________________
પ્રમાદસ્થાન
૩૦૫
વિવેચન : -
પાંચ ઇન્દ્રિયવિજયના નિરૂપણમાં ક્રમશઃ પાંચે ઇન્દ્રિયોના વિષયોની આસક્તિના પરિણામનું વર્ણન કર્યા પછી પ્રસ્તુત તેર ગાથાઓમાં સૂત્રકારે મનોવિજય માટે મનોગત વિચારોથી ઉત્પન્ન થતા દોષોની પરંપરાનું વિશ્લેષણ કર્યું છે.
જે રીતે શ્રોતેન્દ્રિયનો વિષય શબ્દ છે. તે રીતે નોઇન્દ્રિયનો–મનનો વિષય ભાવ છે. મન ભાવને ગ્રહણ કરનાર “ગ્રાહક છે અને ભાવ મન દ્વારા ગ્રહણ થાય છે, તેથી તે “ગ્રાહ્ય છે. આ રીતે મન અને ભાવને ગ્રાહ્ય-ગ્રાહક ભાવ સંબંધ છે.
પાંચે ય ઇન્દ્રિયો પોત-પોતાના વિષયમાં આસક્ત બને, ત્યારે તેમાં મનોભાવ હોય જ છે. મનોભાવ વિના કોઈ પણ વિષયમાં તલ્લીનતા કે ગૃદ્ધિ થતી નથી. તેમ છતાં પ્રસ્તુત ગાથાઓમાં શાસ્ત્રકારે પાંચ ઇન્દ્રિયોના વિષય પછી મનોવિકારરૂપે વિષયવાસનાનું સ્વતંત્ર રીતે કથન કર્યું છે અને કામભોગના કે સ્ત્રી સહવાસની આસક્તિના કટુ ફળનું વિશ્લેષણ કર્યું છે. રVIકરે વામકુળ કે વરેણુમાવહિપ ૩ ના - મદોન્મત્ત બનેલો હાથી કોઈ હાથણીને જોઈને વધુ ઉન્મત્ત બની તે હાથણીને મેળવવા ચારે બાજુ દોડે છે અને ક્યારેક ખાડા આદિમાં પડી જાય, ત્યારે રાજસેવકોના હાથે પકડાઈ જાય અને ક્યારેક વિનાશને પામે છે. અહીં હાથીનો હાથણી પ્રત્યે મોહભાવ જ પ્રધાન છે. તેથી સૂત્રકારે ભાવની વૃદ્ધિના પરિણામમાં તે દષ્ટાંત આપ્યું છે.
આ જ રીતે માનવ પણ વિષય વિકારના ભાવોમાં આસક્ત થઈને આ ભવમાં જ કેટલાય પ્રકારની દુર્દશાને પ્રાપ્ત કરે છે, તેમજ તે વિવિધ પ્રકારે જીવ હિંસા કરે, જૂઠું બોલે, ચોરી કરે, ચીજ વસ્તુઓ ભેગી કરે, રાગ-દ્વેષ, ક્લેશ, વૈર-વિરોધ આદિ અનેક દોષોનું સેવન કરે છે.
તેના પરિણામે આ ભવમાં આકુળતા-વ્યાકુળતાથી ચિત્ત સમાધિનો ભંગ કરે છે. અનંત કર્મોનો બંધ કરી તેના પરિણામે ભવોભવમાં દુઃખ પામે છે અને અનંત જન્મ-મરણની પરંપરાને વધારે છે. આ રીતે વિષય-વિકારરૂપ ભાવની વૃદ્ધિ જીવના અધઃપતનનું કારણ બને છે. - જે વ્યક્તિ વિષય વિકારના ભાવોથી દૂર રહે છે, વિરક્ત રહે છે, નવાવાડ સહિત બ્રહ્મચર્યના પાલન કરીને શુદ્ધ અને પવિત્ર થાય છે, ત્યાર પછી વિભાવ દશામાં ક્યારે ય ફસાતો નથી પરંતુ નિર્વિકાર મનોદશાને પ્રાપ્ત કરે છે તે સાધક સર્વ દુઃખોથી મુક્ત થાય છે.
આ રીતે શાસ્ત્રકારે રૂ૫, શબ્દ, ગંધ, રસ અને સ્પર્શ તથા વિષય વાસના, આ છ પ્રકારના વિષયોને ૧૩-૧૩ ગાથાઓ દ્વારા સ્પષ્ટ કર્યું છે. આ વિષયોથી વિરક્ત થનાર વીતરાગી સાધક શોક મુક્ત થઈને સદાને માટે ભવભ્રમણરૂપ દુઃખની પરંપરાથી છૂટી જાય છે. દુઃખનું કારણ રાગ-દ્વેષ - - एविंदियत्था य मणस्स अत्था, दुक्खस्स हेडं मणुयस्स रागिणो।
ते चेव थोवं पि कयाइ दुक्ख, ण वीयरागस्स करति किंचि ॥ શબ્દાર્થ – પર્વ = આ રીતે હૃદિયસ્થ = ઇન્દ્રિયોના વિષય = મનના આસ્થા = અર્થ-વિષય(માનસિક સંકલ્પ-વિકલ્પ) પો= રાગી નપુસ = મનુષ્યને માટે કુલુસ = દુઃખનો દે૩= હેતુ છે તે વેવક તે જ ઇન્દ્રિય અને મનના વિષય વીયર = વીતરાગી પુરુષને માટે થોવર