રીતે મનોજ્ઞ વિષય-વિકારમાં અનુરક્ત રહેનાર પુરુષને ક્યારે ય પણ કિંચિત્ માત્ર સુખની પ્રાપ્તિ ક્યાંથી થાય? તે વ્યક્તિ તત્સંબંધી પદાર્થોને મેળવવામાં અપાર કષ્ટ ઉઠાવે છે અને તેના ઉપભોગમાં પણ ક્લેશ અને દુઃખ પામે છે. - एमेव भावम्मि गओ पओसं, उवेइ दुक्खोह परंपराओ ।
पदुट्ठचित्तो य चिणाइ कम्म, जं से पुणो होइ दुहं विवागे ॥ ભાવાર્થ:- આ જ રીતે અમનોજ્ઞ ભાવ પ્રત્યે દ્વેષ રાખનાર વ્યક્તિ ઉત્તરોત્તર વિવિધ દુઃખોની પરંપરા પ્રાપ્ત કરે છે. ટ્રેષયુક્ત ચિત્તથી તે જે કર્મોનો સંચય કરે છે, તે જ કર્મ વિપાક સમયે તેના માટે દુઃખરૂપ થાય છે. २० भावे विरत्तो मणुओ विसोगो, एएण दुक्खोह परंपरेण ।
ण लिप्पइ भवमझे वि संतो, जलेण वा पोक्खरिणी पलासं ॥ ભાવાર્થ :- જેમ જળમાં રહેવા છતાં પણ કમળપત્ર જળથી લિપ્ત થતું નથી તેમ મનોજ્ઞ-અમનોજ્ઞ ભાવના વિષયમાં વિરક્ત પુરુષ શોક રહિત થઈ જાય છે તથા તે સંસારમાં રહેવા છતાં પણ ઉપરોક્ત ભાવ વિષયક એટલે વિષય-વિકાર સંબંધી દુઃખોની પરંપરાથી લિપ્ત થતા નથી.