________________
૨૯૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
ભાવાર્થ:- જિહ્વા રસને ગ્રહણ કરનાર(ગ્રાહક) છે, રસ તેનો ગ્રાહ્ય વિષય છે. મનોજ્ઞ રસ રાગનું કારણ છે અને અમનોજ્ઞ રસ દ્વેષનું કારણ છે.
६३
रसेसु जो गिद्धिमुवेइ तिव्वं, अकालियं पावइ से विणासं । रागाउरे बडिस विभिण्णकाए मच्छे जहा आमिसभोगगिद्धे ॥ શબ્દાર્થ:- નહીં - જે રીતે કરે = રાગાતુર આમિસમો શિદ્ધે = માંસ ખાવામાં વૃદ્ધ(આસક્ત) બનેલો મ∞ = મત્સ્ય, માછલી વહિત વિભિળાવ્ = લોખંડના કાંટાથી વીંધાય છે.
ભાવાર્થ :- જેમ માંસ ખાવામાં આસક્ત રાગાતુર માછલી કાંટાથી વીંધાય છે અને અકાલમાં મૃત્યુ પામે છે, તેમ મનોજ્ઞ રસોમાં તીવ્રપણે આસક્ત જીવ અકાળે મૃત્યુ પામે છે.
૬૪
ભાવાર્થ :- જે અમનોજ્ઞ રસ તરફ તીવ્રપણે દ્વેષ રાખે છે, તે વ્યક્તિ તે જ ક્ષણે પોતાના તીવ્ર દ્વેષથી દુ:ખી થાય છે. તેમાં રસનો કોઈ દોષ નથી.
एगंतरत्ते रुइरे रसम्मि, अतालिसे से कुणइ पओसं ।
६५
दुक्खस्स संपील मुवेइ बाले, ण लिप्पइ तेण मुणी विरागो ॥ ભાવાર્થઃ– જે મનોજ્ઞ રસમાં અત્યંત આસક્ત બને છે અને અમનોજ્ઞ રસમાં દ્વેષ કરે છે, તે અજ્ઞાની(જીવ) દુઃખરૂપ અત્યંત પીડા પામે છે. વિરક્ત મુનિ તેમાં લિપ્ત થતા નથી.
|६६
रसाणुगासाणुगए य जीवे, चराचरे हिंसइ गरूवे । चित्तेहिं ते परितावेइ बाले, पीलेइ अत्तट्ठगुरु किलिट्टे ॥
जे यावि दोसं समुवेइ तिव्वं, तंसिक्खणे से उ उवेइ दुक्खं । दुद्दंत दोसेण सएण जंतू, ण किंचि रसं अवरज्झइ से ॥
ભાવાર્થઃ– મનોજ્ઞ રસની ઇચ્છાનો અનુગામી જીવ અનેક ત્રસ અને સ્થાવર જીવોની હિંસા કરે છે અને પોતાની રસ તૃપ્તિને જ મુખ્ય માનનાર સ્વાર્થી અને ક્લિષ્ટ પરિણામી તે અજ્ઞાની જીવ, અન્ય જીવોને દુઃખ આપે છે, પીડિત કરે છે.
रसाणुवाएण परिग्गहेण, उप्पायणे रक्खणसणिओगे । ६७ वए विओगे य कहं सुहं से, संभोगकाले य अतित्तिलाभे ॥
ભાવાર્થ :- રસમાં અનુરાગ હોવાથી અને તેની મૂર્છાથી તે જીવને પદાર્થોના ઉપાર્જનમાં, સંરક્ષણમાં અને તેના ઉપયોગમાં તથા વ્યય અને વિયોગમાં સુખ ક્યાંથી હોય ?, તેને રસના ઉપભોગ કાલમાં પણ અતૃપ્તિનું દુઃખ જ હોય છે.
६८
रसे अतित्ते य परिग्गहम्मि, सत्तोवसत्तो ण उवेइ तुट्ठि । अतुट्ठिदोसेण दुही परस्स, लोभाविले आययई अदत्तं ॥
ભાવાર્થ:- રસમાં અતૃપ્ત અને પરિગ્રહમાં આસક્ત, વિશેષ આસક્ત વ્યક્તિ ક્યારે ય સંતુષ્ટ થતી નથી. તે અસંતોષના દોષથી દુઃખી થાય છે. લોભથી વ્યાકુળ બનીને બીજાની વસ્તુઓ અદત્ત ગ્રહણ કરે છે.