________________
ચરણ વિધિ
૨૯
અને સુખોપભોગ સામગ્રીથી વંચિત કરે (૧૧) બાલ બ્રહ્મચારી ન હોવા છતાં પોતાને બાલ બ્રહ્મચારી કહે (૧૨) બ્રહ્મચારી ન હોવા છતાં પોતે બ્રહ્મચારી હોય, તેવો ઢોંગ કરે (૧૩) આશ્રય દાતાનું ધન પડાવી લે, ચોરી લે (૧૪) કરેલા ઉપકારને ભૂલીને કૃતઘ્નતા કરે, ઉપકાર કરનારના સુખોનો નાશ કરે (૧૫) ગૃહપતિ, સંઘપતિ અથવા સેનાપતિ વગેરે પોષણકર્તાની હત્યા કરે (૧૬) રાષ્ટ્રનેતા જેવા પ્રસિદ્ધ શ્રેષ્ઠીની હત્યા કરે (૧૭) સમાજના આધારસ્તંભ વિશિષ્ટ પરોપકારી પુરુષની હત્યા કરે (૧૮) સંયમ માટે તત્પર મુમુક્ષુ અને દીક્ષિત સાધુને સંયમ ભ્રષ્ટ કરે (૧૯) અનંતજ્ઞાનીની નિંદા કરે તથા સર્વજ્ઞતા પ્રત્યે અશ્રદ્ધા કરે (૨૦) આચાર્ય અને ઉપાધ્યાયની સેવા ભક્તિ ન કરે (૨૧) અહિંસાદિ મોક્ષમાર્ગની નિંદા કરીને જનતાને તેનાથી વિમુખ કરે (૨૨) આચાર્ય અને ઉપાધ્યાયની નિંદા કરે (૨૩) પોતે બહુશ્રુત ન હોવા છતાં સ્વયંને બહુશ્રુત કહે (૨૪) તપસ્વી ન હોવા છતાં પોતાને તપસ્વી કહે (૨૫) શક્તિ હોવા છતાં રોગી, વૃદ્ધ, અશક્તની સેવા ન કરે (૨૬) જ્ઞાન, દર્શન, ચારિત્ર વિનાશક અને કામોત્પાદક કથાઓનો વારંવાર પ્રયોગ કરે (૨૭) પોતાના મિત્રો વગેરે માટે વારંવાર જાદુ, મંત્ર-તંત્ર, વશીકરણ આદિનો પ્રયોગ કરે (૨૮) ઐહિક, પારલૌકિક ભોગોની નિંદા કરીને ગુપ્ત રીતે તેનું સેવન કરે, તેમાં અતિ આસક્ત રહે (૨૯) દેવોની ઋદ્ધિ, ધૃતિ, બલ, વીર્ય આદિની મજાક-મશ્કરી કરે (૩૦) પ્રત્યક્ષ દેવદર્શન થતાં ન હોય તો પણ, “મને દેવદર્શન થાય છે’’ તેવું અસત્ય બોલે.
કષાયોની તીવ્રતા અને ક્રૂરતાના કારણે મહામોહનીય કર્મબંધ થાય છે, તેથી તેના કારણોની કોઈ સીમા બાંધી શકાતી નથી. તો પણ શાસ્ત્રકારોએ મહામોહનીય કર્મબંધનાં મુખ્ય ત્રીસ કારણો કહ્યા છે. શ્રમણોએ તેનાથી હંમેશાં દૂર રહેવું જોઈએ.
એકત્રીસમો, બત્રીસમો અને તેત્રીસમો બોલ ઃ
सिद्धाइगुण जोगेसु, तेत्तीसासायणासु य ।
२० जे भिक्खू जयइ णिच्चं, से ण अच्छइ मंडले ॥
શબ્દાર્થ:- સિદ્ઘાનુળ = સિદ્ધ ભગવાનના ૩૧ ગુણોમાં નોનેસુ = બત્રીસ પ્રકારના યોગ સંગ્રહોમાં તેત્તીલાલાવાસુ = તેત્રીસ આશાતનાઓમાં.
ભાવાર્થ :– સિદ્ધ ભગવંતોના ૩૧ અતિશય ગુણોમાં, બત્રીસ યોગ સંગ્રહોમાં, તેત્રીસ આશાતનાઓમાં જે ભિક્ષુ સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં પરિભ્રમણ કરતો નથી.
વિવેચનઃ
સિદ્ધાશુળ :– સિદ્ધોના ૩૧ ગુણો. સિદ્ધિ પ૬ પ્રાપ્તાÒષામાવૌ પ્રથમાત વાતિશાયિનો વા મુળા: સિદ્ધાવિશુળા । સિદ્ધ ભગવંતના આદિ ગુણ. આદિ એટલે પ્રારંભ, સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થવાના સમયે ઉપરોક્ત ૩૧ ગુણો પ્રગટ થાય છે, તેથી તે સિદ્ધ આદિ ગુણ કહેવાય છે. સંસારી જીવોને આઠ કર્મ હોય છે. તેમાં જ્ઞાનાવરણીયના ૫, દર્શનાવરણીયના ૯, વેદનીયના ૨, મોહનીયના ૨, (દર્શનમોહનીય, ચારિત્ર મોહનીય) આયુષ્યના ૪, નામકર્મના ૨, (શુભનામ, અશુભનામ), ગોત્રકર્મના ૨, (ઉચ્ચગોત્ર, નીચગોત્ર) અને અંતરાયકર્મના ૫, (દાનાન્તરાય, લાભાન્તરાય, ભોગાન્તરાય, ઉપભોગાન્તરાય અને વીર્યાન્તરાય) આ પ્રમાણે આઠે ય કર્મોની મૂળ પ્રકૃતિઓના કુલ ભેદ ૫+૯+૨+૨+૪+ર+ર+પ = ૩૧ છે. આ ૩૧ કર્મ પ્રકૃતિઓનો સંપૂર્ણ ક્ષય કરીને સિદ્ધ ભગવાન ૩૧ ગુણોથી યુક્ત બને છે. સિદ્ધોના ૩૧ ગુણો અન્ય રીતે