________________
અધ્યયન પરિચય
| ૨૫૭ |
એકત્રીસમું અધ્યયન કારક શ્રી છે છે ક ક ક ક ક ટ ક હ
પરિચય
,
પ્રસ્તુત અધ્યયનનું નામ ચરણવિધિ છે. ચરણવિધિ એટલે ચારિત્રમાં વિવેકપૂર્વક પ્રવૃત્તિ. ચારિત્રનો પ્રારંભ સંયમથી થાય છે. વિવેકપૂર્વકની પ્રવૃત્તિ જ સંયમ છે અને અવિવેકપૂર્વકની પ્રવૃત્તિ અસંયમ છે. અસંયમથી નિવૃત્તિ અને વિવેકપૂર્વક સંયમમાં પ્રવૃત્તિ કરવી, તે જ ચારિત્રવિધિ છે. આ અધ્યયનમાં ૩૩ બોલના માધ્યમથી વર્ણન કર્યું છે. તેમાંથી કેટલાક બોલ ત્યાગ કરવા યોગ્ય, કેટલાક બોલ ગ્રહણ કરવા યોગ્ય અને કેટલાક બોલ માત્ર જાણવા યોગ્ય છે. મુનિ એક પ્રકારનો અસંયમ, રાગ-દ્વેષ રૂપ બે પ્રકારનું બંધન અને ત્રણ પ્રકારનાં દંડ, શલ્ય અને ગારવનો ત્યાગ કરે, ઉપસર્ગોને સહન કરે, ગુપ્તિનું આરાધન કરે. ચાર પ્રકારની વિકથા અને સંજ્ઞાનો ત્યાગ કરે, આર્ત, રૌદ્રધ્યાનનો ત્યાગ કરી ધર્મધ્યાન અને શુક્લધ્યાનની આરાધના કરે. પાંચ મહાવ્રત અને પાંચ સમિતિનું પાલન કરે, પાંચ ઇન્દ્રિયના વિષયોમાં રાગ-દ્વેષનો ત્યાગ કરી સમભાવ ધારણ કરે. છલેશ્યામાંથી અશુભલેશ્યાના પરિણામોને દૂર કરી શુભલેશ્યાના પરિણામોમાં રહે, છકાય જીવોની દયા પાળે, છ કારણે આહાર કરે અને છ કારણે આહારનો ત્યાગ કરે. સાત પ્રકારની પિડેષણારૂપ અભિગ્રહને ધારણ કરે, સાત ભયને જીતે, આઠ મદનો ત્યાગ કરે. બ્રહ્મચર્યની નવ વાડથી બ્રહ્મચર્યની રક્ષા કરે. દશ યતિધર્મ, અગિયાર શ્રાવકની પડિમા અને બાર ભિક્ષુની પડિમાની આરાધના કરે. તેર ક્રિયાસ્થાનોનો ત્યાગ કરે. ચૌદ પ્રકારના જીવોની રક્ષા કરે, પંદર પ્રકારના પરમાધામી દેવો જેવા પરિણામ ન કરે તેમજ તેના પ્રત્યે ક્રૂર પરિણામ કે દ્વેષ ન કરે. સૂયગડાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના સોળ અધ્યયન અને બીજા શ્રુતસ્કંધના સાત મળીને ત્રેવીસ અધ્યયન; જ્ઞાતાસૂત્રના ઓગણીસ અધ્યયન, આચાર પ્રકલ્પના આચારાંગ-નિશીથ સૂત્રનાં ૨૮ અધ્યયન; આ સર્વ અધ્યયનોના ભાવોને જાણી, તે પ્રમાણે આચરણ કરે. સત્તર અસંયમ, અઢાર અબ્રહ્મચર્યના સ્થાન, વીસ અસમાધિસ્થાન, ૨૧ શબલ દોષ, ૨૯ પાપસૂત્ર, ૩૦ મહામોહનીયકર્મ બંધના સ્થાનો અને ૩૩ આશાતનાનો સર્વથા ત્યાગ કરે. રર પરીષહોને જીતે, પાંચ મહાવ્રતની ૨૫ ભાવનાથી જીવનને ભાવિત કરે, ૨૭ સાધુનાં ગુણોને પ્રગટાવે. ૩૧ સિદ્ધનાં ગુણો પ્રગટ કરવાનું લક્ષ રાખી આરાધના કરે. પોતાની જાતને ૩ર યોગસંગ્રહરૂપ ગુણોથી સંપન્ન બનાવે. આ રીતે વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરીને સાધક પોતાની સંયમ સાધનાને સફળ બનાવે છે.