________________
તપોમાર્ગ ગતિ
૨૪૯
અને શપક શ્રેણી બંને શ્રેણીમાં આ પ્રકારનું શુક્લ ધ્યાન રહે છે. (૨) એકત્વ વિતર્ક અવિચાર શુક્લધ્યાન – ક્ષપક શ્રેણીસ્થ સાધક મોહનીયકર્મનો ક્ષય કરી બારમા ક્ષીણમોહ ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે ત્યાં સાધકની મનોવૃત્તિ એટલી સ્થિર થઈ જાય છે કે તેના દ્રવ્ય, ગુણ પર્યાયના ચિંતનમાં પરિવર્તન થતું નથી કે અર્થ, વ્યંજન અને યોગોનું સંક્રમણ પણ થતું નથી. તે સાધક દ્રવ્ય ગુણ અને પર્યાયમાંથી કોઈ પણ એકના ગંભીર અને સૂક્ષ્મ ચિંતનમાં સંલગ્ન રહે છે. તેનું ચિંતન કોઈ એક અર્થમાં કે શબ્દમાં અથવા એક યોગના આલંબને થતું હોય છે ત્યારે તે એકાગ્રતાની ચરમ સીમાએ પહોંચી જાય છે અને બારમા ગુણસ્થાનકના અંતે શુક્લધ્યાનના બીજા પાયામાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મની સર્વ પ્રકૃતિઓનો પૂર્ણતઃ ક્ષય કરી અનંત જ્ઞાન, દર્શન પ્રગટ કરી તેરમા ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે. ત્યાં આયુષ્યના અંતિમ અંતર્મુહૂર્તને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સાધકને ધ્યાન તપની આવશ્યકતા રહેતી નથી. સર્વજ્ઞ સર્વદર્શી તે કેવળી ભગવાન ધ્યાનાંતરિત– ધ્યાનમુક્ત અવસ્થામાં, અવસ્થિત પરિણામમાં રહે છે. (૩) સૂકમકિયા અપ્રતિપાદિત શુક્લધ્યાન :- સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતિ. શુક્લ ધ્યાનના ચાર ચરણ છે. તેમાં ત્રીજા ચરણનું નામ સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ છે. તેરમા ગુણસ્થાનવર્તી સયોગી કેવળીનું આયુષ્ય અંતર્મુહૂર્તનું શેષ રહે, ત્યારે કેવળી ભગવાન સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ નામના શુક્લધ્યાનમાં સ્થિત થાય છે. તેમાં યોગ નિરોધની પ્રક્રિયા થાય છે. યોગનિરોધ પછી શ્વાસોચ્છવાસ જેવી સૂક્ષ્મ ક્રિયાઓ શેષ રહે છે. જે ધ્યાનમાં સૂક્ષ્મક્રિયાઓ જ શેષ રહે અને જ્યાંથી પતન થવાનું નથી, તે ધ્યાનને સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ કહે છે. (૪) સમુચ્છિન્ન ક્રિયા અનિવૃત્તિ :- સમુચ્છિન્ન ક્રિયા અનિવૃત્તિ. આ શુક્લ ધ્યાનનું ચોથું ચરણ છે. તેરમા ગુણસ્થાને યોગનિરોધ થયા પછી તે સાધક ચૌદમા અયોગી કેવળી ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે. તે અયોગી અવસ્થામાં સમુચ્છિન્ન ક્રિયા અનિવૃત્તિ નામનું શુક્લ ધ્યાન હોય છે. તે અવસ્થામાં પ્રવેશ કરતાં સાધક અઘાતી કર્મોની શેષ રહેલી ૮૫ પ્રકૃતિઓની પ્રતિસમય અસંખ્યાત ગુણિતક્રમથી નિર્જરા કરે છે અને અંતિમ સમયે કર્મલેપથી સર્વથા વિમુક્ત થઈ સિદ્ધ થઈ સિદ્ધાલયમાં બિરાજે છે. આ શુક્લધ્યાનના ચોથા ભેદથી યોગક્રિયા સમુચ્છિન્ન = સર્વથા વિનષ્ટ થઈ જાય છે અને ત્યાંથી પતન થતું નથી. તેથી તેનું સાર્થક નામ 'સમુચ્છિન્નક્રિયા અપ્રતિપાતિ' છે. ચાર લક્ષણ -૧. અવ્યથ- વ્યથાનો અભાવ; ૨. અસમ્મોહ– પદાર્થ વિષયક સૂક્ષ્મ મૂઢતાનો અભાવ; ૩. વિવેક- શરીર અને આત્માના ભેદનું જ્ઞાન અને ૪. વ્યુત્સર્ગ– શરીર અને ઉપધિ પર અનાસક્તિ ભાવ. ચાર આલંબન - ક્ષમા, મુક્તિ (નિર્લોભતા), મૃદુતા અને ઋજુતા. ચાર અનપેક્ષાઓઃ- (૧) અનંતવૃત્તિતા અનુપ્રેક્ષા– અનંત સંસાર પરંપરાનું ચિંતન (૨) વિપરિણામ અનુપ્રેક્ષા- વસ્તુઓના વિવિધ પરિણામો ઉપર ચિંતન (૩) અશુભ અનુપ્રેક્ષા- પદાર્થોની અશુભતાનું ચિંતન અને (૪) અપાય અનુપ્રેક્ષા- અપાયો-દોષોનું ચિંતન. આ પ્રકારના આત્માનુલક્ષી ચિંતનથી સંવેગભાવ આદિની વૃદ્ધિ થતાં આત્મા ઉચ્ચ, ઉચ્ચતર, ઉચ્ચતમ પરિણામોને પ્રાપ્ત કરે છે.
આ રીતે ચારે ધ્યાનનું સ્વરૂપ યથાર્થ રીતે જાણીને, આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો સર્વથા ત્યાગ કરીને ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં સ્થિત થવું તે જ આત્યંતર તપ છે.
ધર્મધ્યાનથી આત્માની બહિર્મુખી ચિત્તવૃત્તિ અંતરમુખી બની જાય છે અને શુક્લધ્યાનથી આત્મા