________________
પ્રમાદસ્થાન
[ ૨૯૧ ] ४ रूवे विरत्तो मणुओ विसोगो, एएण दुक्खोह परंपरेण ।
__ण लिप्पइ भवमज्झे वि संतो, जलेण वा पोक्खरिणी पलासं ॥ શબ્દાર્થ - વા = જે પ્રકારે પોવળિ પારં= પુષ્કરિણી પલાશ, જળમાં ઉત્પન્ન થયેલું કમળપત્ર જળમાં રહેવા છતાં નખ = પાણીથી જ નિખ = લિપ્ત થતું નથી તે જ રીતે હવે = રૂપમાંવિત્તિ = વિરક્ત મજુ= મનુષ્યનિ = શોક રહિત થાય છે અને કવન - સંસારમાં સંત વિ= રહેવા છતાં પણ = આ રૂપ વિષયક સુ દ પરંપરા = દુઃખ સમૂહની પરંપરાથી લિપ્ત થતો નથી. ભાવાર્થ:- રૂપથી વિરક્ત પુરુષ શોક રહિત થાય છે. જેમ તળાવમાં ઉત્પન્ન થયેલું કમળપત્ર પાણીથી અલિપ્ત રહે છે, તેમ તે સંસારમાં રહેવા છતાં રૂપ વિષયક દુઃખ પરંપરાથી લિપ્ત થતા નથી. વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં ચક્ષુરિન્દ્રિય વિજય માટે રૂપની આસક્તિથી થતાં દોષો અને દુઃખોની પરંપરાનું વર્ણન કર્યું છે. રૂપમાં રાગ દ્વેષથી થતી દોષ પરંપરા :- જે રીતે પ્રકાશની લાલસાથી પતંગિયું પોતાના હિતાહિતનો વિચાર કર્યા વિના દીપક તરફ દોડી જાય છે અને અંતે દીપકમાં પડીને વિનાશને પામે છે, તે જ રીતે રૂપમાં આસક્ત વ્યક્તિઓ રૂપની લાલસાથી હિતાહિતનો વિચાર કરી શકતા નથી. તે મનુષ્યો રૂપવાન વસ્તુને પ્રાપ્ત કરવા અને કુરૂપને દૂર કરવા અનેક જીવોની હિંસા કરે છે, વિવિધ પ્રકારે પીડા આપે છે, ખોટું બોલે છે, પ્રિય વસ્તુની ચોરી કરે છે, સ્ત્રીના રૂપમાં આસક્ત બની અબ્રહ્મચર્યનું સેવન કરે છે, રૂપવાન પદાર્થોનો મમત્વપૂર્વક સંગ્રહ કરે છે, છતાં તે અતૃપ્ત રહે છે. તે પદાર્થોના ઉપાર્જનમાં, સંરક્ષણમાં, ઉપભોગમાં, વ્યય અને વિયોગ વગેરેમાં દુઃખી થાય છે. આટલું પાપ કરવા છતાં તે અહીં સુખી થતા નથી, તેમજ પરલોકમાં પણ સુખી થતા નથી. રૂપ પ્રત્યે રાગદ્વેષ વશ તે અનેક પાપકર્મોનું ઉપાર્જન કરે છે અને તેનું ફળ ભોગવતાં વિવિધ દુઃખો ભોગવે છે તથા તે જન્મ-મરણની પરંપરામાં વૃદ્ધિ કરે છે.
િિ સાવરફર સે - તેમાં રૂપનો કાંઈ અપરાધ નથી. રૂપને ગ્રહણ કરવું તે નેત્રનો સ્વભાવ છે; નેત્રનો વિષય બનવું તે રૂપનો સ્વભાવ છે. નેત્ર આ વિશ્વના વિવિધ રૂપોનું દર્શન કરે છે. રૂપ અને નેત્ર બંને યથાસ્થાને સ્થિત રહીને પોત-પોતાના સ્વભાવ પ્રમાણે કાર્ય કરે છે. ત્યાં સુધી કોઈ દોષ કે દુઃખ નથી પરંતુ જ્યારે રૂપદર્શન થતાં જ આત્મામાં પૂર્વ સંસ્કારવશ રાગ અને દ્વેષના સંસ્કારો જાગૃત થાય અને વ્યક્તિ તે રૂપમાં પ્રિય-અપ્રિયના ભાવો કરે; ત્યાર પછી ક્રમશઃ પ્રિય વસ્તુની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે ત્યારે પાપની પરંપરા ચાલુ થઈ જાય છે.
સાધક આત્મા રૂપદર્શન થવા છતાં રાગ કે દ્વેષ કરતા નથી, તે સમભાવમાં સ્થિત રહે છે. વીતરાગી પુરુષ વિશ્વના સમસ્ત રૂપનું દર્શન કરે છે પરંતુ તેને રૂ૫ બાંધી શકતું નથી કે પાપ પ્રવૃત્તિ કરાવી શકતું નથી.
તેથી સિદ્ધ થાય છે કે રૂપ નહીં પરંતુ રૂપની આસક્તિ જીવને બંધનકારક છે. તે જ રીતે પાંચે ઇન્દ્રિયના વિષયો નહીં પરંતુ વિષયોની આસક્તિ જ જીવને બંધનકારક થાય છે. સનો ય નો તે જ વીયરો - રૂપના વિષયમાં જે રાગ કે દ્વેષના ભાવો કરતા નથી, તે વીતરાગી છે. રૂપ વિષયક અનુરાગનો પરિત્યાગ કરનાર વીતરાગી પુરુષ શોકનો અનુભવ કરતા નથી તથા દુઃખની પરંપરા પામતા નથી. જલકમલવત્ વિરક્ત પુરુષ સંસારમાં રહેવા છતાં સંસારના દુઃખોથી લિપ્ત થતા