________________
| ૨૨ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
૧૧ શ્રાવક પડિમાઓ - શ્રાવકની અગિયાર પ્રતિજ્ઞાઓનાં નામ- (૧) સમ્યકત્વરૂપ વિશેષ પ્રતિજ્ઞા (૨) વિવિધ વ્રત નિયમરૂપ વિશેષ પ્રતિજ્ઞા (૩) ઉભયકાળ- સામાયિક અને ૧૪ નિયમ સ્વીકારવા માટે વિશેષ પ્રતિજ્ઞા (૪) પૌષધ સંબંધી વિશેષ પ્રતિજ્ઞા (૫) કાયોત્સર્ગ સંબંધી વિશેષ પ્રતિજ્ઞા (૬) અખંડ બ્રહ્મચર્ય ધારણ કરવું, તેમજ સ્નાનાદિનો ત્યાગ કરવો અને ધોતીની ગાંઠ ન બાંધવી, (૭)સચિત્તાવાર ત્યાગ પ્રતિજ્ઞા (૮) સ્વયં આરંભ ત્યાગ પ્રતિજ્ઞા (૯) આરંભ પ્રેરણા ત્યાગ પ્રતિજ્ઞા (૧૦) ઉદિષ્ટ આહાર ત્યાગ પ્રતિજ્ઞા (૧૧) શ્રમણ ભૂત આચરણ પ્રતિજ્ઞા. ૧૨ ભિક્ષુ પડિમાઓ :- પ્રથમ પડિમા- એક દત્તિ આહાર, એક દત્તિ પાણી ગ્રહણ કરવા, તેની કાલ મર્યાદા એક માસ. બીજી પડિમા- બે દત્તિ આહાર અને બે દત્તિ પાણી ગ્રહણ કરવા. તેની કાલ મર્યાદા એક માસ છે. ૩ થી ૭ પડિમાઓ ક્રમશઃ- એક-એક દત્તિ આહાર અને એક-એક દત્તિ પાણી પ્રતિમાસ વધારતા જવું. તે દરેકની કાલ મર્યાદા એક-એક માસની છે. આઠમી પડિમા– એકાંતરે ચૌવિહાર ઉપવાસ કરી ૭ અહોરાત્ર(દિવસ-રાત) સુધી આરાધના કરવી. ગામમાં, નગરમાં, ઉદ્યાનમાં અથવા એકાંત સ્થાનમાં ઉત્તાનાસન, પાર્ષાસન અથવા નિષધાસનથી ધ્યાન કરવું, ઉપસર્ગ સહન કરવા. નવમી પડિમા- સાત અહોરાત્ર(દિવસ-રાત) સુધી એકાંતરે ચૌવિહારા ઉપવાસ કરવા. ગામની બહાર એકાંત સ્થાનમાં દંડાસન, લકુટાસન અથવા ઉત્કટાસનથી ધ્યાન ધરવું. દસમી પડિમા- સાત અહોરાત્ર સુધી એકાંતરે ચૌવિહારા ઉપવાસ કરવા. ગામની બહાર એકાંતસ્થાનમાં ગોદુહાસન, વીરાસન અથવા આમ્રકુન્શાસન આ ત્રણમાંથી કોઈપણ એક આસનમાં ધ્યાનસ્થ થવું. અગિયારમી પડિમા- એક અહોરાત્ર(આઠ પ્રહર)ની ચૌવિહારા છઠ્ઠ કરી આરાધના કરવી.છઠ્ઠના દિવસે નગરની બહાર ઊભા રહી ૨૪ કલાક કાયોત્સર્ગ કરવો. (૧૨) બારમી પડિમા- આ પડિમાં ફક્ત એક રાત્રિની છે. ચૌવિહારા અટ્ટમ કરી અટ્ટમની રાત્રિએ ગામની બહાર ઊભા રહીને, માથાને થોડું નમાવીને, એક પુદ્ગલ ઉપર દષ્ટિ રાખતાં અનિમેષ નેત્રોથી કાયોત્સર્ગ કરવો, સમભાવથી ઉપસર્ગ સહન કરવા.
આ અગિયાર અને બાર પડિમાઓની શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ કરીને યથાશક્તિ આચરણ કરવું પરંતુ શક્તિને ગોપવવી નહીં તેમજ તેના પ્રત્યે અશ્રદ્ધાના ભાવો કરવા નહીં. સાધુ અને શ્રાવકની આ પડિમાઓનું વિસ્તૃત વર્ણન દશાશ્રુતસ્કંધ સૂત્રમાં છે. તેરમો, ચૌદમો અને પંદરમો બોલ - 9 किरियासु भूयगामेसु, परमाहम्मिएसु य ।
- जे भिक्खू जयइ णिच्चं, से ण अच्छइ मंडले ॥ શબ્દાર્થ - જિરિયાણું = તેર ક્રિયાઓમાં મૂયમેલું = ચૌદ ભૂતગ્રામોમાં, જીવના ચૌદ ભેદોમાં પરમ- હમિપણું = પંદર પરમાધાર્મિકોમાં. ભાવાર્થ - તેર પ્રકારના ક્રિયાસ્થાનોમાં, જીવના ચૌદ ભેદોમાં તથા પંદર પરમાધાર્મિક દેવોના વિષયમાં જે ભિક્ષ હંમેશાં જતના-વિવેક રાખે છે, તે સંસારમાં પરિભ્રમણ કરતો નથી. વિવેચન : - જિરિયાપુ :- ક્રિયાઓ. ક્રિયાઓના સ્થાન અર્થાત કારણને ક્રિયાસ્થાન કહે છે. તે તેર ક્રિયાઓ આ પ્રમાણે છે– (૧) અર્થકિયા- પ્રયોજનપૂર્વક થતી ક્રિયા. () અનર્થરિયા– પ્રયોજન વિના થતી
R