________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
તેમજ તેના લાભાલાભને સહન કરવા જોઈએ. આ રીતે સર્વ દષ્ટિકોણથી શાસ્ત્રોક્ત ગુણાનુસાર પોતાના સામર્થ્યનો દીર્ઘ વિચાર કરીને જ મુનિ એકલવિહાર કરે.
૨૮૦
ઉતાવળથી, આવેશથી કે ક્લેશથી દીર્ઘ વિચારણા કે અભ્યાસ વિના સ્વીકારેલા એકલવિહારથી સમાધિ પ્રાપ્ત થતી નથી. તે ઉપરાંત તે સાધકની સંયમસાધના ચલવિચલ થઈ જવાની શક્યતા રહે છે.
સ્થાનાંગસૂત્ર કથિત આઠગુણ આ પ્રમાણે છે– (૧) જિનમાર્ગમાં(સંયમમાં) પૂર્ણ અટલ શ્રદ્ધા હોય. (૨) પોતાના વ્રત નિયમ સમાચારીના પાલનમાં પૂર્ણ સત્યનિષ્ઠ હોય. (૩) બુદ્ધિમાન હોય. (૪) બહુશ્રુત હોય અર્થાત્ આચાર શાસ્ત્રોના પૂર્ણ અભ્યાસી હોય (૫) શરીર-સામર્થ્ય સંપન્ન હોય, અર્થાત્ તે રોગી અને દુર્બળ શરીરવાળો ન હોય. (૬) ક્લેશકારી પ્રકૃતિ ન હોય, શાંત સૌમ્ય સ્વાભાવી હોય. (૭) ધૈર્યવાન હોય અર્થાત્ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં કે કોઈના અસવ્યવહારમાં તેમજ રોગ કે ઉપસર્ગ આવતાં ગભરાય નહીં પરંતુ સમભાવપૂર્વકની સર્વ સ્થિતિઓને ધૈર્ય અને વિવેકથી પાર કરવામાં સમર્થ હોય. (૮) આત્મ સામર્થ્ય સંપન્ન હોય. સર્વ સંયોગ-વિયોગમાં સંયમ પ્રત્યે પરમ ઉત્સાહ રાખનાર હોય, જીવન પર્યંત નિરંતર પુરુષાર્થશીલ હોય અને તપોનિષ્ઠ જીવન જીવનાર હોય.
વ્યવહાર સૂત્રાનુસાર એક કે અનેક શ્રમણોએ ત્રણ વર્ષની દીક્ષા પર્યાય અને ૪૦ વર્ષની ઉંમર પૂર્વે; કોઈપણ પરિસ્થિતિમાં કોઈ પણ આચાર્ય અથવા ઉપાધ્યાયની અધીનતા વિના વિચરણ કરવું કલ્પતું નથી. શ્રી સૂત્રકૃતાંગ સૂત્રાનુસાર સાધક પોતાના જ્ઞાન, દર્શન, ચારિત્ર, શરીર-સ્વાસ્થ્ય આદિ રૂપે પોતાની પૂર્ણ સુરક્ષા કરવામાં સમર્થ ન થઈ જાય ત્યાં સુધી પોતાના માળાને નહીં છોડનાર પક્ષીની જેમ ગુરુ સાંનિધ્યનો ક્યારે ય ત્યાગ કરે નહીં.
ન
આ રીતે ઉપરોક્ત સર્વ સૂત્રાજ્ઞાઓને લક્ષ્યમાં રાખીને જ મુનિ પ્રસ્તુત સૂત્રોક્ત સપરિસ્થિતિક કર્મસંયોગ જન્ય એકલવિહાર કરવાનો નિર્ણય કરી શકે છે.
દુઃખની પરંપરાગત ઉત્પત્તિ ઃ
६
जहा य अंडप्पभवा बलागा, अंडं बलागप्पभवं जहा य । एमेव मोहाययणं खु तण्हा, मोहं च तण्हाययणं वयंति ॥
=
શબ્દાર્થ :- નહીં = જે રીતે વા = બગલા(પક્ષી) અંડળમવા - ઈડામાંથી ઉત્પન્ન થાય છે અંડ = ઈડું બલાળમાં = બગલીથી ઉત્પન્ન થાય છે મેવ = એ જ રીતે ફ્લુ = નિશ્ચય જ તT = તૃષ્ણા મોહાવવળ = મોહનું ઉત્પત્તિ સ્થાન છે = = અને મોર્ફ = મોહ તદ્દાયયળ = તૃષ્ણાનું ઉદ્ભવ સ્થાન છે એમ વયંતિ = જ્ઞાની પુરુષ ફરમાવે છે.
ભાવાર્થ :- જે રીતે બગલીથી ઈડું ઉત્પન્ન થાય છે અને ઈડાથી બગલા ઉત્પન્ન થાય છે, તે જ રીતે મોહનું ઉદ્ભવ સ્થાન તૃષ્ણા છે અને તૃષ્ણાનું જન્મસ્થાન મોહ છે.
रागो य दोसो वि य कम्मबीयं, कम्मं च मोहप्पभवं वयंति । कम्मं च जाईमरणस्स मूलं, दुक्खं च जाईमरणं वयंति ॥
શબ્દાર્થ :- રાનો - રાગ લોલો = દ્વેષ જમ્મુવીય = કર્મના બીજરૂપ છે જમ્મૂ = કર્મ મોહમવું = મોહથી ઉત્પન્ન થાય છે વયંતિ - જ્ઞાની કહે છે મેં - કર્મ ગાર્ફમળલ્સ = જન્મ મરણનું મૂલૢ = મૂલ