________________
| ૨૪૪]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
(૨) પ્રતિકમણાઈ - કરેલાં પાપોની નિવૃત્તિ માટે “મિચ્છામિ દુલહું' આ પ્રમાણે હૃદયપૂર્વક બોલવું અથવા પશ્ચાત્તાપપૂર્વક પાપોનો સ્વીકાર કરવો, તેને પ્રતિક્રમણ કહે છે. જે દોષોની શુદ્ધિ પ્રતિક્રમણથી થઈ જાય તેને “પ્રતિક્રમણા પ્રાયશ્ચિત્ત કહે છે. (૩) તદુભયાઈ – જે દોષની શુદ્ધિ આલોચના અને પ્રતિક્રમણ બન્નેથી થાય તે તદુભાઈ છે. (૪) વિવેકાર્ડ:- સાધુને પ્રાપ્ત થયેલા અશુદ્ધ આહાર-પાણી અથવા ઉપકરણાદિને વોસિરાવી દેવા, જે પદાર્થના નિમિત્તથી અશુભ પરિણામ થાય છે તેનો ત્યાગ કરવો, તેનાથી દૂર રહેવું, તેને વિવેક(ત્યાગ) કહે છે.જે દોષની શુદ્ધિ વિવેકથી થાય તેને વિવેકાઈ પ્રાયશ્ચિત કહે છે. (૫) વ્યુત્સગર્હ :- જે દોષની શુદ્ધિ માટે એકાગ્રતાપૂર્વક શરીર અને વચનના વ્યાપારોનો ત્યાગ કરી કાયોત્સર્ગ કરવામાં આવે તે વ્યુત્સર્ગાઈ પ્રાયશ્ચિત્ત છે.
ઈ તપાઈ:- જે દોષની શુદ્ધિ માટે ઉપવાસ વગેરે તપ પ્રાયશ્ચિત્ત દેવામાં આવે તેને તપાહે પ્રાયશ્ચિત્ત કહે છે. () છેદાઈ :- જે દોષની શુદ્ધિ માટે જઘન્ય એક દિવસ, ઉત્કૃષ્ટ છ માસની દીક્ષા પર્યાયનો છેદ કરવામાં આવે, તે છેદાઈ પ્રાયશ્ચિત્ત છે. (૮) મૂલાહ:- જે દોષની શુદ્ધિ માટે મૂલતઃ દીક્ષા પર્યાયનો છેદ કરીને મહાવ્રતોના આરોપણરૂપે નવી દીક્ષા આપવામાં આવે, તેને મૂલાઈ પ્રાયશ્ચિત્ત કહે છે. (૯) અનવસ્થાપનાહ – જે દોષની શુદ્ધિ માટે જઘન્ય છ માસ, ઉત્કૃષ્ટ એક વર્ષની તપસ્યા કરાવ્યા પછી ગૃહસ્થવેશ પરિધાન કરાવી, પુનઃ નવી દીક્ષા આપવામાં આવે તેને અનવસ્થાપ્યાઈ પ્રાયશ્ચિત્ત કહે છે. (૧) પારાચિકા :- આ પ્રાયશ્ચિત્તનો અર્થ નવમા પ્રાયશ્ચિત્તની સમાન છે પરંતુ તેના તપમાં જઘન્ય છ માસ ઉત્કૃષ્ટ ૧૨ વર્ષનો સમય હોય છે. પ્રાયશ્ચિત્ત વિશેની અન્ય જાણકારી માટે જુઓ–ભગ શ ૨૫/૭. (ર) આત્યંતર તપઃ વિનય -
। अब्भुट्ठाणं अंजलिकरणं, तहेवासण दायणं ।
से गुरुभत्ति भावसुस्सूसा, विणओ एस वियाहिओ ॥ શબ્દાર્થ:- ૩૬મુદાઈ = અભ્યત્થાન, ગુરુ મહારાજ વગેરેને આવતાં જોઈને ઊભા થવું અંતર = હાથ જોડવા, વંદન-નમસ્કાર કરવા માસણાય = તેઓને આસન આપવું મુહમત્તિ = ગુરુજનોની ભક્તિ કરવી મનસુસૂલી = શ્રદ્ધાપૂર્વક, ભાવપૂર્વક તેની સેવા શુશ્રુષા કરવી ક્ષ = આ વિ = વિનય વિવાદો કહ્યો છે. ભાવાર્થ:- ગુરુ કે રત્નાધિક(પર્યાય જયેષ્ઠ) સાધુ ભગવંતો પધારે ત્યારે ઊભા થવું, હાથ જોડવા, આસન આપવું, ગુરુજનોની ભક્તિ કરવી તથા ભાવપૂર્વક સેવા શુશ્રુષા કરવી, તે વિનય” તપ છે. વિવેચન :
પ્રસ્તુત ગાથામાં વિનય તપના ભેદ-પ્રભેદોનું પ્રતિપાદન છે. વિનય- ગુરુ, આચાર્ય, રત્નાધિક કે ગુણીજનોના ગુણો પ્રતિ આદર અને ભક્તિભાવ પ્રગટ કરવો, તે વિનયતપ છે. શ્રી ઔપપાતિક સૂત્રમાં વિનયના સાત ભેદ કહ્યા છે– જ્ઞાનવિનય, દર્શન વિનય, ચારિત્ર
३२