________________
પ્રમાદસ્થાન
[ ૨૯૩ ]
ભાવાર્થઃ- જે અમનોજ્ઞ શબ્દ તરફ તીવ્ર દ્વેષ રાખે છે તે વ્યક્તિ તે જ ક્ષણે પોતાના તીવ્ર દ્વેષથી દુઃખી થાય છે, તેમાં શબ્દનો કોઈ દોષ નથી. १० एगंतरत्ते रुइरंसि सद्दे, अतालिसे से कुणइ पओसं ।
दुक्खस्स संपीलमुवेइ बाले, ण लिप्पइ तेण मुणी विरागो ॥ ભાવાર્થ:- જે પ્રિય શબ્દમાં અત્યંત આસક્ત હોય છે અને અપ્રિય શબ્દ પ્રત્યે દ્વેષ કરે છે, તે અજ્ઞાની દુઃખની અત્યંત પીડા પામે છે. પરંતુ વિરક્ત મુનિ તેમાં લિપ્ત થતા નથી. ૪૦
सदाणुगासाणुगए य जीवे, चराचरे हिंसइ णेगरूवे ।
चित्तेहिं ते परितावेइ बाले, पीलेइ अत्तट्ठगुरू किलिडे ॥ શબ્દાર્થ:- સહાપુરાપુર = શબ્દની આશાથી તેનું અનુસરણ કરનારા અર્થાત્ શબ્દાસક્તિમાં ફસાયેલો (જીવ). ભાવાર્થ - મનોજ્ઞ શબ્દની સ્પૃહાને વશીભૂત થયેલા અજ્ઞાની ક્લિષ્ટ પરિણામી જીવો પોતાના સ્વાર્થને વશ થઈ ત્રણ-સ્થાવર જીવોની અનેક પ્રકારે હિંસા કરે છે અને તે અન્ય જીવોને વિવિધ પ્રકારે પરિતાપ આપે છે અને પીડા ઉપજાવે છે.
सहाणवाएण परिग्गहेण. उप्पायणे रक्खणसण्णिओगे ।
वए विओगे य कहं सुहं से, संभोगकाले य अतित्तिलाभे ॥ શબ્દાર્થ - સાબુવાળ = શબ્દના વિષયમાં આસક્ત. ભાવાર્થ:- શબ્દમાં અનુરાગ હોવાથી અને તેની મુચ્છથી તે પદાર્થોના ઉપાર્જનમાં, સંરક્ષણમાં અને તેના ઉપયોગમાં તથા વ્યય અને વિયોગમાં તેને સુખ ક્યાંથી હોય? તેને શબ્દના ઉપભોગ સમયે પણ અતૃપ્તિનું દુઃખ જ હોય છે. क सद्दे अतित्ते य परिग्गहम्मि, सत्तोवसत्तो ण उवेइ तुहिँ ।
अतुट्टिदोसेण दुही परस्स, लोभाविले आययई अदत्तं ॥ ભાવાર્થ :- શબ્દમાં અતપ્ત અને તેના પરિગ્રહમાં આસક્ત અને અત્યંત આસક્ત વ્યક્તિ ક્યારેય સંતુષ્ટ થતો નથી. અસંતોષના દુઃખથી દુઃખી અને લોભથી વ્યાકુળ વ્યક્તિ બીજાની વસ્તુ અદત્ત ગ્રહણ કરે છે, ચોરી કરે છે. स तण्हाभिभूयस्स अदत्तहारिणो, सद्दे अतित्तस्स परिग्गहे य ।
मायामुस वड्डइ लोभदोसा, तत्थावि दुक्खा ण विमुच्चइ से ॥ ભાવાર્થ - તૃષ્ણાથી ઘેરાયેલા, અદત્ત વસ્તુ ગ્રહણ કરનાર, શબ્દમાં અતૃપ્ત અને શબ્દવિષયક પરિગ્રહમાં મૂચ્છિત પુરુષ લોભના દોષથી માયા કપટ અને મૃષાવાદની વૃદ્ધિ કરે છે તો પણ તે દુઃખથી મુક્ત થતા નથી.
मोसस्स पच्छा य पुरत्थओ य, पओगकाले य दुही दुरंते । एवं अदत्ताणि समाययंतो, सद्दे अतित्तो दुहिओ अणिस्सो ॥
૪૪