SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ચરણ વિધિ ૨૩ અનર્થકારી ક્રિયા. (૩) હિંસાક્રિયા– તેણે મને હણ્યો હતો, આ સંકલ્પથી કોઈને મારવાથી થતી ક્રિયા. (૪) અકસ્માત્ક્રિયા– એક જીવને મારવા જતાં વચ્ચે બીજા જીવો મરી જાય, તેનાથી લાગતી ક્રિયા. (૫) દૃષ્ટિ વિપર્યાસ ક્રિયા– દષ્ટિની વિપરીતતાથી અશત્રુને શત્રુ માનીને તેની હિંસા કરે તે. (૬) મૃષાક્રિયા– સંકલ્પ યુક્ત અસત્ય ભાષણથી લાગતી ક્રિયા. (૭) અદત્તાદાનક્રિયા. સંકલ્પ યુક્ત અદત્ત ગ્રહણ કરવાથી લાગતી ક્રિયા (૮) અધ્યાત્મવર્તિકી ક્રિયા– મનના અશુભ વિચારોથી લાગતી ક્રિયા. (૯) માનક્રિયા– અભિમાન કરવાથી લાગતી ક્રિયા (૧૦) મિત્ર દ્વેષ પ્રત્યયિકીક્રિયા– માતા-પિતા વગેરે સ્વજનોને નજીવા અપરાધમાં મોટો દંડ દેવાથી લાગતી ક્રિયા. (૧૧) માયાક્રિયા– કપટ કરવાથી લાગતી ક્રિયા (૧૨) લોભક્રિયા– લોભ કરવાથી લાગતી ક્રિયા (૧૩) ઈર્યાપથિકીક્રિયા– અપ્રમત્ત વીતરાગ સંયમીને ગમના- ગમનથી લાગતી ક્રિયા. સંયમી સાધકોને પ્રથમની બાર ક્રિયાઓ યોગ્ય નથી, માટે તેનાથી દૂર રહેવું જોઈએ તથા ઈર્યાપથિકી ક્રિયામાં સહજભાવથી પ્રવૃત્ત થવું જોઈએ. મૂયામેણુ :– ભૂતગ્રામ, પ્રાણી સમૂહ. જે પહેલાં હતા, વર્તમાને છે અને ભવિષ્યમાં હશે તે(તે જીવોને) ભૂત કહેવાય છે; તેના સમુદાયને ભૂતગ્રામ કહે છે. સૂક્ષ્મ એકેન્દ્રિય, બાદર એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચોરેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય અને સંશી પંચેન્દ્રિય. આ સાતેના પર્યાપ્તા અને અપર્યાપ્તા મળીને કુલ ૧૪ ભેદ જીવ સમૂહના થાય છે. સાધુઓએ તેની વિરાધના ન કરવી જોઈએ અને તેની રક્ષા કરવામાં સાવધાન રહેવું જોઈએ. परमाहम्मिसु ઃ– પંદર પરમાધાર્મિક– (૧) અંબ (૨) અંબરીષ (૩) શ્યામ (૪) શબલ, (૫) રૌદ્ર (૬) ઉપરૌદ્ર (૭) કાલ (૮) મહાકાલ (૯) અસિપત્ર (૧૦) ધનુષ (૧૧) કુંભ (૧૨) વાલુક (૧૩) વૈતરણી (૧૪) ખરસ્વર અને (૧૫) મહાઘોષ. આ પંદર પરમ અધાર્મિક અસુરદેવો, નારક જીવોને યાતના આપવામાં આનંદ માને છે. આ પરમાધાર્મિક દેવો જેવા સંક્લિષ્ટ પરિણામ અને ક્રૂર પ્રવૃત્તિ ન કરવી પણ શુભ પરિણામોમાં પ્રવૃત્ત થવું જોઈએ તેમજ તે પરમાધાર્મિક દેવો પ્રત્યે દ્વેષભાવ ન રાખતાં માધ્યસ્થભાવ રાખવો જોઈએ. સોળમો અને સત્તરમો બોલ ઃ १३ गाहा सोलसएहिं, तहा असंजमम्मि य । जे भिक्खू जयइ णिच्चं, से ण अच्छइ मंडले ॥ શબ્દાર્થ:- નાહાલોલલË = સૂયગડાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના ૧૬ અધ્યયનોમાં તા ય = અને અસંગમમ્મિ = સત્તર પ્રકારનો અસંયમ. ભાવાર્થ:- જે ભિક્ષુ સૂયગડાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના ૧૬ અધ્યયનોમાં કથિતભાવો પ્રમાણે જીવનમાં અનુષ્ઠાન કરે અને સત્તર પ્રકારના અસંયમના ભાવોને છોડી તેનાથી વિપરીત સત્તર પ્રકારના સંયમમાં ઉપયોગ રાખે છે; તે સંસારમાં પરિભ્રમણ કરતો નથી. વિવેચનઃ નાહા-સોલક્ષËિ :– આ શબ્દના બે પ્રકારે અર્થ થાય છે– (૧) ગાથા એટલે પાઠ, અધ્યયન. અહીં સૂત્રકૃતાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના ૧૬ અધ્યયન અભિપ્રેત છે (૨) ગાથા નામનું અધ્યયન સોળમું છે. શ્રી સૂત્રકૃતાંગ સૂત્રના સોળ અધ્યયનો આ પ્રમાણે છે– (૧) સ્વસમય-પ૨સમય (૨) વૈતાલીય
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy