________________
મહાન સંતો નતમસ્તક થઈ પરિણમી જાય છે. જે આજના કદાગ્રહ ભાવોને વરેલી, વ્યક્તિઓ માટે વિચારણીય છે.
પાછળના બધા અધ્યયનો સુંદર કથાનકો તથા સૈદ્ધાત્તિક ઉપદેશોથી ભરપૂર છે. જૈન શાસનમાં કર્મવાદ અને તપવિધાન આ બે ચક્ષુઓ છે અને આ બંને ચક્ષુઓને શાસ્ત્રકારે ત્રીસમું અને તેત્રીસમું બે સ્વતંત્ર અધ્યયન આપીને, શાસનને દેખતું કર્યું છે. એ જ રીતે મોક્ષમાર્ગ એ જૈનદર્શનનો મુખ્ય ઉપાદેય સિદ્ધાંત છે. મોક્ષમાર્ગ માટે અઠ્ઠાવીસમું અધ્યયન પ્રગટ કર્યું છે. જેમ ખાટલાના ચાર પાયા હોય તેમ જૈનદર્શનના રત્નજડિત પલંગના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ, એ ચાર પાયા છે અને તે ચાર પાયાને આધારે મોક્ષમાર્ગની સ્થાપના કરી છે. “માર્ગ'નો અર્થ રસ્તો પણ થાય છે અને માર્ગનો અર્થ “મુક્ત થવાના સાધન” એવો પણ થાય છે. સાધન શુદ્ધ હોય તો જ સાધ્ય સુધી પહોંચી શકાય, એવું સ્પષ્ટ કર્યું છે.
આગમની પૂર્ણાહુતિ કરતા પ્રભુ મહાવીરે જીવ-અજીવની વિભક્તિ કરી ભેદરેખા ખેંચી છે. આ ભેદ વિજ્ઞાન ઘણું જ મહત્ત્વપૂર્ણ છે. ભેદવિજ્ઞાનની ત્રણ ભૂમિકા છે– (૧) જીવ અને પુદગલનો ભેદ (૨) સ્વભાવ અને વિભાવનો ભેદ (૩) સ્વભાવમાં શુદ્ધ દ્રવ્ય અને પર્યાયનું ભેદ વિજ્ઞાન. આ ત્રણે ભેદ વિજ્ઞાનને પાર કરી અભેદ, અખંડ, અવિનાશી, શુદ્ધ આત્મદ્રવ્યમાં પ્રવેશ કરી, અખંડ એવા આત્માને પ્રાપ્ત કરી અખંડદર્શન મેળવવું એ ચોથી ભૂમિકા છે.
દિગંબર શાસ્ત્રોમાં સુપ્રસિદ્ધ અધ્યાત્મગ્રંથ ‘સમયસાર” ઉપર્યુક્ત ત્રણ ભૂમિકા પર રચાયેલો છે. ભગવાન મહાવીર પણ ઉત્તરાધ્યયન સૂત્રની પૂર્ણાહુતિમાં અખંડ અભિન્ન આત્મદર્શન કરાવી સ્વયં સિદ્ધગતિને પ્રાપ્ત થયા છે.
इइ पाउकरे बुद्धे, णायए परिणिव्वुए।
छत्तीसं उत्तरज्झाए, भवसिद्धिय संवुडे ॥ उत्तरा-३६/२७४
આટલી ભૂમિકા કર્યા પછી આ સૂત્રમાં જે કથાનકોનો ઉલ્લેખ થયો છે, તે વિષે બે શબ્દ કહેશું...
સમુદ્રપાલ, રથનેમિ, કેશી-ગૌતમ સંવાદ, ખાંકીય(વિપરીત બુદ્ધિના શિષ્યો) ઇત્યાદિ કથાનકો છે. વસ્તુતઃ કથાશાસ્ત્રોમાં ત્રણ ભૂમિકા હોય છે. અહીં ત્રણે ભૂમિકાનો સ્પર્શથયો છે– (૧) ઉત્તમકોટિના ઉત્તમ ચરિત્રનું વર્ણન એ પ્રથમ ભૂમિકા (૨) કર્મવશાત્ મોહનો ઉદય થતા જીવ અધોગામી થાય પરંતુ ફરીથી ઉત્તમ ઉપદેશ મળતાં ઊર્ધ્વગતિ
&
25
)
S