________________
[ ૨૮૪]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
શબ્દાર્થ - વામં તુ = ભલે સિપુરા = મન, વચન, કાયારૂપ ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત, સમર્થ મુનિ વિપૂસિયહિં = વસ્ત્રાભૂષણોથી સુશોભિત અને મનોહર જેવીfહં = દેવાંગનાઓ દ્વારા પોપફવું જ ચાડ્યા = ભિત-ચલિત કરવામાં સમર્થ ન હોય તer વિ= તો પણ ઘાતહિ = એકાંત હિતકારી તિ = એવું છવા = જાણીને મુળ = મુનિઓને માટે વિવિત્તવાનો = વિવક્ત સ્થાન (સ્ત્રી, પશુ, નપુંસક રહિત સ્થાન)નું સેવન કરવું જ પત્થો = પ્રશસ્ત છે. ભાવાર્થ – ભલે ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત મુનિઓને વસ્ત્ર-અલંકાર આદિથી વિભૂષિત, મનોહરદેવાંગનાઓ પણ વિચલિત કરવામાં સમર્થ ન હોય તોપણ મુનિને માટે સ્ત્રી આદિથી રહિત એકાંત સ્થાનમાં રહેવું, તે જ એકાંત હિતકારી અને પ્રશસ્ત છે. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં સૂત્રકારે રાગ, દ્વેષ અને મોહનાશના ઉપાયોનું કથન કર્યું છે.
રાગ દ્વેષના નાશ માટે ઇન્દ્રિય વિજય અને બ્રહ્મચર્યનું પાલન અનિવાર્ય છે. મોહનીય કર્મના સંસ્કારો અત્યંત ગાઢ છે, તે જ રીતે વિષયોની આસક્તિ જીવને વારંવાર વિષયો પ્રતિ આકર્ષિત કરે છે. તેનો ત્યાગ કરીને બ્રહ્મચર્યવ્રતનો સ્વીકાર કર્યા પછી પણ કયારેક નિમિત્ત મળતાં પૂર્વના સંસ્કારો જાગૃત થાય છે. તેથી સૂત્રકારે સાધકોને એક-એક નિમિત્તથી થતાં અનર્થોનું દષ્ટાંત સહિત સ્પષ્ટીકરણ કર્યું છે. રસ પVIII fસેવિયળા... – વિગય સહિતના ગરિષ્ટ પદાર્થોના સેવનથી શરીરમાં બળ, વીર્ય આદિ ધાતુની પુષ્ટિ થાય છે અને ઇન્દ્રિયો પ્રદીપ્ત થાય છે. ધાતુની પુષ્ટિ અને વૃદ્ધિથી કામાગ્નિ પ્રચંડ થાય છે. પ્રચંડ કામાગ્નિ જીવને વિષયવિકાર દ્વારા પરાજિત કરે છે. જેમ મધુર રસમય ફળવાળા વૃક્ષને પક્ષીઓ કષ્ટ પહોંચાડે છે તેમ નિરંતર અમર્યાદિત, રસવંતા ભોજન કરનાર સાધકને વિષય વિકાર પીડિત કરતા રહે છે. ન લવ પરંધો..- જેમ સુકાયેલા વૃક્ષ રૂપ ઈન્જનથી ભરેલા વનમાં વાયુ દ્વારા પ્રેરિત દાવાનળ શાંત થતો નથી, તેમ સરસ પદાર્થોનું અતિભોજન કરનાર બ્રહ્મચારીનો ઇન્દ્રિયરૂપ અગ્નિ પવન શાંત થતો નથી. તેથી તે કામભોગમાં ફસાય જાય છે. જેમ દાવાગ્નિ વનને સળગાવી દે છે તેમ કામભોગરૂપી અગ્નિ ધર્મરૂપ બગીચાને બાળી નાખે છે. તેથી બ્રહ્મચારીએ પોતાના બ્રહ્મચર્યની રક્ષા માટે ગરિષ્ટ અને અતિમાત્રામાં આહાર કરવો ઉચિત નથી. જે સાધક રસેન્દ્રિયને જીતે છે તેની સર્વ ઇન્દ્રિયો જીતાઈ જાય છે.
જે રીતે બ્રહ્મચર્યની સુરક્ષા માટે આહારનો સંયમ જરૂરી છે, તે જ રીતે સ્ત્રી આદિથી રહિત એકાંત સ્થાનની પણ તેટલી જ મહત્તા છે. જેમ બિલાડીનો સંગ ઉંદર માટે ભયજનક છે, તેમ સ્ત્રીનો સંગ સાધકો માટે ભયજનક છે. તેથી સાધક શાસ્ત્રોક્ત યોગ્ય સ્થાનમાં જ રહે છે. ક્યારેક તે સ્થાનમાં પણ સ્ત્રીઓ ધર્મભાવનાર્થે આવી જાય કે ગોચરી આદિ પ્રસંગે સ્ત્રીઓનો સંપર્ક થાય, ત્યારે સાધક અત્યંત સાવધાન બનીને રહે. જ રહવ-નવUM-વિલાસ- ... :- સ્ત્રીઓના સુંદર સંસ્થાન, નેત્રો, મનોહર વસ્ત્રાભૂષણ, કોમળ મધુર ભાષણ, વિવિધ પ્રકારની શારીરિક ચેષ્ટાઓ, કટાક્ષપૂર્વક અવલોકન ઇત્યાદિ હાવભાવયુક્ત દશ્યોને જોઈને બ્રહ્મચારીમુનિ તે દશ્યોને મનમાં સ્થાપિત ન કરે. કારણ કે તે દશ્યો પ્રત્યેના આકર્ષણરૂપ અધ્યવસાય મનમાં કામવિકારની વિશેષ ઉત્પત્તિ કરે છે. જો કે નેત્રોનો જોવાનો સ્વભાવ છે પરંતુ સામાન્ય રીતે દષ્ટિગત થતા દશ્યોને આસક્તિપૂર્વક જોવાથી કર્મોનો બંધ થાય છે અને બ્રહ્મચર્યને હાનિ થવાની