________________
[ ૨૩ર |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં અનશન તપના બીજા ભેદરૂપ મરણકાલિક અનશનનું સ્વરૂપ અને તેના ભેદ-પ્રભેદનું નિરૂપણ છે. મરણકાલિક અનશન :- સમયની મર્યાદા વિના જીવન પર્યત એટલે મૃત્યુ સુધી આહારનો ત્યાગ કરવો, તેને મરણકાલિક અનશન કહે છે. વ્યવહાર ભાષામાં તેને સંથારો અથવા પંડિત મરણ પણ કહે છે. શ્રી આચારાંગ આદિ સૂત્રમાં તેના ત્રણ ભેદનું કથન છે– (૧) ભક્ત પ્રત્યાખ્યાન- ત્રણ કે ચાર પ્રકારના આહારનો જીવન પર્યત ત્યાગ કરવો, તેને ભક્ત પ્રત્યાખ્યાન કહે છે. તેમાં શરીરના હલન ચલનની અને બીજા પાસે સેવા લેવાની છૂટ હોય છે. (૨) ઈગિત મરણ– તેમાં ચાર પ્રકારના આહારનો જીવન પર્યંત ત્યાગ કરવાનો હોય છે. ઈગિત એટલે ઈશારા. તેમાં હાથ-પગની ચેષ્ટા દ્વારા અન્યને ઈશારો–સંકેત કરવાની છૂટ હોય છે પરંતુ બીજા પાસેથી સેવા લેવાનો ત્યાગ હોય છે. (૩) પાદપોપગમન મરણતેમાં ચાર પ્રકારના આહાર ત્યાગ સિવાય સાધક વૃક્ષની કાપેલી ડાળીની જેમ હલનચલન કર્યા વિના સ્થિર રહે છે અર્થાતુ જે સ્થિતિમાં પાદપોપગમન મરણનો સ્વીકાર કરે, તે જ સ્થિતિમાં મૃત્યુ પર્યત રહે છે. તેમાં કાયિક ચેષ્ટાઓ અને બીજાની સેવા લેવાનો સંપૂર્ણપણે ત્યાગ હોય છે. અહીં સૂત્રકારે મરણકાલિક અનશનના ત્રણ પ્રકારે, બે-બે ભેદનું નિરૂપણ કર્યું છે. (૧) સવારં:- સવિચાર. કાયિક ચેષ્ટાની અપેક્ષાએ મરણકાલિક અનશનના બે ભેદ છે– (૧) કાયિક ચેષ્ટા સહિત અર્થાત્ સંથારામાં ઊઠવું, બેસવું, હલન ચલન કરવું વગેરે પ્રવૃત્તિ કરવી, તે સવિચાર અનશન છે. ભક્ત પ્રત્યાખ્યાન અને ઈગિતમરણ સવિચાર છે. (૨) વિચાર– અવિચાર. ઉક્ત કાયિક ચેષ્ટાઓથી રહિત હોય, તે અવિચાર અનશન છે. પાદપોપગમન મરણ અવિચાર છે. (૨) સપરિમ્પ - પરિકર્મની અપેક્ષાએ તેના બે ભેદ છે– સપરિકર્મ અને અપરિકર્મ. (૧) જેમાં શરીરની સેવા શુશ્રુષા સ્વયં અથવા અન્ય પાસે કરાવી શકાય, તેને સપરિકર્મ કહે છે. અનુકૂળતા માટે હાથ-પગ હલાવવા, પડખુ ફેરવવું, તેલ માલીશ કરવું કે કરાવવું વગેરે પરિકર્મ છે. ભક્ત પ્રત્યાખ્યાન અને ઈગિત મરણ સપરિકર્મ છે. ભક્ત પ્રત્યાખ્યાનમાં શરીરની શુશ્રુષા સ્વયં કરી શકે છે અને બીજા પાસે પણ કરાવી શકે છે. ઈગિતમરણમાં શરીરની શુશ્રુષા સ્વયં કરી શકે છે પરંતુ બીજા પાસે કરાવી શકતા નથી. (૨) જેમાં શરીરની સેવા-સુશ્રુષા સ્વયં કરવાનો અને અન્ય પાસે કરાવવાનો સંપૂર્ણપણે ત્યાગ હોય, તેને અપરિકર્મ કહે છે. પાદપોપગમન મરણ અપરિકર્મ હોય છે. (૩) નીહરિન :- મૃતદેહની અંતિમવિધિની અપેક્ષાએ અનશનના બે ભેદ છે– નિહરિમ અને અનિહરિમ. (૧) જે અનશનમાં મૃત્યુ પછી મૃતદેહનો નિહર–અન્યત્ર લઈ જઈને અંતિમ સંસ્કાર થાય, તે નિહરિમ છે. ગામ કે ઉપાશ્રયમાં અનશન સ્વીકારનાર સાધુના મૃત્યુ પછી ગામની બહાર તેના દેહની અંતિમ વિધિ થાય છે. (૨) જે અનશનમાં મૃત્યુ પછી મૃતદેહની અંતિમ સંસ્કાર વિધિ થતી નથી, તેને અનિહારિમ કહે છે. ગામની બહાર, વનમાં, જંગલમાં, પર્વત ઉપર કે તેવા કોઈ નિર્જન સ્થાનમાં અનશન સ્વીકારનાર સાધુના મૃત્યુ પછી તેના મૃતદેહનો નિહર– અન્યત્ર લઈ જઈને અંતિમ વિધિ થતી નથી. તેથી તેને અનિર્ધારિમ કહે છે. તે સાધુના મૃતદેહનું ત્યાં જ વ્યુત્સર્જન કરવામાં આવે છે. ભક્ત પ્રત્યાખ્યાન, ઇગિતમરણ અને પાદપોપગમન તે ત્રણે ય પ્રકારના અનશન નિહારિમ અને અનિહારિમ બંને પ્રકારના હોય છે.
એક અપેક્ષાએ મરણકાલિક અનશનના, સકારણ અને અકારણ એવા પણ બે ભેદ કરવામાં આવે