________________
[ ૨૫૦ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
३६
આત્મભાવોમાં સ્થિત થતો જાય છે. તેથી કર્મબંધ અટકી જાય અને પૂર્વકૃત કર્મોની નિર્જરા થાય છે. આ રીતે ધ્યાન તપ દ્વારા આત્મા કર્મક્ષયની સાધનામાં સફળ થઈ મુક્તિ પ્રાપ્ત કરે છે. (૬) આત્યંતર તપઃ વ્યુત્સર્ગ તપ -
सयणासणठाणे वा, जे उ भिक्खू ण वावरे । | વઘાયલ્સ વિડો , છો તો પવિત્તિઓ | શબ્દાર્થ – સયસના વા = શય્યા ઉપર, આસન ઉપર અથવા ઊભા ઊભા ને = જે fમણૂ = ભિક્ષ, સાધુ વાવરે અચહલન-ચલન આદિ પ્રવૃત્તિઓ કરતો નથી તો તેને વાસ્તવિક = કાયવ્યત્સર્ગ નામનું, છોક છઠ્ઠું તપ, પવિત્ત = કહ્યું છે. ભાવાર્થ:- સૂતા સૂતા, બેઠા-બેઠા અને ઊભા-ઊભા વગેરે કોઈ પણ અવસ્થામાં ભિક્ષુ શરીરની હલનચલનરૂપ પ્રવૃત્તિઓને બંધ કરે છે, તેને શરીર વ્યુત્સર્ગ કહે છે. તે વ્યુત્સર્ગ નામનું છઠું આત્યંતર તપ છે. વિવેચન :
પ્રસ્તુત ગાથામાં વ્યુત્સર્ગ તપનું સ્વરૂપ દર્શન છે.
ક્ષેત્ર, વસ્તુ, શરીર, ઉપધિ, ગણ, ભક્ત-પાન, વગેરે બાહ્ય પદાર્થો તથા કષાય, સંસાર અને કર્મ વગેરે અંતરંગ ભાવોનો નિયત સમયને માટે ત્યાગ કરવો, તે વ્યત્સર્ગ તપ છે. તેના બે ભેદ છે– દ્રવ્ય વ્યુત્સર્ગ અને ભાવ વ્યુત્સર્ગદ્રવ્ય વ્યુત્સર્ગના ચાર પ્રકાર છે– (૧) શરીર વ્યુત્સર્ગ– શારીરિક ક્રિયાઓમાં ચપળતાનો ત્યાગ, શરીરના મમત્વનો ત્યાગ. આગમ ગ્રંથોમાં કાયોત્સર્ગ કરવાનું જે વિધાન છે, તે આ શરીર વ્યુત્સર્ગ તપમાં જ સમાવિષ્ટ થાય છે. (૨) ગણ સુત્સર્ગ– વિશિષ્ટ સાધનાને માટે ગણનો ત્યાગ અને એકાકી વિચરણ, (૩) ઉપધિ વ્યત્સર્ગ– વસ્ત્ર, પાત્ર વગેરે ઉપકરણોનો ત્યાગ. (૪) ભક્ત-પાન વ્યુત્સર્ગ આહાર-પાણીનો ત્યાગ.
ભાવ વ્યુત્સર્ગના ત્રણ પ્રકાર છે. (૧) કષાય વ્યત્સર્ગ (૨) સંસાર વ્યુત્સર્ગ– સંસાર પરિભ્રમણના કારણોનો ત્યાગ. (૩) કર્મ વ્યુત્સર્ગ–કર્મ પુદ્ગલોનું વિસર્જન. કાયોત્સર્ગની વિધિ :- કાયોત્સર્ગ કરવા માટે સાધક શરીર પ્રતિ નિઃસ્પૃહ થઈને જીવ-જંતુ રહિત, કોલાહલ રહિત, એકાંત શાંત સ્થાનમાં સ્થિર અને સીધા ઊભા રહે; બંને હાથ ઘૂંટણોની તરફ લાંબા કરે; પગને ચાર અંગુલ પહોળા રાખીને પ્રશસ્ત ધ્યાનમાં નિમગ્ન રહે; હાથ વગેરે અંગોનું સંચાલન ન કરે; કોઈ આધારભૂત વસ્તુને પકડીને કે ટેકો દઈને ઊભો ન રહે તેમજ ઝૂકીને ઊભો ન રહે પરંતુ નિરાલંબન થઈ સીધો ઊભો રહી કાઉસ્સગ્ન કરે. કારણસર યોગ્ય આસને બેસીને પણ કાયોત્સર્ગ કરી શકાય છે. કાયોત્સર્ગમાં સ્થિત થયેલા સાધક દેવ-મનુષ્ય-તિર્યચકૃત બધા ઉપસર્ગોને સહન કરે. કાયોત્સર્ગમાં ધર્મધ્યાન અને શુક્લધ્યાનનું ચિંતન કરે અને ક્રમશઃ નિર્વિકલ્પ થવાનો પણ પ્રયત્ન કરે. કાયોત્સર્ગનું પ્રયોજન - પોતાના શરીર પ્રત્યેના મમત્વ ત્યાગના અભ્યાસ માટે, ગમનાગમન આદિ પ્રવૃત્તિઓના પ્રસંગે લાગેલા દોષોની આલોચના અને શુદ્ધિ માટે; ઉભયકાલ પ્રતિક્રમણમાં દિવસ-રાત્રિના અતિચારોની શુદ્ધિ માટે; કર્મનાશ અને દુઃખક્ષયને માટે; મુનિ કાયોત્સર્ગ કરે. કાયોત્સર્ગનો મુખ્ય હેતુ તો આત્મ ભાવોને કાયાથી પૃથકકરી,સ્થિરતા, મૌન અને ધ્યાન દ્વારા શરીરનો વ્યુત્સર્ગ કરવાનો હોય છે. કાયોત્સર્ગથી નિઃસંગતા, નિર્ભયતા, જીવિતાશા ત્યાગ, દોષોચ્છેદ, મોક્ષમાર્ગ-પ્રભાવના વગેરે અનેક લાભ થાય છે.