________________
[ ૨૭૦ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
પણ થાય છે. જે આચારાંગ સૂત્રમાં કહ્યા છે, જેમ કે પાંચ સંસ્થાન, પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ, ત્રણ વેદ, શરીર, આસક્તિ અને પુનર્જન્મ, આ ૩૧ દોષોના ક્ષયથી પણ ૩૧ ગુણ પ્રગટ થાય છે.
સાધકોએ સિદ્ધગુણોને પ્રાપ્ત કરવામાં સદા પ્રયત્નશીલ રહેવું જોઈએ. ગોકુ – બત્રીસ યોગ સંગ્રહ– મન, વચન, કાયાના વ્યાપારને યોગ કહે છે. યોગના બે પ્રકાર છે. શુભ અને અશુભ. પ્રસ્તુત અધ્યયનમાં ચરણવિધિનું કથન હોવાથી અશુભ યોગથી નિવૃત્ત થઈને વિવિધ રીતે શુભ યોગરૂપે પ્રવૃત્તિ કરવી, તેને યોગસંગ્રહ કહે છે. સાધક જીવનમાં ઉપયોગી અને આવશ્યક તે બત્રીસ બોલ આ પ્રમાણે છે– (૧) આલોચના– ગુરુજન સમક્ષ સ્વ-દોષ નિવેદન (૨) અપ્રગટીકરણકોઈના દોષોને કે આલોચનાને સાંભળીને બીજાઓની સામે ન કહેવા (૩) સંકટમાં ધર્મ દઢતા રાખવી (૪) આસક્તિ કે આશા રહિત તપ કરવું (૫) ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષાનો અભ્યાસ કરવો (૬) નિપ્રતિકર્મતા- નિષ્કારણ શરીરની સેવા પરિચર્યા અને ઉપકરણોના સુધારા સંસ્કાર કાર્યો ન કરવા(૭) અજ્ઞાતતા- પૂજા-પ્રતિષ્ઠાના મોહને ત્યાગી ગુપ્ત તપ વગેરે કરવું (૮) નિર્લોભતા, (૯) તિતિક્ષા (૧૦) આર્જવ (૧૧) શુચિ– સત્ય અને સંયમની પવિત્રતા (૧૨) સમ્યકત્વ શુદ્ધિ, (૧૩) સમાધિ-ચિત્ત પ્રસન્નતા (૧૪) માયા રહિત આચારપાલન કરવું. (૧૫) વિનય (૧૬) ધૈર્ય (૧૭) સંવેગ- મોક્ષ અભિલાષા અથવા સંસારથી વિરક્તિ (૧૮) પ્રસિધિ– માયા શલ્યથી રહિત થવું (૧૯) સુવિધિ- વિધિપૂર્વક સદ્ અનુષ્ઠાન (૨૦) સંવર- પાપ આશ્રવનો નિરોધ કરવો. (૨૧) દોષશુદ્ધિ (૨૨) સર્વકામભોગ વિરક્તિ (૨૩) મૂળ ગુણોનું શુદ્ધ પાલન (ર૪) ઉત્તરગુણોનું શુદ્ધ પાલન (૨૫) વ્યુત્સર્ગ- કાયોત્સર્ગ કરવો (ર૬) અપ્રમાદપ્રમાદ ન કરવો (૨૭) સંયમ યાત્રામાં પ્રતિક્ષણ સાવધાની (૨૮) શુભધ્યાન (૨૯) મારણાંતિક વેદના સમયે ધીરજ રાખવી. (૩૦) સંગ પરિત્યાગ (૩૧) ગ્રહણ કરેલ પ્રાયશ્ચિત્તનું આચરણ કરવું અને (૩૨) અંતિમ સમયે સંલેખના કરીને મારણાત્તિક આરાધના કરવી.
આચાર્ય જિનદાસ બત્રીસ યોગ સંગ્રહનું કથન બીજી રીતે કરે છે. ધર્મધ્યાનના ૧૬ ભેદ તથા શુક્લધ્યાનના ૧૬ ભેદ, એમ બન્ને મળીને ૩ર ભેદ થાય છે. તેરીસાલથાણુઃ- (૧) જે પ્રવૃત્તિ આત્મગુણોનો નાશ કરે, તેને આશાતના કહે છે. (૨) આશાતના એટલે વિરાધના, ગુરુદેવ વગેરે પૂજ્ય પુરુષોની અવહેલના, ઉપેક્ષા,નિંદા કે અભદ્ર વ્યવહાર વગેરેથી માનસિક, શારીરિક કષ્ટ પહોંચાડવું તેને આશાતના કહે છે. આ પ્રકારના વ્યવહારોથી પણ આત્મગુણોનો નાશ થાય છે.
(૧) ગુરુ ભગવંતોની આગળ આગળ ચાલે (૨) ગુરુ ભગવંતોની બરાબર સાથે (એક હારમાં) ચાલે (૩) ગુરુ ભગવંતોની પાછળ અવિનયપૂર્વક ચાલે (૪) ગુરુ ભગવંતોની આગળ ઊભો રહે (૫) ગુરુ ભગવંતોની બરાબર સાથે હારમાં ઊભો રહે (૬) ગુરુ ભગવંતને પાછળ અડીને ઊભો રહે (૭) ગુરુ ભગવંતની આગળ બેસે (૮) એકજ હારમાં બેસે (૯) પાછળ અડીનેબેસે (૧૦૧૧) ગુરુ ભગવંતની પહેલાં શૌચનિવૃત્તિ કરી ઉપાશ્રયમાં પહેલાં આવી જાય તેમજ ઉપાશ્રયમાં સાથે આવીને પણ ઈર્યાવહિનો કાયોત્સર્ગ ગુરુ આદિથી પહેલાં કરે (૧૨) ગુરુ ભગવંતને જેની સાથે વાર્તાલાપ કરવાનો હોય તેવા વિશિષ્ટ પુરુષની સાથે ગુરુ ભગવંતથી પણ પહેલાં વાર્તાલાપ કરી લે (૧૩) ગુરુ ભગવંત પૂછે કે કોણ જાગે છે? કોણ સૂતા છે? તે સમયે જાગતા હોવા છતાં જવાબ ન આપે (૧૪) ભિક્ષા લાવીને પહેલાં નાના સાધુની પાસે ભિક્ષા સંબંધિત આલોચના કરે, પછી ગુરુ ભગવંતો પાસે આલોચના કરે (૧૫) લાવેલી ભિક્ષા પહેલાં નાના સાધુને દેખાડે, ત્યાર પછી ગુરુ ભગવંતને દેખાડે (૧૬) લાવેલી ભિક્ષા, ઉપયોગમાં લેતાં પહેલાં નાના સાધુને નિમંત્રણ આપે અને પછી ગુરુભગવંતોને