________________
| ૨૬૦]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
દ્વિતીય શ્રુતસ્કંધનો પ્રથમ અધ્યયન પિડેષણા અને સાતમું અધ્યયન અવગ્રહ એષણાનું છે. તેમાં સાત-સાત પડિમાઓનું કથન છે. પ્રસ્તુતમાં પિંડ + ૩૯ + ડિમાનું, આ શબ્દ દ્વારા તે બંને અધ્યયનમાં વર્ણિત પડિમાઓનો નિર્દેશ છે. સાત પિપૈષણાઓ-સંસૃષ્ટા, અસંસૃષ્ટ, ઉદ્ઘતા, અલ્પલેપિકા, ઉગૃહીતા, પ્રગૃહીતા અને ઉઝિત ધર્મા; તેનું સ્વરૂપ ત્રીસમા અધ્યયનની રપમી ગાથાના વિવેચનમાં આપ્યું છે. સાત અવગ્રહ પ્રતિમા – અવગ્રહ- સાધુને રહેવાના સ્થાન સંબંધી સાત અભિગ્રહ છે– (૧) શય્યાસ્થાન, મકાનની આજ્ઞા વિધિપૂર્વક ગ્રહણ કરવી અર્થાત્ તે સ્થાનના માલિક અથવા અધિષ્ઠાયક(મકાનના અધિકારી)ની આજ્ઞા લેવી. અને તેમાં સ્થાનની સીમા તથા શ્રમણોની સંખ્યા સંબંધી સ્પષ્ટતા કરી લેવી. (૨) અભિગ્રહરૂપે મુનિ પોતાના માટે, પોતાના સહવર્તી સાધુઓ માટે અને બંને માટે સ્થાનની યાચના કરે અને સ્વ-પર, ઉભય દ્વારા યાચિત સ્થાનમાં રહે. (૩) સ્વયં સ્વ-પર ઉભય માટે સ્થાનની યાચના કરે પરંતુ અન્ય દ્વારા યાચિત સ્થાનમાં ન રહે. (૪) પોતાના માટે જ સ્થાનની યાચના કરે પરંતુ અન્ય દ્વારા યાચિત સ્થાનમાં રહે. (૫) પોતાના માટે જ સ્થાનની યાચના કરે અને તે જ સ્થાનમાં રહે. અન્ય માટે સ્થાનની યાચના કરે નહીં કે અન્ય દ્વારા યાચિત સ્થાનમાં રહે નહીં. (૬) ગ્રહણ કરેલા સ્થાનમાં પાટ, પાટલા, ઘાસ આદિ હોય, તેનો ઉપયોગ કરે; અન્યત્ર જઈને પાટ, પાટલા વગેરે લાવે નહીં. (૭) ગ્રહણ કરેલા સ્થાનમાં પાટ, પાટલા આદિ જ્યાં જે રીતે પાથરેલા હોય, તે રીતે જ ઉપયોગ કરે, તેને સ્થાનાંતરિત કરે નહીં. આ રીતે સ્થાન અને સંસ્તારક સંબંધી સાત પડિમાઓ-અભિગ્રહો છે. તેમાંથી કોઈ પણ અભિગ્રહ ધારણ કરીને તેનું યોગ્ય આચરણ કરે.
સાધુએ આહાર સંબંધી અને સ્થાન સંબંધી સાત-સાત પ્રકારના અભિગ્રહમાંથી કોઈ પણ અભિગ્રહ ધારણ કરીને કર્મ નિર્જરાનો વિશેષ પુરુષાર્થ કરવો જોઈએ. સાત ભય :- સાધુઓએ ભયથી મુક્ત રહીને નિર્ભયતાપૂર્વક સંયમમાં તલ્લીન રહેવું જોઈએ. ભયનાં કારણ અથવા સ્થાન સાત છે– (૧) ઈહલોકભય- સ્વજાતિનો ભય. મનુષ્યને મનુષ્યનો ભય, તિર્યંચને તિર્યંચનો ભય. (૨) પરલોકભય- ભિન્ન જાતિનો ભય. મનુષ્યને તિર્યંચ કે દેવોનો ભય, પશુને માનવોનો ભય. (૩) આદાનભય- ધન નાશ પામી જાય તેનો ભય, ચોરોથી ભય. (૪) અકસ્માત ભયઅણધારી પરિસ્થિતિ ઊભી થવાનો ભય. (૫) આજીવિકાભય- આજીવિકા ચલાવવાનો ભય. આજીવિકા ભયના સ્થાને સમવાયાંગ સૂત્રમાં વેદના ભય કહ્યો છે. (૬) અપયશભય- અપકીર્તિ થવાનો ભય. (૭) મરણભય. મૃત્યુ સંબંધી ભય. સાધુ સ્વયં સાત પ્રકારના ભયનો ત્યાગ કરી, નિર્ભય બનીને વિચરણ કરે છે અને તે જગતના સર્વ જીવોને પણ અભયદાન આપનારા હોય છે, તેથી સ્વયં ભયભીત થતાં નથી અને કોઈને ભયભીત કરતા નથી. આઠમો, નવમો અને દસમો બોલ -
मएसु बंभगुत्तीसु, भिक्खूधम्मम्मि दसविहे ।
जे भिक्खू जयइ णिच्चं, से ण अच्छइ मंडले ॥ શબ્દાર્થ –મણું = આઠ મદસ્થાનોના ત્યાગમાં નંબરનુ = નવ બ્રહ્મચર્ય ગુપ્તિઓનું પાલન કરવામાં વિરે = દસ પ્રકારના પહૂ-
થ ન = ભિક્ષુધર્મ, યતિધર્મનું પાલન કરવામાં. ભાવાર્થ:- જે ભિક્ષુ આઠ મદસ્થાનોના ત્યાગમાં, નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિઓના પાલનમાં અને
૨૦