________________
તપોમાર્ગ ગતિ
૨૪૭
આત્યંતર તપના પ્રકાર :
पायच्छित्तं विणओ, वेयावच्चं तहेव सज्झाओ । ૨૦
झाणं च विउस्सग्गो, एसो अभितरो तवो ॥ શબ્દાર્થ-પછિત્તનું પ્રાયશ્ચિત્તવનો વિનય વિવં= વૈયાવૃત્યજ્ઞાો સ્વાધ્યાયફળ = ધ્યાનવિડસન- વ્યુત્સર્ગ, કાયોત્સર્ગ = આ છ પ્રકારના હિંમતવ= આત્યંતર તવોનું તપ છે. ભાવાર્થ - પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ, આ છ આત્યંતર તપ છે. વિવેચન :(૧) પ્રાયશ્ચિત્ત- અતિચાર આદિ દોષોનું સેવન થાય ત્યારે તેનો પશ્ચાત્તાપ કરીને ગુરુ પાસે તેના દંડનો સ્વતઃ સ્વીકાર કરવો. (૨) વિનય વડીલોનો આદર-સત્કાર વગેરે ઉચિત વ્યવહાર કરવો. (૩) વૈયાવત્ય- સેવા કરવી. (૪) સ્વાધ્યાય- આત્મનિરીક્ષણના લક્ષે શાસ્ત્ર વાંચન આદિ કરવું (૫) ધ્યાન- ચિત્તવૃત્તિને એકાગ્ર બનાવવી. (૬) વ્યત્સર્ગ– શરીરના મમત્વનો ત્યાગ કરવો.
- આ છ પ્રકારના આત્યંતર તપ કર્મનિર્જરામાં મહત્તમ નિમિત્ત બને છે. તેથી મોક્ષ સાધકો માટે તે વિશેષ પ્રકારે ગ્રાહ્ય છે. (૧) આત્યંતર તપ: પ્રાયશ્ચિત્ત :की आलोयणारिहाईयं, पायच्छित्तं तु दसविहं ।
जे भिक्खू वहइ सम्मं, पायच्छित्तं तमाहियं ॥ શબ્દાર્થ – આજ્ઞોપરિહાદ્ય = આલોચનાઈ, આલોચના યોગ્ય આદિ પછિત્ત = પ્રાયશ્ચિત્ત વસવિ૬ = દસ પ્રકારના છે ને = જેનું બિહૂ = ભિક્ષુ અખં = સમ્યક્ પ્રકારથી વદ = વહન કરે, ગ્રહણ-ધારણ રૂપમાં સેવન કરે છે તે = તેને પાછd = પ્રાયશ્ચિત્ત આદયં = કહે છે. ભાવાર્થ:- આલોચના યોગ્ય વગેરે દસ પ્રકારના પ્રાયશ્ચિત્ત છે, જેનું ભિક્ષુ સમ્યફ પ્રકારે વહન કરે છે, તેને પ્રાયશ્ચિત્ત તપ કહેવામાં આવે છે. વિવેચનઃ
પ્રસ્તુત ગાથામાં આવ્યંતર તપના પ્રથમ ભેદ પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ અને તેના ભેદોનું દિગ્દર્શન છે. પ્રાયશ્ચિત્ત :- સાધકના જીવનમાં પ્રાયશ્ચિત્ત તપ અત્યંત મહત્ત્વનું છે. ભિન્ન-
ભિન્ન પ્રકારે તેની વ્યાખ્યા કરતા તેનું સ્વરૂપ સ્પષ્ટ થઈ જાય છે. યથા– (૧) સાધનામાં સાવધાન રહેવા છતાં કેટલાક દોષોનું સેવન થઈ જાય, તો તેનું પરિમાર્જન કરી આત્માને ફરીથી વિશુદ્ધ-નિર્દોષ બનાવવો, તે પ્રાયશ્ચિત્ત છે. (૨) પ્રમાદજન્ય દોષોનો પરિહાર કરવો, તે પ્રાયશ્ચિત તપ છે. (૩) સંવેગ અને નિર્વેદથી યુક્ત મુનિ પોતાના અપરાધનું નિરાકરણ કરવા માટે જે અનુષ્ઠાન કરાય, તે પ્રાયશ્ચિત્ત તપ છે. તેના દશ પ્રકાર છે. (૧) આલોચનાઈ – જે દોષોની દ્ધિ ગુરુ સમક્ષ આલોચના કરવા માત્રથી થઈ જાય, તેને ‘આલોચનાઈ પ્રાયશ્ચિત્ત કહે છે.