________________
[૨
]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
ત્રેવીસમો અને ચોવીસમો બોલ:
તેવા સૂયાડે, રવાપણું સુલુ યા
जे भिक्खू जयइ णिच्चं, से ण अच्छइ मंडले ॥ શબ્દાર્થ:- સૂયારે સૂયગડાંગ સૂત્રના તેવીલા = ત્રેવીસ અધ્યયનો અંગે રવાપણુ= રૂપાધિક, ત્રેવીસથી એક અધિક, અર્થાત્ ૨૪ પ્રકારના સુર = દેવો અંગે. ભાવાર્થ- સૂત્રકતાંગ સૂત્રના ત્રેવીસ અધ્યયન અને ચોવીસ દેવોના વિષયમાં જે ભિક્ષુ હંમેશાં ઉપયોગ રાખે છે, તે સંસારમાં પરિભ્રમણ કરતો નથી. વિવેચન :તેવા સૂયાડે :- સૂત્રકૃતાંગ સૂત્રનાં ૨૩ અધ્યયનો. પ્રથમ શ્રુતસ્કંધનાં ૧૬ અધ્યયનોનાં નામ ૧૬માં બોલમાં દર્શાવ્યા છે. દ્વિતીય શ્રુતસ્કંધનાં ૭ અધ્યયનો આ પ્રમાણે છે– (૧) પૌંડરીક (૨) ક્રિયાસ્થાન (૩) આહાર પરિજ્ઞા (૪) પ્રત્યાખ્યાન ક્રિયા (૫) આચારશ્રુત (૬) આદ્રકીય(આદ્રકુમાર) અને (૭) નાલંદીય. પ્રથમ શ્રુતસ્કંધનાં સોળ અને દ્વિતીય શ્રુતસ્કંધનાં સાત, સર્વ મળીને ત્રેવીસ અધ્યયનો થાય છે. તે ત્રેવીસ અધ્યયનોમાં કથિત શિક્ષાઓનું શ્રમણોએ યથાર્થ પાલન કરવું જોઈએ. रूवाहि 1 - ચોવીસ પ્રકારના દેવ- દશ પ્રકારના ભવનપતિ દેવો, આઠ પ્રકારના વ્યંતર દેવો, પાંચ પ્રકારના જ્યોતિષ્ક દેવો અને વૈમાનિક દેવ. અહીં સમસ્ત વૈમાનિક દેવોનો સામાન્યરૂપથી એક જ પ્રકાર ગણ્યો છે. બીજી વ્યાખ્યા અનુસાર ચોવીસ તીર્થકર દેવોનું પણ ગ્રહણ થાય છે.
મુમુક્ષુએ ચોવીસ જાતિના દેવોના અસ્તિત્વમાં શ્રદ્ધા રાખવી જોઈએ, તેની પાસેથી કાંઈ મેળ વવાની અપેક્ષા ન રાખવી અને તેમના જીવનની પ્રશંસા કે નિંદા ન કરવી પરંતુ તટસ્થભાવ રાખવો. ચોવીસ તીર્થકરો પ્રત્યે શ્રદ્ધા ભક્તિ રાખવી અને તેમની આજ્ઞાનુસાર સમ્યમ્ આરાધના કરવી જોઈએ. પચ્ચીસમો અને છવ્વીસમો બોલ:
पणवीस भावणासु, उद्देसेसु दसाइणं ।
जे भिक्खू जयइ णिच्चं, से ण अच्छइ मंडले ॥ શબ્દાર્થ -પાવ-ભાવસુ = પાંચ મહાવ્રતોની ૨૫ ભાવનાઓમાં સાફ = દશાશ્રુતસ્કંધ આદિના ઘેલુ = છવ્વીસ ઉદ્દેશો. ભાવાર્થ:- પાંચ મહાવ્રતની પચ્ચીસ ભાવનાઓ તથા દશાશ્રુત સ્કંધનાં ૧૦ અધ્યયન, બૃહત્કલ્પનાં છ અધ્યયન અને વ્યવહાર સૂત્રનાં ૧૦ અધ્યયન; કુલ મળીને છવ્વીસ અધ્યયન (ઉદ્દેશક)ના વિષયમાં જે ભિક્ષુ સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં પરિભ્રમણ કરતો નથી. વિવેચન :પવી-માવાસુદ- પાંચ મહાવ્રતોની ૨૫ ભાવનાઓ. મહાવ્રતોને જે ભાવિત કરે, પુષ્ટ કરે અને તેની આરાધનામાં સહયોગી બને; તે ભાવનાઓ કહેવાય છે. પ્રથમ મહાવતની પાંચ ભાવના- (૧) ઈર્યાસમિતિ (૨) એષણા સમિતિ (૩) આદાન-નિક્ષેપસમિતિ (૪) મનસમિતિ અને (૫) વચન સમિતિ.