________________
પામે, એ બીજી ભૂમિકા (૩) એવા અધમપાત્ર જે સારા નિમિત્ત મળે છતાં પણ મોહના ગાઢ બંધનના કારણે પુરુષાર્થ ન કરી શકે, ભૂલ સુધારી જ ન શકે અને દુર્ગતિને પામે તે ત્રીજી ભૂમિકા છે.
અહીં સમુદ્રપાલની કથા ઉત્તમપાત્ર તરીકે વર્ણવેલી છે, જ્યારે રથનેમી બીજી ભૂમિકાથી પાર થાય છે. રાજમતીજીના ઉપદેશથી જાગૃત થઈ જાય છે અને “ખલુંકીય” અધ્યયનમાં વિપરીત બુદ્ધિના શિષ્યોથી કંટાળી ગુરુ પોતે તેનો ત્યાગ કરે છે પણ શિષ્યો સુધરતા નથી.
આ બધા કથાનક સુંદર અને સહજ શૈલીમાં વર્ણવ્યા છે, સાહિત્યદષ્ટિએ ઉપમા ઇત્યાદિ અલંકારથી સુશોભિત છે. તેમાં સૌથી મોટી વાત તો એ છે કે– સંસ્કૃત ભાષાનું માધ્યમ છોડીને તે વખતની મગધની તળપદી લોકભાષાનું અવલંબન કરી, સર્વ સામાન્ય જનસમૂહ સમજી શકે તેવી ભાષામાં ઉપદેશ અપાયો છે.
એકંદરે સમગ્ર ‘ઉત્તરાધ્યયન સૂત્ર સારભૂત જૈન ઉપદેશનો નિચોડ' ગ્રંથ છે. તેમાં યે એકવીસમા અધ્યયનથી લઈ છત્રીસ અધ્યયન સુધી ઉત્તરોત્તર ઉપદેશમાં પ્રગાઢતા આવી છે અને જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતોને સ્પર્શ કરવા માટે એક-એક આખા પ્રકરણ આપવામાં આવ્યા છે. જેમ કે- “તપ પ્રકરણ’, ‘કર્મ પ્રકૃતિ', “અષ્ટ પ્રવચનમાતા” અને “સાધુ સમાચારી', “મોક્ષમાર્ગ', “છ વેશ્યા’ અને ‘પ્રમાદ સ્થાનો’ ઇત્યાદિ. સાધકને લક્ષમાં રાખીને અપાયેલા બધા જ ઉપદેશ અને ગંભીર વિષયોની છણાવટ સાધકના અણુ અણુમાં સ્નેહ સિંચન કરે છે, ભગવદ્ વાણી અને એ વખતના ક્રાંતિકારી ત્યાગ સભર સંતોના ખમીરને પ્રદર્શિત કર્યું છે. લડાઈના મોરચે લડતા યોદ્ધાની જેમ, ત્યાગને મોરચે મોહ સાથે લડતા મુનિને ડગલે-પગલે સાવધ કર્યા છે. આ સમગ્ર વાણી સરળ અને હૃદયસ્પર્શી છે.
એ વખતના લોકજીવનમાં તીવ્ર ક્રિયાકાંડને વરેલા હોત્રિય બ્રાહ્મણો કે એ જાતના ધાર્મિક અનુષ્ઠાનો કરનારી વ્યક્તિઓ સાથે જૈન ત્યાગી મુનિની અથડામણ થતી, એવું પ્રકરણ જયઘોષ મુનિનું છે.
જયઘોષમુનિ યજ્ઞ મંડપમાં જઈ ચડે છે. ત્યાં એમનો પ્રતિકાર થાય છે. એ વખતે શાસ્ત્રકારે શબ્દો ટાંક્યા છે કે– વિઠ્ઠો, પિતકો. ૩ત્તમ આવેલ આ સંઘર્ષમાં નિગ્રંથમુનિ જરા પણ રુષ્ટ થતા નથી, બહારના કારણોથી તુષ્ટ પણ થતા નથી, ઉત્તમ અર્થની ગવેષણા અને ઉત્તમ અર્થની અભિલાષા સાથે વિવાદમાં ઉતરે છે, સત્ય સમજાવે છે અને એ વખતના સરળ સ્વભાવી આ બ્રાહ્મણ વિદ્વાનો મુનિને સાંભળે છે, સમજે છે અને ઉત્તમ ત્યાગને વરે છે, પ્રતિકાર મૂકીને સત્કાર કરે છે. આખા પ્રકરણમાં
#
26