________________
| ૨૬૮ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
પ્રકલ્પ કહેવાય છે. તેમાં મુનિ જીવનના આચાર અને દોષોના પ્રાયશ્ચિત્તોનું વર્ણન છે. તે બને સૂત્રના મળીને ૨૮ અધ્યયન છે. જેમાં આચારાંગ પ્રથમ શ્રુતસ્કંધના ૯ અધ્યયન- (૧) શસ્ત્રપરિજ્ઞા, (૨) લોકવિજય, (૩) શીતોષ્ણીય, (૪) સમ્યક્ત્વ, (૫) લોકસાર, (૬) ધૂતાધ્યયન, (૭) મહાપરિજ્ઞા(આ અધ્યયન વિચ્છેદ પામ્યું છે.) (૮) વિમોક્ષ, (૯) ઉપધાનશ્રુત, દ્વિતીય શ્વત સ્કંધના ૧૬ અધ્યયન- (૧) પિડેષણા, (૨) શય્યા (૩) ઈર્યા, (૪) ભાષા, (૫) વઐષણા, (૬) પાનૈષણા, (૭) અવગ્રહપ્રતિમા, (૮ થી ૧૪) સપ્ત સપ્તતિકા (સાત સ્થાનાદિ એક એક), (૧૫) ભાવના અને (૧૬) વિમુક્તિ. નિશીથસૂત્રના ત્રણ અધ્યયન છે– (૧) ઉદ્ઘાતિક (લઘુમાસિક, લઘુ ચૌમાસી, લઘુ છમાસી) (૨) અનુઘાતિક (ગુરુમાસિક, ગુરુ ચૌમાસી, ગુરુ છમાસી) (૩) આરોપણા- પ્રાયશ્ચિત્તનું કપરૂપે પાલન. આ રીતે ૯ + ૧૬ + ૩ = ૨૮ થાય છે. શ્રમણોએ આ ૨૮ અધ્યયનોમાં વર્ણિત સાધ્વાચારનું પાલન કરવું અને તેમાં નિર્દિષ્ટ પ્રાયશ્ચિત્ત સ્થાનોનું સેવન નહીં કરવું. ઓગણત્રીસમો અને ત્રીસમો બોલ - १० पावसुयप्पसंगेसु, मोहठाणेसु चेव य ।
जे भिक्खू जयइ णिच्च, से ण अच्छइ मंडले ॥ શબ્દાર્થ -પાર્વસુખસુ = ૨૯ પ્રકારના પાપસૂત્રોમાં નોહાસુ = મોહનીય-કર્મ બાંધવાના ૩૦ સ્થાનોનોમાં ગય = વિવેક રાખે છે, યતના કરે છે. ભાવાર્થ:- ઓગણત્રીસ પાપકૃત-પ્રસંગોમાં અને ત્રીસ મોહસ્થાનોમાં જે ભિક્ષુ સદા યતના(જયણા) રાખે છે તે સંસારમાં પરિભ્રમણ કરતો નથી. વિવેચન :
વસુયણ /- પાપશ્રુત પ્રસંગ ર૯ પ્રકારના છે. જેના અભ્યાસથી જીવને પાપ કરવાની ઇચ્છા થાય, જેના નિમિતે પાપ કર્મોનો આશ્રવ થાય છે, તે પાપકૃત કહેવાય છે. (૧) ભૌમ- ભૂમિકંપ વગેરે બતાવતું શાસ્ત્ર (૨) ઉત્પાદ– રુધિર વર્ષા, દિશાઓ લાલ થવી, ઇત્યાદિનાં શુભાશુભ ફળસૂચક શાસ્ત્ર, (૩) સ્વપ્નશાસ્ત્ર, (૪) અંતરિક્ષ વિજ્ઞાન, (૫) અંગશાસ્ત્ર, (૬) સ્વરશાસ્ત્ર, (૭) વ્યંજન શાસ્ત્ર- તલ, મસા આદિનું ફળ સૂચક શાસ્ત્ર, (૮) લક્ષણશાસ્ત્ર(હસ્ત રેખાદિનું જ્ઞાન આપતું શાસ્ત્ર). આ આઠે ય સૂત્ર, આઠેયની વૃત્તિ અને તેના પરની વાર્તિક, આ રીતે એક-એકના ત્રણ-ત્રણ ભેદ થવાથી ૨૪ શાસ્ત્ર થાય છે. ત્યાર પછી (૨૫) વિકથાનુયોગ, (૨૬) વિદ્યાનુયોગ, (૨૭) મંત્રાનુયોગ, (૨૮) યોગાનુયોગ- વશીકરણ વગેરે યોગ સુચક શાસ્ત્ર (૨૯) અન્યતીર્થિકાનુયોગ- અન્ય તીર્થિકોના હિંસા પ્રધાન આચારશાસ્ત્ર. સંયમ આરાધક શ્રમણોએ આ ર૯ પ્રકારના પાપાશ્રયજનક શાસ્ત્રોનો પ્રયોગ કરવો ન જોઈએ. મોદહાણુ - મહામોહનીય કર્મબંધનાં ૩૦ સ્થાનો આ પ્રમાણે છે– (૧) ત્રસ જીવોને પાણીમાં ડૂબાડીને મારે (૨) ત્રસ જીવોના શ્વાસને રોકીને મારે (૩) ત્રસ જીવોને મકાનમાં બંધ કરી ધુમાડાથી શ્વાસ રૂંધીને મારે (૪) ત્રસ જીવોને માથા ઉપર ભીનું ચામડું વગેરે બાંધીને મારે (૫) ત્રસ જીવોને માથા ઉપર દંડ વગેરેનો ઘાતક પ્રહાર કરીને મારે (૬) પથિકોને દગો કરી લૂંટે (૭) ગુપ્ત રીતે અનાચાર સેવન કરે (૮) પોતે કરેલા મહાદોષનો આરોપ(કલંક) બીજા ઉપર મૂકે (૯) સભામાં સત્ય વાતને જાણીજોઈને છુપાવે, અર્ધ સત્ય જેવી મિશ્રભાષા બોલે (૧૦) પોતાના અધિકારી ઉપકારીને (અથવા રાજા)ને અધિકાર