________________
પ્રમાદરસ્થાન
)
૨૭૯ ]
તત્ત્વજ્ઞ હોય, તો જ્ઞાનારાધના આદિમાં સમાધિની વૃદ્ધિ થાય. જો સહાયક શિષ્ય અવિવેકી કે સ્વચ્છેદી હોય, તો ક્ષણે ક્ષણે અસમાધિ ભાવ પ્રગટ થાય, તેની સાથેના સંઘર્ષમાં જ સમય વ્યતીત થતાં જ્ઞાનાદિની આરાધના થાય નહીં.
જે સ્થાનમાં રહીને સાધના કરવાની છે, તે સ્થાન સ્ત્રી આદિથી સંસક્ત હોય કે જનાકીર્ણ હોય, તો વારંવાર એકાગ્રતામાં અલના થાય, ચિત્ત ચંચલ બને; તેથી એકાંત અને શાંત સ્થાન જરૂરી છે.
આ રીતે પરિમિત અને નિર્દોષ આહાર તથા સાધનામાં સહાયક બની શકે તેવા સહવર્તી શ્રમણ તેમજ સાધનાને યોગ્ય સ્થાન; આ ત્રણે ઉપાયોના યથાર્થ સુમેળથી સાધક ભાવસમાધિ એટલે સંયમ સમાધિને પ્રાપ્ત કરી શકે છે. એકલ વિહાર:__ण वा लभेज्जा णिउणं सहायं, गुणाहियं वा गुणओ समं वा ।
एक्को वि पावाई विवज्जयंतो, विहरेज्ज कामेसु असज्जमाणो ॥ શબ્દાર્થ-વા=જો કુળદિયં પોતાનાથી વધારે ગુણવાળો વા = અથવા સમં પોતાની સમાન ગુણો = ગુણવાળો બિ૩i = નિપુણ સાચું = સહાયક તપેન્ના = મળે નહીં તો પ = એકલો વિ= જ પાવાડું- પાપાચરણોને વિવાવેતો છોડીને જાસુ = કામ ભોગોમાં અલાનાનો આસક્ત ન થતો, વિદw = વિચરે. ભાવાર્થ:- જો પોતાનાથી વિશેષ ગુણવાળો અથવા સમાન ગુણવાળો નિપુણ સાથી ન મળે તો સાધક સદા પાપાચરણોનો ત્યાગ કરતાં તથા કામભોગોમાં અનાસક્ત રહેતાં એકલો જ વિચરે. વિવેચન :
પ્રસ્તુત ગાથામાં અપવાદ માર્ગે શ્રમણના એકલવિહારનું કથન કર્યું છે.
સાધનામાર્ગમાં યોગ્ય સહાયક શિષ્યની પણ અત્યંત ઉપયોગિતા છે. કારણ કે પૂર્વોક્ત ગાથામાં સુત્રકારે દર્શાવ્યું છે કે બાલજીવોનો સંગ અનેક અનર્થોનું સર્જન કરે છે. સ્વચ્છંદી કે અનિપુણ શિષ્ય ચિત્તસમાધિનો ભંગ કરે છે. જોકે સાધનાના વિકાસ માટે પોતાનો જ પુરુષાર્થ જરૂરી છે, તેમ છતાં આસપાસનું અનુકૂળ વાતાવરણ અને સુપાત્ર શ્રમણોનો સહયોગ પણ સાધનાને બલવત્તર બનાવે છે.
ક્યારેક કોઈને કર્મયોગે અનુકૂળ શ્રમણનો સંયોગ ન જ થાય, ત્યારે સાધકે શું કરવું? તે પ્રશ્નનું સમાધાન પ્રસ્તુત ગાથામાં છે.
જ્યારે પોતાનાથી અધિક ગુણવાન અથવા પોતાની સમકક્ષ હોય, તેવા સહાયક શિષ્યનો સંયોગ ન થાય, ત્યારે સાધક ઇન્દ્રિયવિષયોમાં અનાસક્ત ભાવે, નિષ્પાપ વૃત્તિથી અર્થાત્ કોઈપણ પાપ-દોષનું સેવન કર્યા વિના એકલા વિચરે.
એકલવિહારમાં લાભ અને નુકશાન બંને થઈ શકે છે. એકલવિહારમાં સાધકને સ્વયંની જવાબદારી સંપૂર્ણપણે નિભાવવાની હોય છે. શ્રી ઠાણાંગસૂત્રમાં તેના આઠ ગુણો કહ્યા છે. અન્ય સૂત્રોમાં પણ જે જે નિર્દેશ અને યોગ્યતા દર્શાવી છે, તેવી યોગ્યતા પ્રાપ્ત કરીને જ એકલવિહાર કરવો હિતાવહ થાય છે. આગમોક્ત યોગ્યતાપૂર્ણ ન થાય ત્યાંસુધી આત્મ સમર્પણ અને મૌન ભાવે ગુરુ સાંનિધ્યમાં રહેવું જોઈએ