________________
**
અભિગમ
ગોંડલ ગચ્છ શિરોમણી પરમ દાર્શનિક પૂ. શ્રી જયંતમુનિ મ.સા.
ઉત્તર ઉપદેશ સમીક્ષા :
આજે ઉત્તરાધ્યયન જેવા પવિત્રતર આગમ ઉપર કંઈક દષ્ટિપાત કરવાની અને યથાશક્તિ બે શબ્દો દ્વારા ગુણાનુવૃત્તિ કરવાનો અવસર ઉદ્ભવ્યો છે, તે મારું પરમ સૌભાગ્ય છે.
દુઃખની વાત એ છે કે– ઉત્તરાધ્યયન સૂત્રનો પ્રથમ ભાગ પ્રકાશિત થયો ત્યારે પણ તેના માટે લખવાનું આમંત્રણ મળ્યું હતું પરંતુ કારણવશાત્ લખી શકાયું નહીં, મનમાં ઊંડો ખટકો પણ રહી ગયો.
આજે બીજા ભાગ માટે લખવાનું છે પરંતુ સર્વ પ્રથમ સમગ્ર ઉત્તરાધ્યયન માટે યત્કિંચિત્ અંતર ભાવના પ્રગટ કર્યા પછી બીજા ભાગ માટે લખવું ઉચિત લાગ્યું. ઉત્તરાધ્યયન સૂત્ર એ મધ્યમ શ્રેણીના જીવો માટે નીતિ અને ધર્મનો સામાન્ય ઉપદેશ અને બોધકથાઓ માટે ઘણું જ ઉપકારી છે. જરા ધ્યાનથી જોઈએ, તો શાસ્ત્રનું નામ કેટલું સુંદર રીતે ચયન કર્યું છે.
AB
ભારતીય સાધનામાં સાધકજીવોની ત્રણ ભૂમિકા હોય છે– (૧) અજ્ઞાનદશા છતાં ગુણગ્રાહિતા, સરલતા, માનવોચિત ગુણ અને દયાભાવ (૨) જ્ઞાનદશા– વ્યવસ્થિત જ્ઞાનપૂર્વક આરાધનામાં સ્થિર થવું, ત્યાગ, વૈરાગ્ય, વિધિપૂર્વક વ્રત, પચ્ચક્ખાણ તથા દેવરિત અને સર્વવિરતિના ભાવો ધારણ કરવા (૩) મુક્તદશા– ચરમ ઉપાસના કે પરમ ઉપાસના, ઉત્કૃષ્ટ આરાધના, નિશ્ચય નયનું અવલંબન, ગુણાતીત અવસ્થા. છેવટે પરમજ્ઞાન, કેવળજ્ઞાન અને મુક્ત દશા. આ ત્રણે ભાવોને પ્રગટ કરવા માટે વ્યાકરણમાં શ્રેષ્ઠ, શ્રેષ્ઠતર, શ્રેષ્ઠતમ અથવા શ્રેય, શ્રેયસ્કર અને શ્રેયસ્તમ; આવા તુલનાત્મક પ્રત્યયો છે. મધ્યમ વર્ગના જીવો માટે બહુ જ સૂક્ષ્મ આધ્યાત્મિક અથવા ધ્યાનાત્મક, જ્ઞાનાત્મક તીવ્ર ઉપદેશ એટલો કલ્યાણકારી થતો નથી. ઉપરના ગુણસ્થાનવર્તી મહાત્માઓને યોગ્ય ભાવો, સામાન્ય અવસ્થાવાળાને પીરસવા, તે હાઇસ્કૂલના વિદ્યાર્થીને એમ. એ. પછીનો કોર્સ કરાવવાની જેમ ભૂલ ભરેલું તથા અયોગ્ય ગણાય..... ભલે... કોઈ કોઈ ઊંચી વાતો મેટ્રિકના વિદ્યાર્થી સામે આવી જાય તો ચાલે, પરંતુ આખો અભ્યાસ તો તેની યોગ્યતા પ્રમાણે જ હોય.
23