________________
ચરણ વિધિ.
[ ૨૧]
દસ પ્રકારના ભિક્ષુ ધર્મનું આચરણ કરવામાં સદા સાવધાની રાખે છે, પ્રયત્નશીલ રહે છે; તે સંસારમાં પરિભ્રમણ કરતો નથી. વિવેચન : - મારૂઃ- આઠ મદસ્થાન, માન મોહનીય કર્મના ઉદયથી આત્મામાં ઉત્કર્ષ(અહંકાર)રૂપ પરિણામ થાય, તે મદ છે. તેના આઠ ભેદ છે. જાતિમદ, કુલમદ, બળમદ, રૂપમદ, તપમદ, શ્રતમદ, લાભમદ અને ઐશ્વર્યમદ. આ સર્વ મદસ્થાનોથી, મદોથી નિવૃત્તિ અને નમ્રતા, મૃદુતામાં પ્રવૃત્તિ માટે સાધુને સદા પ્રયત્નશીલ રહેવું જોઈએ. વંભરીશુ - બ્રહ્મચર્યની નવ ગુપ્તિઓ. બ્રહ્મચર્યની સુરક્ષાને માટે નવ ગુપ્તિઓ(સંરક્ષક–વાડ) છે. તે આ પ્રમાણે છે– (૧) સ્ત્રી, પશુ અને નપુંસક રહિત સ્થાનમાં રહેવું. (૨) સ્ત્રી સંબંધી કથા-વાર્તા કરવી નહીં. (૩) સ્ત્રીઓ સાથે બેસવું નહીં તેમજ જે સ્થાન કે આસન પર સ્ત્રી બેઠી હોય તેના પર અમુક સમય સુધી બેસવું નહીં (૪) સ્ત્રીઓના અંગોપાંગને એકીટશે જોવા નહીં (૫) સ્ત્રી-પુરુષના કામાત્મક શબ્દ આદિનું શ્રવણ થાય ત્યાં રહેવું નહીં () પૂર્વ સેવિત ભોગોનું સ્મરણ કરવું નહીં. (૭) સદા પ્રણીત-રસ (ગરિષ્ઠ) ભોજન કરવું નહીં. (૮) અતિમાત્રામાં ભોજન કરવું નહીં. (૯) વિભૂષા વૃત્તિ કરવી નહીં અર્થાત્ શરીર અને ઉપકરણો સંબંધી સજાવટ કરવી નહીં. સાધુ-સાધ્વીઓએ બ્રહ્મચર્ય વિરોધી આ નવેય વૃત્તિઓથી નિવૃત્તિ અને સંયમ પોષક ગુપ્તિઓમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. બ્રહ્મચર્યની સુરક્ષાના આ નિયમો (શિક્ષાઓ)માં જ્યાં પુરુષ માટે સ્ત્રી વર્જનનું કથન છે ત્યાં સ્ત્રી માટે પુરુષ વર્જનનું કથન સમજવું જોઈએ. fબહુ-ધર્મામિ - દશવિધ શ્રમણ ધર્મ એટલે શ્રમણો માટે આવશ્યક ગુણો- (૧) ક્ષમા (૨) મુક્તિ-નિર્લોભતા (૩) આર્જવ–સરળતા (૪) માર્દવ-કોમળતા (૫) લાઘવ–લઘુતા () સત્ય–આચારવિચાર પ્રત્યે સત્યનિષ્ઠા (૭) સંયમ- હિંસાદિ આશ્રવ ત્યાગ,(૮) તપ (૯) ત્યાગ- ખાદ્ય પદાર્થ વગેરેનો ત્યાગ અને પોતાના આહાર, વસ્ત્રાદિમાંથી અન્ય સાધુને નિમંત્રણ આપવું. આ પ્રકારનો વ્યવહાર ઉદારતા રૂપ હોવાથી તેનો ત્યાગમાં સમાવેશ થાય છે અને (૧૦) બ્રહ્મચર્ય. સાધુ- સાધ્વીઓ આ દશ ધર્મોમાં આત્માને સ્થાપિત કરીને તેનાથી વિપરીત દસ અવગુણોથી સદા દૂર રહે. અગિયારમો, બારમો બોલઃ
उवासग पडिमासु, भिक्खूणं पडिमासु य ।
जे भिक्खू जयइ णिच्चं, से ण अच्छइ मंडले ॥ શદાર્થ:-૩વાસન હિમાલુ= ઉપાસક પડિમા, શ્રાવકની ૧૧ પડિમાઓમાંfભ[M = સાધુઓની પડિમાસુ = બાર પડિમાઓમાં. ભાવાર્થ:- શ્રમણોપાસકોની અગિયાર પડિમાના નિરૂપણમાં અને ભિક્ષુઓની બાર પડિમાના પાલન તથા નિરૂપણમાં જે ભિક્ષુ સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં પરિભ્રમણ કરતો નથી. વિવેચનઃપકિમઃ- પ્રતિજ્ઞા. સામાન્ય રીતે ચાલતી સાધનામાં કર્મોની વિશેષ નિર્જરા માટે સ્વીકારવામાં આવતા કઠિન નિયમો-અનુષ્ઠાનો માટે શાસ્ત્રમાં પતિના શબ્દ પ્રયોગ છે. તેનો સરળ અર્થ છે– સાધક દ્વારા સ્વીકારવામાં આવતી વિશિષ્ટ પ્રતિજ્ઞાઓ.