________________
પ્રમાદસ્થાન
૨૯૯
|६९
तण्हाभिभूयस्स अदत्तहारिणो, रसे अतित्तस्स परिग्गहे य । मायामुसं वड्ढइ लोभदोसा, तत्थावि दुक्खा ण विमुच्चइ से ॥ ભાવાર્થ:- તૃષ્ણાથી ઘેરાયેલા, બીજાની વસ્તુ ગ્રહણ કરનારા, રસમાં અતૃપ્ત, રસના પરિગ્રહમાં મૂર્છિત પુરુષ લોભના દોષથી માયા અને મૃષાવાદની વૃદ્ધિ કરે છે તોપણ તે દુઃખથી મુક્ત થતો નથી. मोसस्स पच्छा य पुरत्थओ य, पओगकाले य दुही दुरंते । एवं अदत्ताणि समाययंतो, रसे अतित्तो दुहिओ अणिस्सो ॥ ભાવાર્થ:- ૨સ સંબંધી અસત્ય બોલતાં પહેલાં, બોલ્યા પછી અને બોલતા સમયે તે વ્યક્તિ દુઃખી થાય છે. તેનો અંત પણ દુઃખમય થાય છે. આ પ્રમાણે અદત્ત ગ્રહણ કરીને રસથી અતૃપ્ત વ્યક્તિ દુઃખી અને અસહાય બને છે.
७०
७१
रसाणुरत्तस्स णरस्स एवं कत्तो सुहं होज्ज कयाइ किंचि । तत्थोवभोगे वि किलेसदुक्खं, णिव्वत्तइ जस्स कएण दुक्खं ॥ ભાવાર્થ:- રસમાં અતિઆસક્ત પુરુષને, ક્યારે ય કિચિત્માત્ર સુખ પણ ક્યાંથી હોય ? રસ યુક્ત પદાર્થો પ્રાપ્ત કરવામાં અને ઉપભોગમાં પણ તેને ક્લેશ અને દુઃખનો અનુભવ કરવો પડે છે. एमेव रसम्मि गओ पओसं, उवेइ दुक्खोह परंपराओ । पदुट्ठचित्तो य चिणाइ कम्म, जं से पुणो होइ दुहं विवागे ॥ ભાવાર્થ :- આ જ રીતે જે અમનોજ્ઞ રસ પ્રત્યે દ્વેષ રાખે છે તે ઉત્તરોત્તર દુઃખ પરંપરાને પામે છે. દ્વેષયુક્ત ચિત્તથી તે જે કર્મોનું ઉપાર્જન કરે છે તે જ કર્મ વિપાક સમયે તેને જ દુઃખરૂપ બને છે. रसे विरत्तो मणुओ विसोगो, एएण दुक्खोह परंपरेण ।
७२
७३
ण लिप्पइ भवमज्झे वि संतो, जलेण वा पोक्खरिणी पलासं ॥ ભાવાર્થ :- ૨સથી વિરક્ત પુરુષ શોક રહિત બને છે. જે રીતે જળાશયમાં ઉત્પન્ન થયેલું કમળપત્ર જળ થી લિપ્ત થતું નથી, તે જ રીતે વિરક્ત પુરુષ સંસારમાં રહેવા છતાં રસવિષયક દુઃખ સમૂહની પરંપરાથી લિપ્ત થતા નથી.
વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં રસનેન્દ્રિય વિજયનું નિરૂપણ કરતાં રસની આસક્તિથી ઉત્પન્ન થતાં દોષો અને દુઃખની પરંપરાનું વર્ણન છે. તેમાં સૂત્રકારે માંસની લાલચમાં ફસાયેલી માછલીનું દૃષ્ટાંત આપ્યું છે. રામાવરે વરિત વિભિળાત્ :- જે પુરુષ રસોમાં અત્યંત આસક્ત છે. તે માંસના ટુકડામાં આસક્ત માછલીની જેમ શીઘ્ર વિનાશ પામે છે. માછલી પકડનાર વધક લોઢાના કાંટામાં માંસના ટુકડા ભરાવીને તેને પાણીમાં નાંખે છે. તે માંસના ટુકડાને ખાવા જતા માંસની અંદરનો લોઢાનો કાંટો તે માછલીના ગળામાં ફસાઇ જાય છે અને તે મરણને શરણ થાય છે. આ રીતે જે જીવો રસોમાં અત્યંત આસક્ત થાય છે, તે અનેક પ્રકારના કષ્ટોનો અનુભવ કરતાં, અકાળે વિનાશ પામે છે. જે આત્મ સાધક પ્રિય-અપ્રિય રસમાં રાગ દ્વેષનો ત્યાગ કરી સમભાવ ધારણ કરે છે, તે દુઃખ પામતા નથી.