________________
[ ૨૭૮ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
સ્વચ્છંદનો એટલે અહંનો નાશ થાય; નમ્રતા, વિનય, વિવેક જેવા ગુણો પ્રગટે; ઇત્યાદિ અનેક પ્રકારના લાભ થાય છે. તેથી સાધકે સાધનામાં પરિપક્વ થવા માટે ગુરુકુલવાસ સ્વીકારવો જોઈએ. વિવMા ગાલનપલ્સ કુ :- બાલ જનોના સંગનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. જે જીવ હેય-ઉપાદેયના વિવેકને જાણે નહીં, જાણવા છતાં હેયતત્ત્વોનો ત્યાગ કરે નહીં તે બાલ છે. તે સિવાય અજ્ઞાની જીવોની, ધર્મ પ્રતિ વિપરીત વિચારણા કરનારા ગૃહસ્થોની, તેમજ જ્ઞાન, દર્શન, ચારિત્ર સંબંધી વિપરીત પ્રરૂપણા તથા વિપરીત આચરણ કરનારા શ્રમણોની ગણના બાલપુરુષમાં થાય છે. તેમના સંગથી અનેક અનર્થોની સંભાવના રહે છે. “સંગ તેવો રંગ' તે ન્યાયે સાધક પોતાના સાધનામાર્ગથી પતિત થઈ કયારેક શ્રદ્ધાથી પણ ચલિત થઈ જાય છે. તેથી રત્નત્રયની આરાધના કરવા ઈચ્છનાર શ્રમણોએ બાલજીવોના સંગને દૂરથી જ છોડી દેવો જોઈએ. સાયનિસેવા ય... :- બાલજીવોનો સંગ છોડી, ગુર્નાદિકોના સાંનિધ્યમાં રહીને પણ સાધકે સ્વતંત્ર પુરુષાર્થ કરવાનો હોય છે. સાધક ગુરુની આજ્ઞાપૂર્વક એકાંતસ્થાનમાં બેસીને સૂત્ર અને અર્થના ચિંતનમાં, તેના સ્વાધ્યાયમાં લીન બની જાય; તે જ તેનું પરમ કર્તવ્ય બને છે. આ રીતે ઉપરોકત નિર્દેશોના પાલનથી મનના ઉદ્વેગ અને કષાયોના આવેશ નાશ પામે છે. તેમજ અનુપ્રેક્ષાયુક્ત સ્વાધ્યાય કરવાથી સાધકના જ્ઞાનાદિ ગુણનો અત્યધિક વિકાસ થાય છે. સમાધિ પ્રાપ્તિના ઉપાયઃ
आहारमिच्छे मियमेसणिज्ज, सहायमिच्छे णिउणत्थबुद्धिं ।
णिकेयमिच्छेज्ज विवेगजोग्गं, समाहिकामे समणे तवस्सी ॥ શબ્દાર્થ – સનદાને સમાધિને ઇચ્છનાર મળે = શ્રમણ તવસ્તીન તપસ્વી નિયંત્ર પરિમિત પણs = એષણીય, નિર્દોષ આદર = આહારની છે = ઇચ્છા કરે ગિડાવૃદ્ધિ = જીવાદિ પદાર્થોમાં નિપુણ બુદ્ધિવાળા સહાયં = સહાયક શિષ્યની દૃષ્ઠ = ઇચ્છા કરે વિવેગન = સ્ત્રી-પશુ-નપુંસક રહિત ચિં = યોગ્ય સ્થાનની ફએક્સ = ઇચ્છા કરે. ભાવાર્થ – સંયમ સમાધિની આકાંક્ષા રાખનાર શ્રમણ-તપસ્વી સાધક પરિમિત અને એષણીય આહારની અને નિપુણ, બુદ્ધિમાન સાથીની ઇચ્છા કરે; સ્ત્રી આદિથી રહિત સ્થાનમાં નિવાસ કરે. વિવેચન -
પ્રસ્તુત ગાથામાં સમાધિ પ્રાપ્તિના ઈચ્છુક શ્રમણોને માટે માર્ગદર્શન છે. સમાધિ શ્રમણોને સંયમ પાલનમાં સદા પ્રસન્નતા રહે, ખિન્નતા પેદા ન થાય અને તેના સંયમ ભાવો સદા પ્રગતિશીલ થતા રહે, તે જ તેઓની સમાધિ છે.
પ્રસ્તુતમાં તે સમાધિ પ્રાપ્ત કરવાના ત્રણ ઉપાયો કહ્યા છે– (૧) પરિમિત અને એષણીય–શુદ્ધ નિર્દોષ આહાર, (૨) નિપુણ બુદ્ધિશાળી સહાયક (૩) સાધનાને યોગ્ય- સ્ત્રી, પશુ, નપુંસક રહિત એકાંત સ્થાન; આ ત્રણે ઉપાયો સાધનામાં પરમ ઉપયોગી છે.
સાધકનો આહાર અતિમાત્રામાં હોય, તો સાધનામાં પ્રમાદ ઉત્પન્ન થાય; આહાર દોષિત હોય, તો ચારિત્ર શુદ્ધિ કે રસેન્દ્રિય પર વિજય પ્રાપ્ત થાય નહીં; સાથી કે સહાયક સંત જો નિપુણ, બુદ્ધિશાળી કે