________________
પ્રમાદસ્થાન
[ ૨૯૭ ]
ભાવાર્થ:- આ રીતે સુગંધમાં અનુરક્ત વ્યક્તિને ક્યારે ય કિંચિત્માત્ર સુખ ક્યાંથી હોય? ગંધને પ્રાપ્ત કરવામાં અને તેના ઉપભોગમાં પણ તે ક્લેશ અને દુઃખ જ પામે છે. एक एमेव गंधम्मि गओ पओसं, उवेइ दुक्खोह परंपराओ।
पदुद्दचित्तो य चिणाइ कम्म, ज से पुणो होइ दुहं विवागे ॥ ભાવાર્થ:- આ રીતે ગંધ પ્રત્યે જે દ્વેષ કરે છે તે ઉત્તરોત્તર દુઃખની પરંપરા પામે છે. દ્વેષયુક્ત ચિત્તથી તે કર્મોનું ઉપાર્જન કરે છે અને પછી તે જ કર્મ ફળ ભોગવવાના સમયે તેને દુઃખરૂપ થાય છે.
गंधे विरत्तो मणुओ विसोगो, एएण दुक्खोह परंपरेण । ઉ૦
__ण लिप्पइ भवमझे वि संतो, जलेण वा पोक्खरिणी पलास ॥ ભાવાર્થ - ગંધમાં વિરક્ત પુરુષ શોક રહિત બને છે. જેમ જળાશયમાં ઉત્પન્ન થયેલું કમળપત્ર જળથી અલિપ્ત રહે છે, તેમ તે સંસારમાં રહેવા છતાં ગંધ વિષયક દુઃખ સમૂહની પરંપરાથી અલિપ્ત રહે છે. વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં ઘાણેન્દ્રિય વિજય માટે ગંધની આસક્તિથી ઉત્પન્ન થતાં દોષો અને દુઃખોની પરંપરાનું સંપૂર્ણ વર્ણન પૂર્વવત્ છે. પરંતુ અહીં ગંધમાં આસક્ત સર્પની દુઃખદ પરિસ્થિતિના દષ્ટાંતથી વિષયને સ્પષ્ટ કર્યો છે.
જે રીતે ચંદનની સુગંધથી આકર્ષિત થઈને સર્પ રાફડામાંથી બહાર નીકળે છે. સુગંધ માટે તે ચંદનવન તરફ દોડી જાય છે પરંતુ ચંદનવનમાં તે મોરનો શિકાર બનીને વિનાશ પામે છે.
દાને સને :- ઔષધિની ગંધમાં ગઢ બનેલો સર્ષ ઔષધિની ગંધ પતિ આસક્તિના કારણે સર્પ પોતાના દરમાંથી બહાર નીકળી મૃત્યુ પામે છે. વૃત્તિકારે ઔષધિ શબ્દથી “નાગદમની' વગેરે ઔષધિનું કથન કર્યું છે. નાગદમની- સર્પને વશ કરવા માટે વપરાતી ઔષધિ છે. ઘાતક લોકો જ્યારે સર્પને મારી નાંખવા ઇચ્છે, ત્યારે તેના રાફડા પાસે નાગદમની રાખે છે. તેની સુગંધથી આકર્ષાઈને સર્પ રાફડાની બહાર આવે અને તુરંત ઘાતક પુરુષ તેને મારી નાખે છે. આ રીતે ગંધની આસક્તિ સર્પના વિનાશનું કારણ બને છે. તે જ રીતે સાધક પણ ગંધની આસક્તિમાં સંયમ ભાવોનો વિનાશ કરે છે. રસનેન્દ્રિય વિજય -
। जिब्भाए रसं गहणं वयंति, तं रागहेउं तु मणुण्णमाहु ।
। तं दोसहेउं अमणुण्णमाहु, समो य जो तेसु स वीयरागो । શબ્દાર્થ -ર = રસ વિભાણ = જીભ(ઇન્દ્રિયોનો માહi = ગ્રાહ્ય(વિષય) વયંતિ = કહેવાય છે. ભાવાર્થ - જિહા રસને ગ્રહણ કરે છે. તે રસ મનોજ્ઞ હોય તો રાગનું કારણ અને અમનોજ્ઞ હોય તો દ્વેષનું કારણ બને છે. જે બને રસોમાં સમભાવ રાખે છે તે વીતરાગી છે.
__ रसस्स जिब्भं गहणं वयंति, जिब्भाए रसं गहणं वयंति ।
रागस्स हेउं समणुण्णमाहु, दोसस्स हेउं अमणुण्णमाहु ॥
६२