________________
[ ૨૩૦ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
વર્ગ તપ થાય છે. ઘન તપમાં ૫૪ ઉપવાસ અને ૨૭ પારણાં હોય છે. આ સંખ્યાને તે જ સંખ્યાથી ગુણતાં ૫૪૪૫૪ = ૨,૯૧૬ ઉપવાસ અને ર૭૪૨૭ = ૭૨૯ પારણાં; વર્ગ તપમાં થાય છે. તે કુલ ૩૬૪૫(ત્રણ હજાર છસો પિસ્તાળીસ) દિવસે પૂર્ણ થાય છે અર્થાત્ ૧૦ વર્ષ, એક મહીનો અને ૧૫ દિવસ થાય. (૫) વર્ગવર્ગ ત૫ - વર્ગને વર્ગથી ગુણતાં વર્ણવર્ગ સંખ્યા આવે છે. વર્ગતપમાં ૨,૯૧૬ ઉપવાસ અને ૭ર૯ પારણાં હોય છે. આ સંખ્યાને તે જ સંખ્યાથી ગુણતાં ૨,૯૧૬૪૨,૯૧૬ = ૮૫,૦૩,૦૫૬ ઉપવાસ અને ૭ર૯૪૭૨૯ = ૫,૩૧,૪૪૧ પારણાં; વર્ગવર્ગ તપમાં થાય છે. તે કુલ ૯૦,૩૪,૪૯૭ દિવસે પૂર્ણ થાય છે અર્થાત્ ૨૫,૦૯૫ વર્ષ ૯ મહીના અને ૨૭ દિવસ થાય છે. ત્રણ ઉપવાસવાળા શ્રેણી તપ આદિમાં ઉપવાસ–પારણાના દિવસો :પાંચ ઈન્ડરિક તપ ઉપવાસ
પારણાં
કુલ દિવસો ૧. શ્રેણી તપ ૨. પ્રતર તપ
૧૮ ૩. ઘન તપ |
પ૪ | ૨૭ |
૮૧ ૪. વર્ગ તપ
૨,૯૧૬ ૭૨૯
૩,૬૪૫ - પ. વર્ગ વર્ગ તપ | ૮૫,૦૩,૦૫૬ | ૫,૩૧,૪૪૧ || ૯૦, ૩૪, ૪૯૭.
*ત્રણ પદાત્મક શ્રેણીની જેમ ૪, ૫, ૬ આદિ અનેક પદાત્મક શ્રેણીથી પણ ઈ–રિક તપ થઈ શકે છે. પ્રકીર્ણક તપ:- શ્રેણી વગેરે કોઈ પણ નિયત રચના વિના યથાશક્તિ ગમે તે તપ કરવો તેને પ્રકીર્ણક તપ કહે છે. અર્થાત્ શ્રેણીતા આદિ આ ઉપરોક્ત પાંચ પ્રકારના તપ સિવાય શેષ સર્વ તપનો સમાવેશ પ્રકીર્ણક તપમાં થાય છે. માકિ જિલ્લો - મન ઇચ્છિત ચિત્રાર્થ, ચિત્ર+અર્થ. ચિત્ર એટલે વિવિધ પ્રકાર, અનેક પ્રકારના; અર્થ એટલે વિષય; વિવિધ પ્રકારના તપને વિષય બનાવે તે ચિત્રાર્થ. સંપૂર્ણ પદનો અર્થ વિવિધ પ્રકારના મન ઈચ્છિત તપને વિષય કરનાર; આ રીતે આ પદ પ્રકીર્ણક તપનું સ્વરૂપ દર્શક વિશેષણ છે. વ્યક્તિ પોતાની ઈચ્છા અને શક્તિ અનુસાર વિવિધ પ્રકારના તપ કરે છે તેથી પ્રકીર્ણક તપના અનેક ભેદ થાય છે.
શ્રેણીતપ વગેરે પૂર્વોક્ત પાંચ પ્રકારના તપ સિવાયના ઉપવાસ, આયંબિલ, એકાસણું, એકઠાણું, પોરસી, બે પોરસી, નવી, અભિગ્રહ, સંકેત પ્રત્યાખ્યાન, વિવિધ પડિમાઓ, દત્તી-પરિમાણ વગેરે સર્વ તપનો સમાવેશ પ્રકીર્ણક તપમાં થાય છે.
અનેક આચાર્યોએ આ પદનો-“મનઈચ્છિત વિવિધ પ્રકારના ફળ આપનાર તપ”, એવો અર્થ પણ કર્યો છે. ઈત્વરિક તપના ચૌદ ભેદ:- શ્રી ઔપપાતિક સૂત્રમાં તપનું વિસ્તૃત વર્ણન છે. ત્યાં ત્વરિક અનશન તપના ચૌદ પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે
(૧) ઉપવાસ (૨) છઠ (૩) અટ્ટમ (૪) ચોલ (૫) પંચોલુ (૬) છકાય (૭) સાત દિવસના ઉપવાસ. (૮) ૧૫ દિવસના ઉપવાસ. (૯) એક માસના ઉપવાસ. (૧૦) બે માસના ઉપવાસ. (૧૧) ત્રણ માસના ઉપવાસ. (૧૨) ચાર માસના ઉપવાસ. (૧૩) પાંચ માસના ઉપવાસ. (૧૪) છ માસના ઉપવાસ.