________________
૨૫૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
આગમોમાં છટ્ટાથી ચૌદમા ગુણસ્થાનવર્તી શ્રમણોની પંડિતરૂપે ગણના કરી છે. શેષ એકથી ચારગુણસ્થાન સુધીના અવિરત જીવોને “બાલ’ અને પાંચમા ગુણસ્થાનવર્તી દેશવિરત શ્રમણોપાસકોને બાલ પંડિત' કહ્યા છે. આ રીતે બાલ, પંડિત અને બાલપંડિતનું આગમોક્ત કથન વિરતિભાવની પ્રમુખતાએ છે. ચોથા ગુણસ્થાનવર્તી અવિરત સમ્યગુદષ્ટિ અને પાંચમા ગુણસ્થાનવર્તી દેશવિરત સમ્યગુ દષ્ટિ શ્રાવક પાપભીરુ હોવા છતાં પાપોનો સર્વથા ત્યાગ કરી શકતા નથી. તેથી તેઓને ક્રમશઃ બાલ અને બાલ પંડિત કહે છે. છઠ્ઠા આદિ ગુણસ્થાનવર્લી મુનિ પાપોથી ડરે છે અને તેનો તે સર્વથા ત્યાગ પણ કરી દે છે, તેથી તે પંડિત કહેવાય છે. તે પંડિતમુનિ આ અધ્યયનમાં કથિત બંને પ્રકારના તપનું આચરણ કરીને સમસ્ત કર્મોથી મુક્ત થાય છે.
છે ત્રીસમું અધ્યયન સમાપ્ત