________________
તપોમાર્ગ ગતિ
[ ૨૩૧ ]
પ્રસ્તુત અધ્યયનના વર્ણન પ્રમાણે આ ચૌદ ભેદોનો સમાવેશ છઠ્ઠા પ્રકીર્ણક ઈન્ડરિક તપમાં થાય છે. ઈવરિક તપના લાભ - જીવન કાલમાં વિવિધ પ્રકારના તપનું આચરણ અને અભ્યાસ કરનાર સાધક મરણ કાલમાં સંલેખના-સંથારાની આરાધના સમાધિભાવપૂર્વક કરી શકે છે. તે સિવાય ઈત્વરિક તપના અન્ય પણ ઘણા લાભ થાય છે.
મૂલારાધના ગ્રંથ, અધ્યાય-૩ર૩૭ થી ૨૪૪ સુધીના શ્લોકમાં તપના લાભ સંબંધી વિવિધ વિશ્લેષણ છે. સંક્ષેપમાં તે લાભ આ પ્રમાણે છે– (૧) ઇન્દ્રિય દમન (૨) સમાધિયોગ-સ્પર્શ (૩) વીર્યશક્તિનો ઉપયોગ (૪) જીવન સંબંધી તૃષ્ણાનો નાશ (૫) સંક્લેશ રહિત કષ્ટ સહિષ્ણુતાનો અભ્યાસ (૬) શરીર, સ્વાદ અને સુખ પ્રતિ અપ્રતિબદ્ધતા (૭) કષાયનિગ્રહ (૮) ભોગો પ્રતિ ઉદાસીનતા (૯) સમાધિ મરણનો સ્થિર અભ્યાસ (૧૦) અનાયાસ આત્મદમન (૧૧) આહાર પ્રતિ અનાકાંક્ષાનો અભ્યાસ (૧૨) અનાસક્તિના પરિણામોની વૃદ્ધિ (૧૩) લાભ-અલાભ, સુખ-દુઃખ આદિમાં સમતા (૧૪) બ્રહ્મચર્ય સિદ્ધિ (૧૫) નિદ્રાવિજય (૧૬) ત્યાગ દઢતા (૧૭) વિશિષ્ટ ત્યાગનો વિકાસ (૧૮) દર્પ-નાશ (૧૯) આત્મકીર્તિ તેમજ કુલ, ગણ, સંઘની પ્રભાવના (૨૦) આળસ ત્યાગ (૨૧) કર્મવિશુદ્ધિ (રર) મિથ્યાદષ્ટિ જીવો પ્રત્યે પણ સૌમ્ય ભાવ (૨૩) મુક્તિમાર્ગ-પ્રકાશન (૨૪) જિનાજ્ઞા આરાધના (૨૫) દેહ લાઘવ (૨૬) શરીર પ્રતિ અનાસક્તિ (૨૭) રાગાદિનો ઉપશમ (૨૮) આહાર પરિમિત હોવાથી શરીરમાં નીરોગતા (૨૯) સંતોષ વૃદ્ધિ (૩૦) આહારાદિમાં આસક્તિની ક્ષીણતા.
આ ગુણોનો વાસ્તવિક અનુભવ તો તપ કરનાર જ કરી શકે છે. સાધકોને જે લબ્ધિઓ અને સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે તેમાં પણ આ ઈવરિક અનશન તપનું જ પ્રમુખ સ્થાન હોય છે. મરણકાલિક અનશન તપ:
जा सा अणसणा मरणे, दुविहा सा वियाहिया । सवियारमवियारा, कायचिट्ठ पई भवे ॥ अहवा सपरिकम्मा, अपरिकम्मा य आहिया ।
णीहारिमणीहारी, आहारच्छेओ दोसु वि ॥ શબ્દાર્થ – સ = તે, ના = જો મરો = મરણકાલિક અસM = અનશન છે વિદ = બે પ્રકારના વિવાદિયા = કહ્યા છે જયારે = સવિચાર, કાયચેષ્ટા સહિત વિયર = અવિચાર (કાયચેષ્ટા રહિત) આ ભેદ વિઠ્ઠ પર કાયચેષ્ટાની અપેક્ષાએ મવેર હોય છે અદવા = અથવા, પ્રકારાન્તરથી
દિયા = કહ્યા છે સપરિશ્મા = સપરિકર્મ, બીજાની સેવા લેવી પરિશ્મા = અપરિકર્મ, બીજાની સેવા ન લેવી જીદસિં = અંતિમ સંસ્કાર વિધિ સહિત મળીદારી = અંતિમ સંસ્કાર વિધિ રહિત હો વુિં = બન્ને પ્રકારના અનશનોમાં, કદાચ્છો = આહારનો ત્યાગ હોય છે. ભાવાર્થ - મરણકાલિક અનશન કાયચેષ્ટાને આધારે, સવિચાર(પડખું બદલવું વગેરે ક્રિયા સહિત) અને અવિચાર(ઉક્ત ક્રિયા રહિત) એમ બે પ્રકારનું છે.
અથવા મરણકાલિક અનશનના સપરિકર્મ અને અપરિકર્મ, એમ બે ભેદ છે. તથા નિર્ધારીમ અને અનિહરીમ એમ બે ભેદ પણ થાય છે. બન્નેમાં આહારનો ત્યાગ હોય છે. / ૧૨–૧૩ //