________________
| ચરણ વિધિ
[ ૨૫૯]
શબ્દાર્થ - છત્યુ = છત્નસાસુ- લેશ્યાઓમાં વાપણું = છકાયમાં અને છ છ આહાર-વારને = આહાર કરવાના અને આહાર ત્યજવાનાં છ કારણો અંગે ય = ઉપયોગ રાખે છે. ભાવાર્થઃ- જે ભિક્ષુ છલેશ્યાઓ, પૃથ્વીકાય આદિ છ કાયના જીવો અને આહાર કરવાના અને આહારનો ત્યાગ કરવાના છ-છ કારણોમાં સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં પરિભ્રમણ કરતો નથી. વિવેચન :
સાસુ :- વેશ્યાઓ. જીવના અધ્યવસાયરૂપ શુભાશુભ પરિણામો ભાવ લેશ્યા છે અને તેના દ્વારા શ્લેષરૂપે ગ્રહણ થતા પુગલો દ્રવ્ય લેગ્યા છે. તે દ્રવ્યલેશ્યા આત્મા દ્વારા ગ્રહણ કરાયેલા કર્મ પુગલોને આત્મા સાથે શ્લેષ કરે છે, ચોંટાડે છે. દ્રવ્ય અને ભાવ બંને પ્રકારની વેશ્યાઓ છ-છ પ્રકારની હોય છેકૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા, તેજલેશ્યા, પદ્મવેશ્યા અને શુક્લલેશ્યા. જે ઉત્તરોત્તર એક બીજાથી પ્રશસ્ત પ્રશસ્તતર હોય છે, તેમ છતાં પ્રારંભની ત્રણ અપ્રશસ્ત અને અંતિમ ત્રણ પ્રશસ્ત છે. સાધકને અપ્રશસ્ત લેશ્યાઓથી નિવૃત્ત થઈ પ્રશસ્ત વેશ્યાઓમાં રહેવું જોઈએ. છે; વજાણું :- શકાય. સંસારી જીવોના છ પ્રકાર છે, તેને ષકાય કહે છે. પૃથ્વીરૂપ શરીરવાળા પૃથ્વીકાય જીવ, જલરૂપ શરીરવાળા અષ્કાય જીવ, અગ્નિરૂપ શરીરવાળા અગ્નિકાય જીવ, વાયુરૂપ શરીરવાળા વાયુકાય જીવ અને વનસ્પતિરૂપ શરીરવાળા વનસ્પતિકાય જીવ; તે પાંચ સ્થાવર છે. તેને ફક્ત એક સ્પર્શેન્દ્રિય જ હોય છે. ત્રસલામ કર્મના ઉદયથી ગતિશીલ શરીરધારી જીવો ત્રસકાયિક કહેવાય છે. તેના ચાર પ્રકાર છે– બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય. પંચેન્દ્રિયના પુનઃ ચાર પ્રકાર છે– નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ. આ સર્વ મળીને ષટ્કાયના જીવો કહેવાય છે. તે જીવોની હિંસાથી નિવૃત્તિ અને તેની રક્ષામાં પ્રવૃત્તિ રૂપ સતત સાવધાની રાખવી, તે ચારિત્રની આરાધના માટે આવશ્યક છે. છ આહાર-વાર :- આહાર ગ્રહણ અને ત્યાગનાં છ-છ કારણો : પ્રસ્તુત સૂત્રના છવ્વીસમાં “ સામાચારી” અધ્યયનમાં આહાર કરવાના છે અને આહાર ન કરવાના છ કારણો બતાવેલાં છે. શ્રમણોએ આહાર કરવાનાં છ કારણો ઉપસ્થિત થાય, ત્યારે જ આહારમાં પ્રવૃત્તિ કરવી તથા આહાર ત્યાગ કરવાનાં છ કારણો ઉપસ્થિત થાય ત્યારે આહારનો ત્યાગ કરવો, તે જ કર્તવ્ય છે. સાત બોલઃ
पिंडोग्गह पडिमासु, भयाणेस सत्तसु ।
जे भिक्खू जयइ णिच्चं, से ण अच्छइ मंडले ॥ શબ્દાર્થ - પિંડોરાદ-સાસુ = આહાર અને અવગ્રહ ગ્રહણ વિષયક સાત-સાત પડિમાઓ અંગે સાસુ સાત વિઠ્ઠાણુ = ભય સ્થાનોમાં ને = જે. ભાવાર્થ:- સાત પિંડેષણા અને સાત અવગ્રહ પડિમાઓ તથા સાત ભયસ્થાનોના વિષયમાં જે ભિક્ષુ હંમેશાં ઉપયોગ રાખે છે અર્થાતુ સાત પિંડેષણા અને સાત અવગ્રહ પડિમાઓનું યથાશક્ય આસેવન અને ભયસ્થાનોનો ત્યાગ કરે, તે સંસારમાં પરિભ્રમણ કરતો નથી. વિવેચન :પિતાહ પરિમા :- સાત પિડેષણાઓ અને સાત અવગ્રહ પડિમાઓ. શ્રી આચારાંગ સૂત્ર