________________
રે હવે આપણે મૂળ વાત પર આવીએ, અહીં આ પવિત્ર શાસ્ત્રનું ઉદબોધન, કરતાં ઉત્તરાધ્યયન’ શબ્દ ઉત્તર અને અધ્યયન આ બે શબ્દથી નિષ્પન્ન થાય છે. જેમાં ઉત્તર એટલે પ્રધાન. જેથી શ્રેષ્ઠ અધ્યયનોના સમૂહરૂપ શાસ્ત્ર, તે ઉત્તરાધ્યયન સૂત્ર. તેમાં ખરેખર, રોચક, સારગર્ભિત અને શ્રેષ્ઠતર અને શ્રેષ્ઠતમ વિષયોનું નિરૂપણ છે.
ભાષા શાસ્ત્ર અનુસાર ‘તર પ્રયોગ બીજી ભૂમિકાનો અને ‘તમ પ્રયોગ ત્રીજી- ઉત્કૃષ્ટ ભૂમિકાનો સૂચક છે. ઉત્ – સાધનાની ઊર્ધ્વગતિ, ઉતતર્ = ઉત્તર એટલે સાધનાની ઊર્ધ્વતાની બીજી ભૂમિકા અને ઉત્તમ્ = ઉત્તમ એટલે સાધનાની ઊર્ધ્વતાની ત્રીજી ભૂમિકા. અહીં શાસ્ત્રકારે "ઉત્તર" શબ્દ ગ્રહણ કર્યો છે. ઉત્તર એટલે સાધનાની બીજી ભૂમિકા- વ્રત, પચ્ચકખાણ, દેવ, ગુરુ અને ધર્મની ધારણા. આ શબ્દ પ્રયોગ સમયે શાસ્ત્રકારે ચોથા ગુણસ્થાનથી સાતમા ગુણસ્થાન સુધીના સાધકોને દષ્ટિગોચર રાખ્યા છે. તેમનું લક્ષ કરીને શાસ્ત્રનું ઉદ્ધોધન કર્યું છે અને તેથી જ આ શાસ્ત્રનું ‘ઉત્તરાધ્યયન સૂત્ર’ એવું સુંદર નામ ઉદ્ભવ્યું છે. જોકે આ શાસ્ત્રમાં સામાન્ય હળુકર્મી ભદ્ર જીવો માટે પણ ઘણો મસાલો છે અને તે જ રીતે ઉત્તમ ભૂમિકાએ પહોંચેલા જીવો માટે આધ્યાત્મ ભાવનાના ચમકારા છે, પરંતુ મુખ્યત્વે મધ્યમ સાધકોને લક્ષમાં રાખીને જ ઘણો ઉપદેશ છે તેથી જ આ શાસ્ત્રનું ઉત્તરાધ્યયન સૂત્ર એવું સુંદર નામ ઉદ્ભવ્યું છે. ઘણા દિવસોના ચિંતન પછી પણ મનમાં જે પ્રશ્ન ઘૂંટાતો હતો કે અહીં ‘ઉત્તમાધ્યયન' ન કહેતાં ‘ઉત્તરાધ્યયન' કેમ કહ્યું? આ ‘ઉત્તર ઉપદેશ સમીક્ષા'માં ઉપરોક્ત યથાથે સમાધાન આલેખ્યા પછી સંતોષનો અનુભવ થયો છે. હવે બીજી વિશેષતાઓ પ્રત્યે ધ્યાન આપીશું.
આજે ઉત્તરાધ્યયન સૂત્રનો બીજો ભાગ બહાર પડે છે, તે પણ ઘણાં જ મહત્ત્વપૂર્ણ અધ્યયનોને આવરી લે છે. આ બધા અધ્યયનોમાં ઝીણવટથી દષ્ટિપાત કરતાં તે સમયના ધાર્મિક આંદોલનોનો પણ પ્રતિઘોષ સંભળાય છે. તેમાં સૌથી મહત્ત્વપૂર્ણ વાત જૈનદર્શનનો સમન્વય સિદ્ધાંત છે.
આજની કેટલીક કટ્ટરપંથી વિચારધારાવાળી વ્યક્તિઓ, જૈનદર્શનના હાર્દથી ઘણી જ વેગળી હોય તેવું લાગે છે. આમ તો જુઓ- ૨૩મા કેશીસ્વામીના અધ્યયનમાં, ગૌતમ-કેશીનું મિલન એક જીવતી જાગતી ઐતિહાસિક નોંધ છે. બંને મહાન આચાર્યો ત્રણ અને ચાર જ્ઞાનના ધણી છે. છતાં તેમનો વિનય-વિવેક, પરસ્પરનું સૌહાર્દ અને ઉચ્ચકોટિનો ત્યાગભાવ અને તેઓના શબ્દ-શબ્દમાં અમૃત બિંદુ જેવો રસ સમાવિષ્ટ થયેલો છે. પ્રભુ પાર્શ્વનાથના શાસનની નિયમાવલીથી પ્રભુ મહાવીરના શાસનની નિયમાવલીમાં ભિન્નતા હતી. તે બંને નિયમાવલીનો સમન્વય કરી, નવી નિયમાવલીમાં