________________
[ ૨૬૪ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
૩) ઉપસર્ગ પરિજ્ઞા (૪) સ્ત્રીપરિજ્ઞા (૫) નરક વિભક્તિ (૬) વીર સ્તુતિ (૭) કુશીલ પરિભાષા (૮) વીર્ય (૯) ધર્મ (૧૦) સમાધિ (૧૧) માર્ગ (૧૨) સમવસરણ (૧૩) યથાતથ્ય (૧૪) ગ્રંથ. (૧૫) આદાનીય અને (૧૬) ગાથા. આ સોળ અધ્યયનોનો અભ્યાસ કરવો અને તે પ્રમાણે જ ઉચિત આચાર, વિચારનું સારી રીતે પાલન કરવું તેમજ અનાચાર કે દુર્વિચારોથી નિવૃત્ત થવું જોઈએ. અસંમમિ - સત્તર પ્રકારના અસંયમ– (૧ થી ૯) પૃથ્વીકાયથી લઈને વનસ્પતિકાય અને બેઇન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના નવ પ્રકારના જીવોની હિંસામાં કૃત-કારિત-અનુમોદનારૂપથી પ્રવૃત્ત થવું તે અસંયમ છે. (૧૦) અજીવ અસંયમ– વસ્ત્ર, પાત્ર આદિ ઉપકરણોને અવિધિથી કામમાં લેવા તેમજ અમર્યાદિત તથા સદોષ ગ્રહણ કરવા, તે અસંયમ છે. (૧૧) પ્રેક્ષા અસંયમ–ભંડોપકરણોનું અવિધિએ પ્રતિલેખન કરવું અથવા પ્રતિલેખન ન કરવું તે અસંયમ છે. (૧૨) ઉપેક્ષા અસંયમ- સંયમ પાલનમાં મન, વચન, કાયાના યોગોને જતનાપૂર્વક ન પ્રવર્તાવવા અથવા અયતનાથી પ્રવર્તાવવા. (૧૩) અપહત્ય અસંયમ– અવિધિથી પરઠવું. (૧૪) પ્રમાર્જના અસંયમ– પ્રમાર્જન ન કરવું અથવા અવિધિથી કરવું. (૧૫) મનઃ અસંયમ- મનમાં દુર્ભાવ રાખવો. (૧૬) વચન અસંયમ- દુર્વચન બોલવા. (૧૭) કાય અસંયમ- ગમનાગમનાદિમાં અસંયમ, અવિવેક કરવો.
શ્રમણોએ ૧૭ પ્રકારના અસંયમથી નિવૃત્ત થવું અને ૧૭ પ્રકારના સંયમમાં પ્રવૃત્ત થવું જોઈએ. અઢારમો, ઓગણીસમો અને વીસમો બોલ -
बंभम्मि णायज्झयणेसु, ठाणेसु असमाहिए ।
जे भिक्खू जयइ णिच्चं, से ण अच्छइ मंडले ॥ શબ્દાર્થ – વંનિ-અઢાર પ્રકારના બ્રહ્મચર્યના સંબંધમાં જાયન્ફયસુ= જ્ઞાતાસૂત્રનાં ઓગણીસ અધ્યયનો અંગે અસમાપિ = વીસ અસમાધિના કાન = સ્થાનોના સંબંધમાં. ભાવાર્થ- અઢાર પ્રકારના બ્રહ્મચર્યના સંબંધમાં, જ્ઞાતા સુત્રનાં ઓગણીસ અધ્યયનોના ઉપદેશના વિષયમાં અને વીસ અસમાધિ સ્થાનોના વિષયમાં જે ભિક્ષુ સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં પરિભ્રમણ કરતો નથી. વિવેચન - વમન્મ - અઢાર પ્રકારનાં બ્રહ્મચર્ય. દેવતાના વૈક્રિય શરીર સંબંધી ત્રણ કરણ, ત્રણ યોગથી ૩ ૪ ૩ = ૯ પ્રકારે અને મનુષ્ય, તિર્યંચના ઔદારિક શરીર સંબંધી ત્રણ કરણ, ત્રણ યોગથી ૩ ૪ ૩ = ૯ પ્રકારે, તેમ કુલ ૯ + ૬ = ૧૮ પ્રકારે કુશીલસેવનનો ત્યાગ કરી બ્રહ્મચર્યનું પાલન કરવું. ગાયફાય સુ - જ્ઞાતાધર્મકથા સૂત્રનાં ૧૯ અધ્યયનો- ૧) ઉસ્લિપ્ત(મેઘકુમાર જીવન) (૨) સંઘાટ (૩) અંડ (૪) કૂર્મ (૫) શૈલક (૬) તુંબ (૭) રોહિણી (૮) મલ્લી (૯) માકંદી (૧૦) ચંદ્રમા (૧૧) દાવદવ (૧૨) ઉદક (૧૩) મંડુક (૧૪) તેતલી (૧૫) નંદીફલ (૧૬) અમરકંકા (૧૭) આકર્ણિક (૧૮) સુસુમા દારિકા (૧૯) પુંડરીક. આ અધ્યયનોમાં દષ્ટાંતોના માધ્યમે શ્રમણો માટે હિતશિક્ષાઓ આપેલી છે, તેનું સંયમ-જીવનમાં મુનિએ યથાર્થ આરાધન કરવું. હા, અસદ્ધિ :- જે કાર્ય કરવાથી સંયમમાં યત્કિંચિત્ અલના થાય, સંયમ સમાધિનો ભંગ થાય તેવા આચરણને અસમાધિ સ્થાન કહે છે. તે વીસ અસમાધિ સ્થાન આ પ્રમાણે છે- (૧) ઝડપથી
१४