________________
ચરણ વિધિ
૨૬૭ ]
બીજા મહાવતની પાંચ ભાવનાઓઃ- (૧) વિચારીને બોલવું (૨-૫) ક્રોધ, લોભ, ભય અને હાસ્ય, આ ચારેયનો વિવેક અર્થાત્ ક્રોધાદિનો ત્યાગ કરીને વચન બોલવા. ક્રોધાદિથી યુક્ત થઈને બોલવું નહીં. ત્રીજા મહાવ્રતની પાંચ ભાવનાઓ :- (૧) નિર્દોષ સ્થાનની યાચના કરીને તેમાં રહેવું. (૨) જો સ્થાન બહુ મોટું હોય તો રહેવા માટેના સ્થાનની મર્યાદા સ્પષ્ટ કરીને આજ્ઞા લેવી (૩) સ્થાનમાં રહેલા પાટ, પાટલા વગેરે ચીજ વસ્તુની અલગ આજ્ઞા લેવી (૪) ગુરુજનો તથા અન્ય રત્નાધિકો પાસેથી ભોજનની આજ્ઞા મેળવીને ભોજન કરવું (૫) સાધર્મિકો સાથે ભોજનનો સંવિભાગ કરવો. ચોથા મહાવ્રતની પાંચ ભાવનાઓઃ- (૧) સ્ત્રીઓની કથા-વાર્તાનો ત્યાગ (૨) સ્ત્રીઓના અંગોપાંગનાં અવલોકનનો ત્યાગ (૩) અતિમાત્રા અને પ્રણીત આહાર-પાણીનો ત્યાગ (૪) પૂર્વે ભોગવેલા ભોગોના સ્મરણનો ત્યાગ (૫) સ્ત્રી વગેરેથી સેવિત શયનાસનનો ત્યાગ કરવો. પાંચમા મહાવતની પાંચ ભાવનાઓઃ- (૧ થી ૫) શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ પાંચે ય ઇન્દ્રિયોના વિષયોમાં મનોજ્ઞ વિષયો પર રાગભાવ અને અમનોજ્ઞ વિષયો પર દ્વેષભાવ ન રાખવો. આ ૨૫ ભાવનાઓ દ્વારા પાંચ મહાવ્રતોની રક્ષા કરવી તથા સંયમ વિરોધી ભાવનાઓથી નિવૃત્ત થવું. ૩ ; ફસાઇ :- દશાશ્રુતસ્કંધ સૂત્રના ૧૦ ઉદ્દેશો, બૃહત્કલ્પ સૂત્રના ૬ ઉદ્દેશા અને વ્યવહારસૂત્રના ૧૦ ઉદ્દેશા છે તે સર્વ મળીને ૨૬ ઉદ્દેશા થાય છે. આ ત્રણે ય સૂત્રોમાં સાધુ જીવનના આચાર વ્યવહારની ચર્ચા છે. સાધુઓએ આ ૨૬ ઉદ્દેશકો અનુસાર આચાર, વ્યવહાર અને આત્મશુદ્ધિનું આચરણ કરવું જોઈએ. સત્તાવીસમો અને અઠ્ઠાવીસમો બોલ -
अणगारगुणेहिं च, पगप्पम्मि तहेव य ।
__ जे भिक्खू जयइ णिच्चं, से ण अच्छइ मंडले ॥ શબ્દાર્થ - ગણITT૯ = સાધુના ૨૭ ગુણોનો પરાણગ્નિ = ૨૮ પ્રકારના આચાર પ્રકલ્પો અંગે સદા ઉપયોગ રાખે છે. ભાવાર્થ:- ૨૭ પ્રકારના અણગાર ગુણોમાં અને આચાર પ્રકલ્પ એટલે આચારાંગ સૂત્ર અને નિશીથ સૂત્રના ૨૮ અધ્યયનોના વિષયમાં જે ભિક્ષુ સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં પરિભ્રમણ કરતો નથી. વિવેચન :
હિં - અણગારના સત્તાવીસ ગુણો આ પ્રમાણે છે– (૧ થી ૫) પાંચ મહાવ્રતોનું પાલન કરવું, (૬ થી ૧૦) પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો (૧૧ થી ૧૪) ક્રોધ, માન, માયા, લોભનો ત્યાગ કરવો (૧૫) ભાવસત્ય- અંતઃકરણ શુદ્ધ રાખવું, (૧૬) કરણ સત્ય- આચરણ શુદ્ધ રાખવું. (૧૭) યોગ સત્ય, (૧૮) ક્ષમા, (૧૯) વીતરાગતા, (૨૦) મન સમાધારણતા- મનની શુભ પ્રવૃત્તિ, (૨૧) વચન સમાધારણતા- વચનની શુભ પ્રવૃત્તિ, (રર) કાય સમધારણતા- કાયાની શુભ પ્રવૃત્તિ (૨૩) જ્ઞાન સંપન્નતા, (૨૪) દર્શન સંપન્નતા (૨૫) ચારિત્ર સંપન્નતા, (૨૬) વેદનાઓને સમ્યફ સહન કરવી અને (૨૭) મારણાત્તિક કષ્ટ સમ્યક્ સહન કરવું. TIMન્મિ :- પ્રકલ્પ એટલે આચાર પ્રકલ્પ અધ્યયન. તે અઠ્ઠાવીસ છે. આચાર એટલે આચારાંગસુત્ર અને પ્રકલ્પ એટલે નિશીથ અધ્યયન-નિશીથસૂત્ર. આ રીતે નિશીથસૂત્ર સહિત આચારાંગ સૂત્રને આચાર
અ