________________
પ્રમાદસ્થાન
[ ૨૮૧ ]
કારણ ગામi = જન્મ-મરણ સુi - દુઃખ છે વયંતિ - એમ જ્ઞાની પુરુષો કહે છે. ભાવાર્થ - રાગદ્વેષ કર્મનાં બીજ છે. કર્મ મોહથી ઉત્પન્ન થાય છે. તે કર્મ, જન્મ અને મરણનું મૂળ છે અને જન્મ-મરણ તે જ દુઃખ છે. તેમ જ્ઞાની પુરુષો કહે છે.
दुक्खं हयं जस्स ण होइ मोहो, मोहो हओ जस्स ण होइ तण्हा ।
तण्हा हया जस्स ण होइ लोहो, लोहो हओ जस्स ण किंचणाई ॥ શબ્દાર્થ -નરસ જેને મોહો મોહ છોડું નથી લુણંગદુઃખદયંત્ર નાશ પામ્યુન =જેનો નોહો = મોહતજ્ઞ = તણા = નહીં તો હોય છે તોહ = લોભન વિરાફ = આસક્તિ વગેરે કંઈ નથી. ભાવાર્થ:- જેને મોહ નથી તેનું દુઃખ નાશ પામે છે. જેને તૃષ્ણા નથી તેનો મોહ નષ્ટ થાય છે. જેને લોભ નથી તેની તૃષ્ણા દૂર થાય છે. જે અકિંચન છે અર્થાત્ જેની પાસે પરિગ્રહ નથી, તેનો લોભ નાશ પામે છે. વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં દષ્ટાંત સાથે દુઃખની પરંપરાના મૂળને સ્પષ્ટ કરી તેના નાશનો ઉપાય દર્શાવ્યો છે. ગઈ ૫ મંડપમના... - જેમ ઈડાથી બગલા ઉત્પન થાય છે અને બગલીથી ઈડાની ઉત્પત્તિ થાય છે, તેમ મોહથી તૃષ્ણા ઉત્પન્ન થાય છે અને તૃષ્ણાથી મોહની ઉત્પત્તિ થાય છે. તૃષ્ણા અને મોહ બંને મોહનીય કર્મના જ ભિન્ન-ભિન્ન રૂપ છે. જેના પ્રભાવથી આત્મા મૂઢ બની જાય અને હિતાહિતનું ભાન ભૂલી જાય તે મોહ છે. મોહભાવ તેમિથ્યાત્વ યુક્ત અજ્ઞાન છે; તેના દ્વારા તૃષ્ણાની ઉત્પત્તિ થાય છે. તે જ રીતે તૃષ્ણા દ્વારા મોહની ઉત્પત્તિ થાય છે. તૃષ્ણા વધવાથી હિતાહિતનું ભાન ભૂલાય જાય છે અને જીવ મોહથી આવૃત્ત થાય છે. મોદયથા હુ તા :- જ્યારે મનમાં કોઈ મનોજ્ઞ પદાર્થની તૃષ્ણા ઉત્પન્ન થાય, ત્યારે તેને પ્રાપ્ત કરવા વ્યક્તિ ઉત્સુક થાય છે. વસ્તુ પ્રાપ્તિની ઉત્સુકતાથી તે વિવેકહીન અને મૂઢ બની જાય છે. તૃષ્ણા વ્યક્તિને મૂચ્છિત બનાવે છે. તૃષ્ણા રાગ સ્વરૂપ છે. જ્યાં રાગ હોય ત્યાં દ્વેષ અવયંભાવી હોય છે કારણ કે વસ્તની પ્રાપ્તિમાં જે અવરોધક બને, તેના પર દ્વેષભાવ થાય છે. રાગ અને દ્વેષની તીવ્રતાથી મિથ્યાત્વનો પણ ઉદય થાય છે. આ રીતે રાગ, દ્વેષ, મિથ્યાત્વ વગેરે ભાવો મોહનીયકર્મના જ વિભિન્નરૂપ છે. તેથી જ કહ્યું છે કે તૃષ્ણા મોહનું આયતન-ઉદ્ભવ સ્થાન છે અને મોહનીય કર્મના ઉદયે જ તૃષ્ણા જાગૃત થાય છે. તૃષ્ણા મોહનીયકર્મનું જ એકરૂપ છે, તેથી મોહ તૃષ્ણાનું આયતન-ઉદ્ભવ સ્થાન છે. Rો ય તો નિ ય તન્મય :- માયા અને લોભ રૂ૫ રાગ તેમજ ક્રોધ અને માન રૂપ દ્વેષ: આ બંને કર્મોના બીજ છે અર્થાત્ કર્મોપાર્જનમાં રાગદ્વેષ, કારણભૂત છે. મોહથી કર્મની ઉત્પત્તિ થાય છે અને કર્મથી જન્મ-મરણની પરંપરા વધે છે. જન્મ-મરણ એ દુઃખના કારણરૂપ છે. સંક્ષેપમાં રાગ અને દ્વેષ જ સમસ્ત દુઃખોના કારણ છે. આ રીતે અહીં મોહનીય કર્મના જ વિવિધરૂપો દ્વારા જન્મ-મરણની (દુઃખની) પરંપરાને સમજાવી છે. આ પરંપરાને તોડવા માટે દુઃખના કારણભૂત મોહનો નાશ કરવો જરૂરી છે. કુર્ણ ચં નષ્ણ દોઃ મોદો.... - જે નિષ્પરિગ્રહી છે, જેને કોઈ વસ્તુની મૂચ્છ કે આસક્તિ નથી; તેને વસ્તુ મેળવવાની કે ભેગી કરવાની વૃત્તિરૂપ લોભ રહેતો નથી. જેને લોભ નથી તેને વસ્તુની લાલસા-તૃષ્ણા પણ રહેતી નથી. તેથી લોભના નાશથી તૃષ્ણાનો નાશ થાય છે. તૃષ્ણાનો નાશ થતાં જ મોહનો નાશ થાય અને મોહનો નાશ થતાં વ્યક્તિ વીતરાગી બની જાય છે. વીતરાગી વ્યક્તિને દુઃખ હોતું નથી.