________________
૨૯૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
ભાવાર્થ: :- (શબ્દ સંબંધી) અસત્ય બોલતાં પહેલા અને પછી તથા અસત્ય બોલવાના સમયે પણ તે દુઃખી થાય છે. તેનો અંત પણ દુઃખરૂપ જ હોય છે. આ રીતે અદત્ત ગ્રહણ કરીને શબ્દ વિષયક અતૃપ્ત વ્યક્તિ દુઃખી અને અસહાય બને છે.
४५
सद्दाणुरत्तस्स णरस्स एवं कत्तो सुहं होज्ज कयाइ किंचि । तत्थोवभोगे वि किलेस दुक्खं, णिव्वत्तई जस्स कएण दुक्खं ॥ શબ્દાર્થ:- સદ્દાળુરત્તf = શબ્દમાં આસક્ત બનેલો. ભાવાર્થ: :- આ રીતે શબ્દમાં અનુરક્ત વ્યક્તિને ક્યારે ય કિંચિત્ માત્ર પણ સુખ ક્યાંથી હોય ? કારણ કે શબ્દ વિષયક પદાર્થો પ્રાપ્ત કરવામાં અને તેના ઉપભોગમાં પણ ક્લેશ અને દુઃખ જ હોય છે. एमेव सद्दम्मि गओ पओसं, उवेइ दुक्खोह परंपराओ । पदुट्ठचित्तो च चिणाइ कम्मं, जं से पुणो होइ दुहं विवागे ॥
જા
ભાવાર્થ :- આ રીતે જે (અમનોજ્ઞ) શબ્દ પ્રત્યે દ્વેષ કરે છે, તે ઉત્તરોત્તર અનેક દુઃખોની પરંપરાને પ્રાપ્ત કરે છે. દ્વેષયુક્ત ચિત્તથી તે જે કર્મોનો સંચય કરે છે, તે જ કર્મો ફળ ભોગવવાના સમયે તેના માટે દુઃખ રૂપ થાય છે.
सद्दे विरत्तो मणुओ विसोगो, एएण दुक्खोह परंपरेण ।
४७
ण लिप्पइ भवमज्झे वि संतो, जलेण वा पोक्खरिणी पलासं ॥ ભાવાર્થ :- શબ્દમાં વિરક્ત પુરુષ શોક રહિત થાય છે. જેમ જલાશયમાં ઉત્પન્ન થયેલું કમળ પત્ર પાણીથી અલિપ્ત રહે છે, તેમ તે સંસારમાં રહેવા છતાં શબ્દ વિષયક દુઃખ પરંપરાથી અલિપ્ત રહે છે. વિવેચનઃ
પ્રસ્તુત ગાથામાં શ્રોતેન્દ્રિયવિજય માટે શબ્દની આસક્તિથી ઉત્પન્ન થતાં દોષો અને દુઃખોની પરંપરાનું વિસ્તૃત વર્ણન છે. તે સર્વ વર્ણન પ્રાયઃ પૂર્વોક્ત ગાથાઓની સમાન છે. વિશેષમાં અહીં શબ્દ શ્રવણની લાલસાથી ખેંચાઈને ફસાઈ જતાં મૃગના દષ્ટાંતથી વિષયને સ્પષ્ટ કર્યો છે.
જે રીતે મૃગ મોરલીના મધુર સ્વરમાં રાગાતુર બનીને મરણના ભયને ભૂલીને સુરીલા સ્વરમાં જ તલ્લીન બની જાય છે અને અંતે શિકારીના બાણનો ભોગ બનીને, મધુર શબ્દ શ્રવણની અતૃપ્ત વાસનામાં જ અકાલે મરણને શરણ થાય છે. તે જ રીતે પ્રિય શબ્દમાં આસક્ત અને અપ્રિય શબ્દમાં દ્વેષગ્રસ્ત મનુષ્ય તે અનુકૂળ શબ્દોને મેળવવા, મૃદંગ, વાંસળી આદિ વાજિંત્રો બનાવવા માટે ચામડાં, લાકડું વગેરે વસ્તુઓ મેળવવા અનેક જીવોની હિંસા કરે છે, તે જીવોને વિવિધ પ્રકારે પીડા આપે છે. તે વાજિંત્રોના સંરક્ષણમાં સદા તત્પર રહે છે. તેનો નાશ થાય કે વિયોગ થાય તો દુ:ખી થાય છે. તે સાધનોના સદ્ભાવમાં પણ તેનો વિનાશ ન થાય તેવા ભયથી સદા ભયભીત જ રહે છે.
તે ઉપરાંત તે સાધનો માટે અસત્ય, ચોરી, લોભ, રાગ, દ્વેષ, માયા-કપટનું સેવન આદિ અનેક પાપ પ્રવૃત્તિ કરે છે. તેના પરિણામ સ્વરૂપે તે અનંત કર્મોને સંચય કરી, આ ભવમાં વ્યાકુળતા અને અસંતોષની આગમાં બળ્યા કરે છે અને પરભવમાં તે કર્મોના ફળ સ્વરૂપે દુઃખ ભોગવતાં જન્મ મરણની પરંપરા વધારે છે.