________________
પ્રમાદસ્થાન
[ ૨૮૫ ]
પૂરેપૂરી સંભાવના રહે છે. માટે સ્ત્રીઓનું રાગપૂર્વક અવલોકન કે અવલોકનની અભિલાષા, તેમના રૂપ-લાવણ્યનું ચિંતન અને તેનું કીર્તન આદિનો અહીં નિષેધ કર્યો છે. વામં તુ વહિં વિભૂલિયાઉં - જે મુનિ સંયમભાવમાં સુસ્થિર થઈ ગયા હોય, જે મુનિઓને દેવાંગનાઓ પણ સંયમથી ચલાયમાન કરી શકતી ન હોય તેવા મનોબલી મુનિઓને પણ સદા સ્ત્રી, પશુ, પંડક આદિથી રહિત, એકાંત સ્થાનમાં નિવાસ કરવાની તીર્થકર અને ગણધર દેવોની આજ્ઞા છે, તો પછી સામાન્ય, અગીતાર્થ સાધુઓને માટે વિવિક્ત સ્થાનનું સેવન કરવા અંગે કહેવાનું જ શું હોય ? અર્થાત્ ક્યારે ય આ આજ્ઞાની અવહેલના કરવી જોઈએ નહીં. વાસ્તવમાં મુનિઓનો નિવાસ સ્ત્રી નિવાસથી રહિત હોય તેમાં જ તેઓનું પરમ કલ્યાણ છે.
સૂત્રોક્ત કથનથી સ્પષ્ટ થાય છે કે પરમ યોગી પુરુષોએ પણ મર્યાદાનું પાલન કરવું અને શાસ્ત્રોક્ત આજ્ઞા પ્રમાણે રહેવું પોતાના માટે તો જરૂરી છે જ, તે ઉપરાંત મહાપુરુષોના આચાર-વિચારનું અનુસરણ સામાન્ય રીતે સર્વ લોકો કરે છે. તે કારણે પરંપરાની વિશુદ્ધિ માટે પણ તેઓ સ્વયં અનુશાસનને સ્વીકારે છે.
આ રીતે બ્રહ્મચર્યની પ્રષ્ટિથી સાધક ક્રમશઃ બ્રહ્મસ્વરૂપ આત્મભાવમાં સ્થિર થતા જાય છે અને તેઓના રાગ-દ્વેષાદિ કલુષિત ભાવોનો નાશ થાય છે. સ્ત્રીસંગ ત્યાગવાની દુષ્કરતા - व मोक्खाभिकखिस्स उ माणवस्स, संसार भीरुस्स ठियस्स धम्मे ।
णेयारिसं दुत्तरमत्थि लोए, जहित्थिओ बालमणोहराओ ॥ શબ્દાર્થ – મોરાબિલિસ = મોક્ષની ઇચ્છા રાખનારા સંસારથી રસ = સંસારથી ડરનારા અને = ધર્મમાં રિયલ્સ = સ્થિત રહેનારા માણવટ્સ = પુરુષને માટે તો = આ લોકમાં પરિસં = આ જાતનું કુત્તર = કઠિન કાર્યન અસ્થિ =બીજું કોઈ નથી ગદ = જેટલો વાનમોદરામો= અજ્ઞાની જીવોના મનને હરણ કરનારી સ્થિો = સ્ત્રીઓનો ત્યાગ કરવો. ભાવાર્થ - મોક્ષાભિકાંક્ષી, સંસારભીરુ અને ધર્મમાં સ્થિત પુરુષ માટે, અજ્ઞાની જીવોના મનને હરણ કરનારી સ્ત્રીઓનો ત્યાગ કરવાનું કાર્ય જેટલું દુષ્કર છે, તેટલું દુષ્કર કાર્ય આ લોકમાં બીજું કંઈ નથી.
। एए य संगे समइक्कमित्ता, सुदुत्तरा चेव भवंति सेसा । १८
जहा महासागरमुत्तरित्ता, णई भवे अवि गंगासमाणा ॥ શબ્દાર્થ - નદી = જેમ મહાસાગર = મહાસાગરને સત્તરિત્તા = તરીને, પાર કર્યા પછી નાં સમાન = ગંગા જેવી ઘટ્ટ વ = નદીને પાર કરવી સરળ અને = હોય છે પણ = આ સ = સંગને, સ્ત્રીઓની આસક્તિને સમરૂપત્તા = છોડી દીધા પછી તેના = બીજી બધી આસક્તિઓ સુકુત્તર અતિ = સરળતાથી છોડી શકાય છે. ભાવાર્થ:- જેમ મહાસાગરને તર્યા પછી ગંગા જેવી નદી તરવાનું સરળ બની જાય છે, તેમ સ્ત્રી સંગનો પરિત્યાગ કર્યા પછી શેષ આસક્તિનો ત્યાગ કરવો સરળ બની જાય છે.
कामाणुगिद्धिप्पभवं खु दुक्ख, सव्वस्स लोगस्स सदेवगस्स । जं काइयं माणसियं च किंचि, तस्संतगं गच्छइ वीयरागो ॥