________________
૨૯૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
ભાવાર્થ:- જે સુગંધમાં અત્યંત આસક્ત થાય છે અને દુર્ગંધ પ્રત્યે દ્વેષ કરે છે, તે અજ્ઞાની દુઃખરૂપ પીડા પામે છે. વિરક્ત મુનિ તેમાં લિપ્ત થતા નથી.
५३
गंधाणुगासाणुगए य जीवे, चराचरे हिंसइ णेगरूवे । चित्तेहिं ते परितावेइ बाले, पीलेइ अत्तट्ठगुरु किलिट्ठे ॥ શબ્દાર્થ :- સંધાણુગાલાણુTÇ = ગંધની આશાએ તેનું અનુસરણ કરનારો, ગંધની આસક્તિમાં ફસાયેલો નીવે = જીવ.
ભાવાર્થઃ– મનોજ્ઞ ગંધની ઇચ્છાને આધીન થયેલો, પોતાના પ્રયોજનને જ સિદ્ધ કરનાર, ક્લિષ્ટ પરિણામી, અજ્ઞાની જીવ અનેક ત્રસ-સ્થાવર જીવોની હિંસા કરે છે અને તે અન્ય જીવોને વિવિધ પ્રકારે પરિતાપ અને પીડા કરે છે.
गंधाणुवाएण परिग्गहेण, उप्पायणे रुक्खण सण्णिओगे । वए विओगे य कहं सुहं से, संभोगकाले य अतित्तिलाभे ॥
શબ્દાર્થ:- સંધાળુવાĪ = ગંધમાં આસક્ત.
ભાવાર્થ:- ગંધની આસક્તિથી તે પદાર્થોના ઉપાર્જનમાં, સંરક્ષણમાં અને તેના ઉપયોગમાં તથા વ્યય અને વિયોગમાં તે અનુરાગી જીવને સુખ ક્યાંથી હોય ? તેના ઉપભોગ સમયે પણ તેને અતૃપ્તિનું દુઃખ જ હોય છે.
५५
गंधे अतित्ते य परिग्गहम्मि, सत्तोवसत्तो ण उवेइ तुट्ठि । अतुट्ठदोसेण दुही परस्स, लोभाविले आययई अदत्तं ॥
ભાવાર્થ:- ગંધમાં અતૃપ્ત અને પરિગ્રહમાં આસક્ત તેમજ અતિ આસક્ત વ્યક્તિ ક્યારે ય સંતુષ્ટ થતા નથી. તે અસંતોષના દોષથી દુઃખી અને લોભથી વ્યાકુલ વ્યક્તિ બીજાની વસ્તુઓની ચોરી કરે છે. तहाभिभूयस्स अदत्तहारिणो, गंधे अतित्तस्स परिग्गहे य ।
५६
५७
मायामुसं वड्ढइ लोभदोसा, तत्था वि दुक्खा ण विमुच्चइ से ॥ ભાવાર્થ:- તૃષ્ણાથી ઘેરાયેલા, બીજાની વસ્તુ અદત્ત ગ્રહણ કરનાર, ગંધમાં અતૃપ્ત ગંધ વિષયક પરિગ્રહમાં મૂર્છિત પુરુષ, લોભના દોષથી માયા અને મૃષાવાદની વૃદ્ધિ કરે છે તોપણ તે દુઃખથી મુક્ત થતો નથી. मोसस्स पच्छा य पुरत्थओ य, पओगकाले यदुही दुरंते । एवं अदत्ताणि समाययंतो, गंधे अतित्तो दुहिओ अणिस्सो ॥ ભાવાર્થ:- (ગંધ સંબંધી) અસત્ય બોલતાં પહેલાં, બોલ્યા પછી અને બોલતાં સમયે તે દુઃખી થાય છે. તેનો અંત પણ દુઃખમય થાય છે. આ રીતે અદત્ત ગ્રહણ કરીને, ગંધથી અતૃપ્ત વ્યક્તિ દુઃખી અને અસહાય
બને છે.
५८
गंधाणुरत्तस्स णरस्स एवं कत्तो सुहं होज्ज कयाइ किंचि । तत्थोवभोगे वि किलेस दुक्खं, णिव्वत्तइ जस्स कएण दुक्खं ॥